ગુજરાત રાજ્યની ગણના વિકાસશીલ રાજ્ય તરીકે થાય છે. સમગ્ર દેશમાં ગુજરાતનું નામ પડે ત્યારે લોકો ગુજરાતને અને ગુજરાતની અંદર આવેલી વિવિધ સુવિધાઓને સુંદર રીતે જોતા હોય છે ત્યારે બીજી તરફ વાસ્તવિકતા કંઇક અલગ જ હોય છે. ગુજરાતની અંદર 33 કરતાં વધુ જિલ્લાઓ આવેલા છે અને આ તમામ જિલ્લાઓમાં બનાસકાંઠા જિલ્લો સરહદી જિલ્લો તરીકે ઓળખાય છે

સિંબલપાણી પ્રાથમિક સારવાર કેન્દ્રની લાઈટ કપાઈ, માર્ચ 22 થી આજ દિન સુધીના 18,000 રૂપિયા બાકી

     ગુજરાત રાજ્યની ગણના વિકાસશીલ રાજ્ય તરીકે થાય છે. સમગ્ર દેશમાં ગુજરાતનું નામ પડે ત્યારે લોકો ગુજરાતને અને ગુજરાતની અંદર આવેલી વિવિધ સુવિધાઓને સુંદર રીતે જોતા હોય છે ત્યારે બીજી તરફ વાસ્તવિકતા કંઇક અલગ જ હોય છે. ગુજરાતની અંદર 33 કરતાં વધુ જિલ્લાઓ આવેલા છે અને આ તમામ જિલ્લાઓમાં બનાસકાંઠા જિલ્લો સરહદી જિલ્લો તરીકે ઓળખાય છે આ જિલ્લામાં પાણીની સમસ્યા જોવા મળે છે.બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકાઓ આવેલા છે. દાંતા તાલુકામાં નાના-મોટા 200 જેટલા ગામો આવેલા છે આ વિસ્તારમાં રહેતા લોકોને સારવાર માટે સરકાર દ્વારા હોસ્પિટલ શરૂ કરાયા છે તો બીજી તરફ આ તાલુકામાં આવેલા ગામોમાં પ્રાથમિક આરોગ્ય સારવાર કેન્દ્ર પણ શરૂ કરવામાં આવ્યા છે ત્યારે આવા સારવાર કેન્દ્રમાં લોકો આવીને સારવાર કરાવે છે. દાંતા તાલુકાની વાત કરવામાં આવે તો દાંતા તાલુકામાં અંબાજી ગબ્બર પાછળ આવેલું સિંબલપાણી પ્રાથમિક સારવાર કેન્દ્રની લાઈટ અંદાજે એક મહિનાથી કપાઈ ગઈ છે. આ વિસ્તારમાં રહેતા લોકો લાઈટ વિના સારવાર કરાવવા માટે જાય છે ત્યારે તેમની સારવાર તો થાય છે પણ લાઈટ ના અભાવે લેબોરેટરી થતી નથી.
     સિંબલપાણી પ્રાથમિક સારવાર કેન્દ્ર ગબ્બર પાછળ અંતરિયાળ વિસ્તારમાં આવેલું સારવાર કેન્દ્ર છે. આ સારવાર કેન્દ્ર આસપાસના 22 જેટલા ગામોના લોકોને ઉપયોગી થાય છે. રાત્રિના સમયે કે દિવસ દરમિયાન કંઈ પણ કોઈ દર્દીને બતાવવું હોય તો તે આ સારવાર કેન્દ્રમાં જઈને ત્યાં આગળ પોતાની તકલીફો બતાવીને સારવાર કરાવી શકે છે. પરંતુ નવાઈ ની વાત એ છે કે છેલ્લા એક મહિનાથી સિંબલપાણી પ્રાથમિક સારવાર કેન્દ્રની લાઈટ બંધ હાલતમાં જોવા મળી રહી છે. અહીં લાઇટ તો છે પણ વીજ કનેક્શન કપાઈ ગયું છે અને વીજ કનેક્શન કપાવવાનું મુખ્ય કારણ માર્ચ 2022 થી  આજદિન સુધીના નાણા જીઈબી કચેરીએ ભરવામાં આવ્યા નથી.સિંબલપાણી પ્રાથમિક સારવાર કેન્દ્રમા સ્ટાફ ફરજ બજાવવા આવે છે પરંતુ લાઈટ બંધ હોવાના કારણે અહીં આવેલી લેબોરેટરીમાં દર્દીઓના રિપોર્ટ થતા નથી અને દર્દીઓને આ બાજુ વિરમપુરને આ બાજુ અંબાજી તરફ જવું પડતું હોય છે. રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક વીજ પુરવઠો શરૂ કરીને સિંબલપાણી પ્રાથમિક સારવાર કેન્દ્રમા સ્ટાફને પડતી અગવડતા અને લોકોને પડતી દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

:- મેડિકલ ઓફિસર કાયમી નથી  :- 

  સિંબલપાણી પ્રાથમિક સારવાર કેન્દ્ર મા મેડિકલ ઓફિસરની પોસ્ટ તો ઉભી કરવામાં આવી છે પરંતુ અહીં છેલ્લા કેટલાય સમયથી ચાર્જ દ્વારા જ મેડિકલ ઓફિસર નો વહીવટ થાય છે. આસપાસના ગામોના લોકોની મુખ્ય માંગ છે કે અહીં કાયમી મેડિકલ ઓફિસર મૂકવામાં આવે. આ સારવાર કેન્દ્રમાં નર્સ ફાર્માસિસ્ટ, પ્યુન સહિતનો સ્ટાફ હાજર હોય છે પરંતુ લાઈટ વિના તેમને પણ તકલીફ પડી રહી છે તો બીજી તરફ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા અહીં તાત્કાલિક મેડિકલ ઓફિસરની પોસ્ટ ભરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે. સોમવારના દિવસે અહીં ઓપીડી 70 કરતાં વધુ લોકો આવતા હોય છે અને મંગળવાર થી શનિવાર સુધી રોજના 30થી વધુ લોકો અહીં સારવાર માટે આવે છે ત્યારે સિંબલપાણી પ્રાથમિક સારવાર કેન્દ્રનું તાત્કાલિક સરકાર દ્વારા ભરવામાં આવે અને વીજ પુરવઠો શરૂ કરવામાં આવે

*રિપોર્ટર જયોતિ ઠાકોર અંબાજી*

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો