પોસ્ટ્સ

દાંતાના વસી ગામમાં છેલ્લા 12 દિવસ થી પાણી ન આવતા મહીલાઓ એ રસ્તા રોકી વિરોધ દર્શાવ્યો હતો*

છબી
*દાંતાના વસી ગામમાં છેલ્લા 12 દિવસ થી પાણી ન આવતા મહીલાઓ એ રસ્તા રોકી વિરોધ દર્શાવ્યો હતો* દાંતા તાલુકામાં પહાડોની વચ્ચે આવેલી વસી ગ્રુપ ગ્રામ પંચાયતમાં છેલ્લા 12 દિવસથી પાણી ન આવતા ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું છે અને આજે ગ્રામજનો ગ્રામ પંચાયતમાં જઈને ચીમકી આપવામાં આવી હતી કે સાંજ સુધીમાં પાણી નહીં આવે તો ગ્રામ પંચાયતને તાળાબંધી કરવામાં આવશે તો બીજી તરફ ગામની મહિલાઓ દાંતાથી અંબાજી તરફનો છે માર્ગ છે તે વસી ગામના બસ સ્ટેન્ડ પર માર્ગ રોકીને પાણી આપો, પાણી આપોના નારા લગાવ્યા હતા અને વાહન વ્યવહાર થોડા સમય માટે અહી રોકાઈ ગયો હતો. વશી ગામના સરપંચ પાણીની સમસ્યાનો નિકાલ ન લાવતા ગ્રામજનો લડી લેવાના મૂડમાં આજે જોવા મળ્યા હતા. દાંતા તાલુકામાં પહાડો ની વચ્ચે અંતરિયાળ વિસ્તારમાં આવેલી વશી ગ્રુપ ગ્રામ પંચાયત પણ ફરીથી વિવાદમાં આવી છે અને આ વિવાદમાં આવવાનું મુખ્ય કારણ એ છે કે આ ગામમાં 400 કરતાં વધુ ઘર આવેલા છે અને વશી ગ્રુપ ગ્રામ પંચાયતમાં સાત જેટલા અલગ ગામો પણ આવેલા છે,પરંતુ છેલ્લા 12 દિવસથી પાણી ન આવતા ગ્રામજનો આજે લડાયક મૂડમાં અને ગ્રામ પંચાયતમાં આવીને ઉગ્ર રજૂઆ

અંબાજી મંદિર ના વહીવટદારે પત્ર લખી મંદિરના પોલીસ જવાનો અને સિક્યુરિટી ગાર્ડ ને મંદિર પરિસર મા મોબાઇલ પ્રતિબંધ નો ઓર્ડર કર્યો પણ ઘણા યાત્રાળુઓ મોબાઈલ સાથે જોવા મળ્યા*

છબી
*અંબાજી મંદિર ના વહીવટદારે પત્ર લખી મંદિરના પોલીસ જવાનો અને સિક્યુરિટી ગાર્ડ ને મંદિર પરિસર મા મોબાઇલ  પ્રતિબંધ નો ઓર્ડર કર્યો પણ ઘણા યાત્રાળુઓ મોબાઈલ સાથે જોવા મળ્યા લોકો મોબાઇલ સાથે મંદિર પરિસરમાં પોહોચ્યા કેવી રીતે તે તપાસનો વિષય*     શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.શક્તિપીઠ અંબાજીની વાત કરવામાં આવે તો આ મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે.અંબાજી મંદિર ના શિખર પર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા છે,એટલે આ ધામને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે .અંબાજી મંદિર અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું માં અંબાનું પ્રાચીન તીર્થ સ્થળ છે.વર્ષ દરમિયાન ભક્તો મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે.અંબાજી મંદિર ખાતે દર્શન કરવા આવતા માઈ ભક્તો મોબાઈલ અને પર્સ લોકર રૂમમાં જમા કરાવીને મંદિરમાં પ્રવેશ મેળવતા હોય છે ત્યારે 18 જાન્યુઆરીના રોજ અંબાજી મંદિર ના વહીવટદારે લેખીત આદેશ કરીને જણાવ્યું હતુ કે મંદિર પરીસરમાં મોબાઈલ સાથે યાત્રાળુઓ પ્રવેશી શકશે નહીં પરંતુ હ

અંબાજી પોલીસના કોન્સ્ટેબલ પ્રકાશ શ્રીમાળીને મોટા ટ્રાફિક દેખાતા નથી!*તેમની હાલમાં નોકરી કયાં બોલે છે તે પણ ચર્ચાનો વિષય બન્યો

છબી
અંબાજી પોલીસના કોન્સ્ટેબલ પ્રકાશ શ્રીમાળીને મોટા ટ્રાફિક દેખાતા નથી!* તેમની હાલમાં નોકરી કયાં બોલે છે તે પણ ચર્ચાનો વિષય બન્યો    અંબાજી શક્તિપીઠ ની વાત કરવામાં આવે તો આ શક્તિપીઠ ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે. અંબાજી ખાતે દેશ-વિદેશમાંથી માઈ ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે જેમાં મોટાભાગના યાત્રિકો પોતાના ખાનગી વાહનો લઈને અંબાજી આવે છે જ્યારે કેટલાક યાત્રિકો બસ ટ્રેન અને ટ્રાન્સપોર્ટ દ્વારા આવતા હોય છે. અંબાજી બસ સ્ટેશન પાસે ગેરકાયદેસર પાર્કિંગ કરીને ઉભેલા વાહનો ટ્રાફિકજામ કરી રહ્યા છે ત્યારે અંબાજી પોલીસના કોન્સ્ટેબલ પ્રકાશ શ્રીમાળીને આ ટ્રાફિક દેખાતા નથી પરંતુ અંબાજીના જુના બજારમાં શાક લેવા આવતા સ્થાનિક લોકો એક બે મિનિટ માટે રોડ સાઈડમાં ઊભા હોય ત્યારે પ્રકાશ શ્રીમાળીને આ ટ્રાફિક નડી રહ્યું છે.      અંબાજીમાં જગ્યા જગ્યા પર ગેરકાયદેસર પાર્કિંગમાં અને નો પાર્કિંગ ઝોનમાં ઉભેલા વાહનો પોલીસ દ્વારા હટાવવામાં આવતા નથી કે પોલીસ દ્વારા આવા વાહનો સામે ડ્રાઈવ પણ ચલાવવામાં આવતી નથી અને જ્યારે અંબાજીના સ્થાનિક લોકો જ્યારે પોતાના વાહન દ્વારા બજારમાં કોઈ વસ્તુ લેવા માટે ઊભ

યુગ તીર્થ, શાંતિકુંજ હરિદ્વારથી પ્રતિનિધિઓની વિશેષ ટીમ મોડાસામાંયુવા સમાજનો કર્ણધાર: ઉદય કિશોર મિશ્રા જન સમાજમાં માનવીય સદગુણોની જાગૃતિ અને જન સેવાની પ્રવૃતિઓ માટે અથાગ પ્રયત્નશીલ છે

છબી
યુગ તીર્થ, શાંતિકુંજ હરિદ્વારથી પ્રતિનિધિઓની વિશેષ ટીમ મોડાસામાં યુવા સમાજનો કર્ણધાર: ઉદય કિશોર મિશ્રા  જન સમાજમાં માનવીય સદગુણોની જાગૃતિ અને જન સેવાની પ્રવૃતિઓ માટે અથાગ પ્રયત્નશીલ છે મોડાસાનું ગાયત્રી ચેતના કેન્દ્ર. જેની સ્થાપનાને પાંચમુ વર્ષ ચાલી રહેલ છે.  ત્યારે ૩૧ જાન્યુઆરી,મંગળવારે ગાયત્રી પરિવારની માતૃસંસ્થા શાન્તિકુંજ હરિદ્વારથી જેઓ  સમગ્ર ગુજરાતભરમાં ગાયત્રી પરિવારની તમામ ગતિવિધિઓની જવાબદારી વહન કરી રહેલ છે એવા ગુજરાત ઝોન સમન્વયક આદરણીય ઉદય કિશોર મિશ્રા એક વિશેષ ટીમમાં આદ. તારાચંદ પવાર, આદ. કિર્તનભાઈ દેસાઈ સાથે મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે પધારેલ. ગાયત્રી ચેતના કેન્દ્રના પ્રમુખ ધર્માભાઈ પટેલ તથા મંત્રી કાન્તિભાઈ ચૌહાણે તિલક ફુલમાલાથી આ ટીમના સદસ્યોનું સ્વાગત કર્યું. ઉદય કિશોર મિશ્રાજીના હસ્તે આરતી પૂજાથી શુભારંભ થયો. ઉપસ્થિત સૌને સંબોધન કરતા તેઓએ કહ્યું પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના માનવમાત્રમાં દેવત્વનો ઉદય અને ધરતી પર સ્વર્ગનું અવતરણના સ્વપ્નને સાકાર કરવા મોડાસા ક્ષેત્ર માટે આ ગાયત્રી ચેતના કેન્દ્ર ખૂબ જ ઉત્સાહભેર સરાહનીય પ્રયાસ કર

ગુજરાત રાજ્યની ગણના વિકાસશીલ રાજ્ય તરીકે થાય છે. સમગ્ર દેશમાં ગુજરાતનું નામ પડે ત્યારે લોકો ગુજરાતને અને ગુજરાતની અંદર આવેલી વિવિધ સુવિધાઓને સુંદર રીતે જોતા હોય છે ત્યારે બીજી તરફ વાસ્તવિકતા કંઇક અલગ જ હોય છે. ગુજરાતની અંદર 33 કરતાં વધુ જિલ્લાઓ આવેલા છે અને આ તમામ જિલ્લાઓમાં બનાસકાંઠા જિલ્લો સરહદી જિલ્લો તરીકે ઓળખાય છે

છબી
સિંબલપાણી પ્રાથમિક સારવાર કેન્દ્રની લાઈટ કપાઈ, માર્ચ 22 થી આજ દિન સુધીના 18,000 રૂપિયા બાકી      ગુજરાત રાજ્યની ગણના વિકાસશીલ રાજ્ય તરીકે થાય છે. સમગ્ર દેશમાં ગુજરાતનું નામ પડે ત્યારે લોકો ગુજરાતને અને ગુજરાતની અંદર આવેલી વિવિધ સુવિધાઓને સુંદર રીતે જોતા હોય છે ત્યારે બીજી તરફ વાસ્તવિકતા કંઇક અલગ જ હોય છે. ગુજરાતની અંદર 33 કરતાં વધુ જિલ્લાઓ આવેલા છે અને આ તમામ જિલ્લાઓમાં બનાસકાંઠા જિલ્લો સરહદી જિલ્લો તરીકે ઓળખાય છે આ જિલ્લામાં પાણીની સમસ્યા જોવા મળે છે.બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકાઓ આવેલા છે. દાંતા તાલુકામાં નાના-મોટા 200 જેટલા ગામો આવેલા છે આ વિસ્તારમાં રહેતા લોકોને સારવાર માટે સરકાર દ્વારા હોસ્પિટલ શરૂ કરાયા છે તો બીજી તરફ આ તાલુકામાં આવેલા ગામોમાં પ્રાથમિક આરોગ્ય સારવાર કેન્દ્ર પણ શરૂ કરવામાં આવ્યા છે ત્યારે આવા સારવાર કેન્દ્રમાં લોકો આવીને સારવાર કરાવે છે. દાંતા તાલુકાની વાત કરવામાં આવે તો દાંતા તાલુકામાં અંબાજી ગબ્બર પાછળ આવેલું સિંબલપાણી પ્રાથમિક સારવાર કેન્દ્રની લાઈટ અંદાજે એક મહિનાથી કપાઈ ગઈ છે. આ વિસ્તારમાં રહેતા લોકો લાઈટ વિના સારવાર કરાવવા માટે જાય છે ત્યારે તેમન

અરવલ્લી જીલ્લાની મોડાસાની શ્રી કે.એન.શાહ હાયસ્કુલ મોડાસા ખાતે ‘પરીક્ષા પે ચર્ચા’ 2023ની 6ઠ્ઠી આવૃત્તિ અંતર્ગત ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ વિદ્યાર્થીઓએ નિહાળ્યું.

છબી
અરવલ્લી જીલ્લાની મોડાસાની શ્રી કે.એન.શાહ હાયસ્કુલ મોડાસા ખાતે ‘પરીક્ષા પે ચર્ચા’ 2023ની 6ઠ્ઠી આવૃત્તિ અંતર્ગત ‘પરીક્ષા પે ચર્ચા’  કાર્યક્રમનું લાઈવ પ્રસારણ વિદ્યાર્થીઓએ નિહાળ્યું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દિલ્હીમાં ‘પરીક્ષા પે ચર્ચા’ 2023ની 6ઠ્ઠી આવૃત્તિ દરમિયાન વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે વાતચીત કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે, ‘પરીક્ષા પે ચર્ચા’ મારી પણ પરીક્ષા છે અને દેશના કરોડો વિદ્યાર્થીઓ મારી પરીક્ષા લઈ રહ્યા છે. મને આ પરીક્ષા આપવામાં આનંદ આવે છે.  તેમણે કહ્યું કે, ‘જે વિદ્યાર્થીઓ સખત મહેનત કરે છે, તેમની મહેનત ફળશે. તમારી આંતરિક શક્તિ તમને આગળ લઈ જશે. તે રસ્તામાં પરીક્ષાઓ આવે છે, જાય છે, આપણે જીવન જીવવાનું છે. આપણે શોર્ટકટ ન લેવું જોઈએ. જેને કોઈ શોર્ટકટ લેવું હોય તેને લેવા દો, તો તમે તમારી જાત પર ધ્યાન કેન્દ્રિત કરો. પીએમ મોદીએ પરીક્ષા પરની ચર્ચામાં બાળકોને એક ઉદાહરણ આપ્યું અને કહ્યું, ‘ધારો કે તમારી શાળામાં ફેશન શો છે અને તમે તેમાં ખૂબ જ સુંદર ડ્રેસ પહેરીને આવો છો. તમારો ખાસ મિત્ર તે ડ્રેસની ટીકા કરે છે… તો બીજી તરફ એક અન્ય મિત્

અરવલ્લી જિલ્લાકક્ષાનો ૭૪મો પ્રજાસત્તાક પર્વ મેઘરજની પી.સી.એન હાઈસ્કૂલ ખાતે જિલ્લા સમાહર્તા શ્રી નરેન્દ્રકુમાર મીનાની ઉપસ્થિતિમાં યોજાયો હતો.જયાં તેમણે ધ્વજવંદને સલામી આપી પોલીસ પ્લાટુનનું નિરીક્ષણ કર્યું હતું.

છબી
અરવલ્લી જિલ્લાકક્ષાનો ૭૪મો પ્રજાસત્તાક પર્વ મેઘરજની પી.સી.એન હાઈસ્કૂલ ખાતે જિલ્લા સમાહર્તા શ્રી નરેન્દ્રકુમાર મીનાની ઉપસ્થિતિમાં યોજાયો હતો.જયાં તેમણે ધ્વજવંદને સલામી આપી પોલીસ પ્લાટુનનું નિરીક્ષણ કર્યું હતું.  કલેકટર શ્રી નરેન્દ્રકુમાર મીનાએ જિલ્લાવાસીઓને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી શુભેચ્છાઓ અપર્ણ કરી હતી. તેમણે વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા આપણા દેશની એકતા અને અખંડિતાને ટકાવી રાખવામાં સંવિધાનનો મોટો ફાળો હોવાનું જણાવી દરેક નાગરિકને બંધારણમાંથી મળેલ મૂળભૂત ફરજો અને મૌલિક અધિકારોની સમજ આપી તેના દાયિત્વને નિભાવવા અરજ કરી હતી. વૈવિધ્યતાથી સમૃધ્ધ એવા દેશના નાગરિકો લોકશાહિને સાચવી રહ્યા હોવાનું પણ તેમણે ઉમેર્યુ હતું. છેવાડાના માણસ સુધી સ્વરાજના ફળ પંહોચાડવા રાજ્યની આ સરકાર કામ કરી રહી હોવાનું ઉમેરી તેમણે લોકામિભુખ અને પારદર્શક વહિવટીનો અહેસાસ પ્રજાને થઇ રહ્યો હોવાનું તેમણે ઉમેર્યુ હતું.   કલેકટરશ્રીએ વૈશ્વિક મહામારીમાં કોરોનાને મ્હાત આપવા સૌ લોકો એકજુટ બન્યા  જેથી પરિસ્થતિને કાબુમાં લઇ શક્યા હોવાનું જણાવતા ઉમેર્યુ હતુ કે, દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભ

શામળાજી નજીક ગંભીર અકસ્માત બાદ ૧૦૮ ટીમની ઉત્કૃષ્ટ કામગીરી.

છબી
શામળાજી નજીક ગંભીર અકસ્માત બાદ ૧૦૮ ટીમની ઉત્કૃષ્ટ કામગીરી. આજે સમય સવારે ૯:૧૫ ની આસપાસ શામળાજી નજીક પાંચ મહુડી જોડે મેજર એક્સીડન્ટ માટે ૧૦૮ પર કોલ આવતા ત્યાં શામળાજી, ભિલોડા, મેઢસાન, મોડાસા, ઇસરી, મેઘરજ તેમ કુલ ૬ એમ્બ્યુલન્સ તથા પ્રાઇવેટ વાહન તથા સરકારી હોસ્પિટલ ની એમ્બ્યુલન્સ દ્વારા દરેક ના સહયોગ થી ૬૦ જેટલા વિક્ટીમ નજીકની શામળાજી સિવિલ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા. ત્યાર બાદ જે ૧૨ જેટલા ક્રિટીકલ દર્દી હતા તેઓ વધુ સારવાર અર્થે ૧૦૮ મારફતે હિંમતનગર GMERS સિવિલ હોસ્પીટલ ખાતે સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા. આ રીતે અરવલ્લી જીલ્લામાં ૧૦૮ ની ટીમ, સરકારી હેલ્થ  વિભાગ તથા પબ્લિકના સહયોગથી સફળ રીતે આખા ઓપરેશનને સંભાળવામાં આવ્યું. બ્યુરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

અરવલ્લી જિલ્લા ખાતે ૭૪માં પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી મેઘરજમાં

છબી
અરવલ્લી જિલ્લા ખાતે ૭૪માં પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી મેઘરજમાં આજે રિહર્સલ યોજાયું . આગામી ૭૪માં પ્રજાસત્તાક દિન, ૨૬મી જાન્યુઆરી ૨૦૨૩ની જિલ્લા કક્ષાની ઉજવણી અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં યોજાનાર છે. ૨૬મી જાન્યુઆરીની ઉજવણીના ભાગરૂપે તૈયારીઓને લઈને આજરોજ રિહર્સલ કરવામાં આવ્યું. અરવલ્લી જિલ્લાના મેઘરજ માં શ્રી. પી.સી.એન. હાઈસ્કૂલ ખાતે પ્રજાસતાક પર્વની ઉજવણી થશે. તેના ભાગરૂપે આજે પુરા કાર્યક્રમનું રિહર્સલ કરવામાં આવ્યું. જેમાં પોલીસ પરેડ, સાંકૃતિક કાર્યક્રમ, અશ્વ દોડ તેમજ ડોગ શો જેવા અનેક કાર્યક્રમ પ્રજાસતાક દિવસે મેઘરજ ખાતે યોજાશે.ડીડીઓશ્રી કમલ શાહ દ્વારા કાર્યક્રમનું પૂર્વનિરીક્ષણ કરવામાં આવ્યું. અરવલ્લી જિલ્લાની જનતાને ૨૬મી જાન્યુઆરી ૨૦૨૩ ના પર્વની ઉજવણીમાં જાહેર નિમંત્રણ આપવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

અરવલ્લી જિલ્લાના ખેડૂત ભાઈઓની સફળતા.અરવલ્લી જિલ્લાના મેઘરજના ખેડૂત હરેશભાઈ નરસિંહભાઇ પટેલ તેમજ તેમની સાથે અન્ય ૧૦ ભાઈઓ ગુજરાત સરકારના સાથ સહકારથી હળદર, ખીરા કાકડી તેમજ ટામેટાની ખેતી કરીને અન્ય ખેડૂતોને પ્રેરણા પૂરી પાડી રહ્યાં છે, ૧૦૦ વીઘામાં છેલ્લા ૨ વર્ષથી હળદર અને ૨૦ એકરમાં ખીરા કાકડીની ખેતી કરીને ખૂબ સારી આવક મેળવી રહ્યાં છે.

છબી
અરવલ્લી જિલ્લાના ખેડૂત ભાઈઓની સફળતા. અરવલ્લી જિલ્લાના મેઘરજના ખેડૂત હરેશભાઈ નરસિંહભાઇ પટેલ તેમજ તેમની સાથે અન્ય ૧૦ ભાઈઓ ગુજરાત સરકારના સાથ સહકારથી હળદર, ખીરા કાકડી તેમજ ટામેટાની ખેતી કરીને અન્ય ખેડૂતોને પ્રેરણા પૂરી પાડી રહ્યાં છે, ૧૦૦ વીઘામાં છેલ્લા ૨ વર્ષથી હળદર અને ૨૦ એકરમાં ખીરા કાકડીની ખેતી કરીને ખૂબ સારી આવક મેળવી રહ્યાં છે. ગુજરાતમાં અન્ય રાજ્યોની તુલનામાં ખેતીક્ષેત્રે વધુ વિવિધતા છે. ખાસ કરીને બાગાયતી પાકો તથા શાકભાજી પાકોના વાવેતરમાં મોખરે નું સ્થાન ધરાવે છે. શાકભાજી પાકો પૈકી વેલાવાળા શાકભાજી પાકોનો એક મોટો વર્ગ છે. અન્ય પાકોની સરખામણીમાં વેલાવાળા શાકભાજી પાકોમાં ૫ થી ૮ ગણું વધું ઉત્પાદન મળે છે. ગ્રીનહોઉસમાં ખીરા કાકડીનું વાવેતર : ખેતી માટે પ્લાનિંગ ખૂબ જ મહત્ત્વની બાબત બની રહે છે. ત્યારે ગ્રીનહાઉસની ખેતી હેઠળ ખીરા કાકડીની ખેતીમાં સફળતા મેળવી છે અરવલ્લીના મેઘરજના શિવરાજપુર કંપાના હરેશભાઇ પટેલે. જેઓએ 5 વર્ષ પહેલા સૌ પ્રથમ ગ્રીનહાઉસ બનાવીને  મબલખ  ઉત્પાદન રહેતાં બીજા વર્ષે હાલમાં કુલ ૨૦ એકરના ગ્રીનહાઉસમાં તેમણે ખીરા કાકડીનું વાવેતર કર્યું હતું . ગ્રીનહાઉ

અરવલ્લી જિલ્લા મોડાસા કલેકટર કચેરી ખાતે કલેકટર શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મીનાની અઘ્યક્ષતામાં જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી.

છબી
અરવલ્લી જિલ્લા મોડાસા કલેકટર કચેરી ખાતે કલેકટર શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મીનાની અઘ્યક્ષતામાં જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની  બેઠક મળી. આ બેઠકમાં કલેક્ટરે ધારાસભ્ય દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ અને પડતર પ્રશ્નોનો સંબંધિત અધિકારીઓને સત્વરે નિકાલ લાવવા તાકીદ કરી હતી. વધુમાં તેમણે વિકાસલક્ષી કામો ઝડપથી શરૂ થાય અને સમય મર્યાદામાં પૂર્ણ થાય તે જોવા અનુરોધ કર્યો હતો. રજૂઆત કરાયેલ કામ સરકારની ગાઇડલાઇન મુજબ પૂર્ણ કરવા અમલીકરણ અધિકારીઓને જણાવ્યું હતું.લોકોની અરજીઓના યોગ્ય નિકાલની પણ ચર્ચા કરાઈ. વહીવટી કામગીરીને ઝડપી અને પરિણામ સભર બનાવવા પણ સૂચન કરાયા હતા.     આ બેઠકમાં ધારાસભ્યશ્રી ધવલસિંહ ઝાલા દ્વારા રજૂ કરવામાં આવેલ વિવિધ વિભાગોને લગતા કાયદો અને વ્યવસ્થા ને લગતા,વીજ જોડાણના, જમીન માપણીના, ગેરકાયદે બાંધકામના, એસ.ટી.ના, આયોજનના કામોના,પુરવઠા સહિત વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.જેનો સત્વર અને હકારાત્મક ઉકેલ લાવવા પ્રશ્નોનો સંબંધિત અધિકારીઓને સત્વરે નિકાલ લાવવા તાકીદ કરી હતી.   જિલ્લા પોલીસ વડાશ્રી સંજય ખરાત , જિલ્લા વિકાસ અધિકારી શ્રી કમ

અંબાજી ખાતે આજથી શિલ્પોત્સવની આંતરરાષ્ટ્રીય શિલ્પ પરિષદનું ઉદ્ઘાટન સમારોહનો પ્રારંભ થયો,વિશ્વના 10 દેશોના 12 મૂર્તિકારો આવ્યા

છબી
અંબાજી ખાતે આજથી શિલ્પોત્સવની આંતરરાષ્ટ્રીય શિલ્પ પરિષદનું ઉદ્ઘાટન સમારોહનો પ્રારંભ થયો,વિશ્વના 10 દેશોના 12 મૂર્તિકારો આવ્યા અંબાજી ખાતે 19 જાન્યુઆરી ના દિવસે બપોરે 3 વાગે અંબાજી 'SAPTI' સંસ્થા ખાતે દેશ-વિદેશના મૂર્તિકારોની ઉપસ્થિતિમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય સિમ્પોઝિયમ 'શિલ્પ સંગમ'નો પ્રારંભ થયો હતો.આ સિમ્પોઝિયમમાં વિશ્વના 10 દેશોના 12 મૂર્તિકારોએ ભાગ લીધો છે .કલેકટરશ્રી તથા અન્ય મહાનુભાવોની હાજરીમાં આ કાર્યક્રમ નો પ્રારંભ થયો હતો.આ સિમ્પોઝિયમના કાર્યક્રમમાં 'SAPTI' સંસ્થા તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે.    વિઓ:- આ કાર્યક્રમમાં દેશના ઉત્તમ કલાકારો અને વિશ્વના 10 દેશોના 12 કલાકારો પણ જોડાયા હતા. અંબાજી જીએમડીસી ગ્રાઉન્ડ પાસે સાપતી સંસ્થા દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિશ્વના ઉત્તમ સ્ટોનના આર્ટિસ્ટો પણ જોડાયા હતા. સાપ્તી ના અધિકારી ગણ સાથે બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલ બનાસકાંઠા ડિડિઓ સ્વપ્નિલ ખેર સહીત નીતિન દત્ત, વિણાબેન પડિયા સહીત વિવિધ અધિકારીઓનું પણ સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ વિદેશના જે ઉત્તમ આર્ટિસ્ટ

સબકી યોજના સબકા વિકાસ થીમ ને સાર્થક કરવા ભિલોડા તાલુકાના ગામોમાં ગ્રામસભા ઓ યોજવા માં આવી રહી છે.

છબી
સબકી યોજના સબકા વિકાસ થીમ ને સાર્થક કરવા ભિલોડા તાલુકાના ગામોમાં ગ્રામસભા ઓ યોજવા માં આવી રહી છે. જેના અનુસંધાને આજે વાંકાનેર તથા મુનાઈ ગામે ગ્રામસભા યોજાઈ હતી જેમાં વિવિધ વિભાગો ના કર્મચારીઓ તથા અઘિકારી ઓ હાજર રહી લોકોને માહિતી આપી સરકાર ની વિવિધ યોજના ઓ તથા લાભો વિશે જાણકારી આપી હતી. આ તબક્કે આરોગ્ય વિભગના સ્થાનિક કર્મચારીઓ તથા અઘિકારી પણ હાજર રહ્યા હતા .અને આરોગ્ય વિષયક માહિતી તથા જાણકારી તેમજ સરકાર ની વિવિધ યોજના ઓ નો લાભ લેવા અનુરોધ કર્યો હતો. તેમજ  આયુષ્માન કાર્ડ બનાવવા માટેની જરૂરી માહિતી તથા તાલુકા આરોગ્ય કચેરી ભિલોડા ખાતે આ કાર્ડ નીકળે છે તે પણ જણાવવામાં આવ્યું હતું.  આ ગ્રામસભા મિટિંગ માં સરપંચ શ્રી ઓ સભ્યો તથા ગામ ના આગેવાનો, તેમજ  ગામલોકો ઉપસ્થિત રહ્યા હતા . આ ગ્રામસભા માં તાલુકા આરોગ્ય અધિકારી ડો.શ્વેતાંગ નિનામા પણ હાજર રહ્યા હતા.  અને આરોગ્ય વિષયક કઈ પણ સમસ્યા હોય તો જણાવવા અપીલ કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

બનાસકાંઠા જીલ્લામાં ઘણાં તાલુકાઓ આવેલા છે જેમાં દાંતા તાલુકામાં પહાડી વિસ્તાર અને આદિવાસી સમાજના બાળકો અભ્યાસ કરે છે તેવી શાળાઓની હાલત ખુબ ખરાબ થઈ ગઈ છે.

છબી
દાંતા જસવંતપુરા બદતર હાલતમાં ભણતા સરકારી ગુજરાતની શાળાનાં બાળકો  બનાસકાંઠા જીલ્લામાં ઘણાં તાલુકાઓ આવેલા છે જેમાં દાંતા તાલુકામાં પહાડી વિસ્તાર અને આદિવાસી સમાજના બાળકો અભ્યાસ કરે છે તેવી શાળાઓની હાલત ખુબ ખરાબ થઈ ગઈ છે. દાંતા તાલુકાના જસવંતપુરા (મંડાલી)પ્રાથમિક શાળાના બાળકો છેલ્લા 4 વર્ષ થી ખુલ્લામાં બેસીને કરી રહ્યા છે અભ્યાસ.બેટી બચાઓ બેટી પઢાઓ, સૌ ભણે સૌ આગળ વધે ,ખેલશે ગુજરાત.. જીતશે ગુજરાત,પણ..... કેવી રીતે,...? ગૂજરાત સરકાર પણ આદિવાસી વિસ્તાર તરફ ઓરમાયું વર્તન રાખતી હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાત સરકાર દ્વારા સર્વ શિક્ષા અભિયાનને લઈને જે જાહેરાતો કરવામાં આવે છે તે જાહેરાતો ખોટી સાબિત થઈ રહી છે કારણ કે વાસ્તવિકતા શાળામાં અલગ પ્રકારની જોવા મળી રહી છે. દાંતા તાલુકામાં છેલ્લાં 1 મહિનામાં વગદા ક્યારી, જોધસર, ધામણવા અને જશવંતપુરા (મંડાલી) ની શાળાઓ વિવાદમાં આવી છે જેમા 1 થી 5 ધોરણ વચ્ચે 3 શિક્ષકો 67 બાળકોને અભ્યાસ કરાવે છે. શાળામાં નવીન ઓરડાઓ હજુ સુધી બન્યા નથી એટલે બાળકોને આ રીતે ઠંડીમાં ખુલ્લામાં ભણવું પડે છે.      ગુજરાત સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ અને સર્વશ