પોસ્ટ્સ

માનનીય વડાપ્રધાનશ્રીના વિવિધ જિલ્લાઓના ગ્રામ્ય કક્ષાએ થનાર કાર્યક્રમના આયોજનની તૈયારીઓની સમીક્ષા.

છબી
માનનીય વડાપ્રધાનશ્રીના વિવિધ જિલ્લાઓના ગ્રામ્ય કક્ષાએ થનાર કાર્યક્રમના આયોજનની તૈયારીઓની સમીક્ષા. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ થયેલ આવાસોનું લોકાર્પણ /ખાતમૂહર્ત કાર્યક્રમના આયોજનની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી. પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના ઉપક્રમે તારીખ ૩૦-૦૯-૨૦૨૨ ના શુક્રવારના રોજ બનાસકાંઠા જિલ્લામાં મુખ્ય કાર્યક્રમ તથા રાજ્યના તમામ જિલ્લામાં ૪૦૦૦ વધુ ગામોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ થયેલ આવાસોનું લોકાર્પણ /ખાતમૂહર્ત કાર્યક્રમનું આયોજન થવાનું છે.ત્યારે માનનીય વડાપ્રધાનશ્રીના વિવિધ જિલ્લાઓના ગ્રામ્ય કક્ષાએ થનાર કાર્યક્રમના આયોજનની તૈયારીઓની સમીક્ષા બેઠક  કરવામાં આવી. અરવલ્લી જિલ્લામાં ૧૪૮ ગામોમાં લોકાર્પણનો કાર્યક્રમ યોજાશે. એ પૈકી ૪૩ ગામોમાં ટુ -વે કનેકટીવીટી થશે. જે પૈકી ૧૦ ગામોના લાભાર્થીઓ સાથે માનનીય વડાપ્રધાનશ્રી  વર્ચ્યુઅલ સવાંદ કરશે. જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ પ્રભાતફેરી, વૃક્ષારોપણ,વાનગી સ્પર્ધા, આરોગ્ય તપાસણી,વેક્સિનેશન કેમ્પ,પ્રાકૃતિક ખેતી વિષયક તાલીમ,રંગોળી જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ બેઠકમાં...

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની અંબાજી મુલાકાત સંદર્ભે જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલે અધિકારીઓ સાથે બેઠક યોજી*

છબી
*પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની અંબાજી મુલાકાત સંદર્ભે જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલે અધિકારીઓ સાથે બેઠક યોજી*  પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમને ગરિમાપૂર્ણ બનાવવા માટે કલેકટરશ્રીએ વિવિધ સમિતિઓની રચના કરી અધિકારીઓનું માર્ગદર્શન કર્યું* ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી 30 સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા જિલ્લાના વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પધારનાર હોઇ જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલે જિલ્લાના અધિકારીઓ સાથે કાર્યક્રમની તૈયારીઓ માટે બેઠક યોજી હતી. જેમાં કલેક્ટરશ્રીએ વિવિધ વિભાગો અને અધિકારીઓને કાર્યક્રમના સુચારૂ આયોજન માટે માર્ગદર્શન આપી સૂચનો કર્યા હતા.         પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનો અંબાજી ખાતેનો કાર્યક્રમ ગરિમાપૂર્ણ અને આયોજનબદ્ધ રીતે થાય એ માટે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા વિવિધ સમિતિઓની રચના કરીને અધિકારીઓને કામગીરી સોંપવામાં આવી છે. કલેક્ટરશ્રી આનંદ પટેલે વિવિધ સમિતિના અધ્યક્ષ અને સભ્યો સાથે તેમને સુપ્રત કરેલ કામગીરીની મીટીંગમાં વિસ્તૃત ચર્ચા કરી હતી તથા તમામ અધિકારીઓને તેમને સોંપવામાં આવેલ જવાબદારી પૂરતી કાળજી અને ...

જિલ્લામાં સરકારી ઈજનેરી કોલેજ, મોડાસા દ્વારા આયોજીત થેલેસેમિયા ટેસ્ટ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.અરવલ્લીના મોડાસા ખાતે સરકારી ઈજનેરી કોલેજ દ્વારા 'થેલેસેમિયા ટેસ્ટ અને બ્લડ ડોનેશન કેમ્પ'નું આયોજન કરવામાં આવ્યું હતું.

છબી
 જિલ્લામાં સરકારી ઈજનેરી કોલેજ, મોડાસા દ્વારા આયોજીત થેલેસેમિયા ટેસ્ટ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. અરવલ્લીના મોડાસા ખાતે સરકારી ઈજનેરી કોલેજ દ્વારા 'થેલેસેમિયા ટેસ્ટ અને બ્લડ ડોનેશન કેમ્પ'નું આયોજન કરવામાં આવ્યું હતું. સદર કેમ્પ માટે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, પાલડી, અમદાવાદp અને રામાણી બ્લડ બેંક, મોડાસા દ્વારા  સહયોગ આપવામાં આવ્યો. ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા થેલેસેમિયા ટેસ્ટ કરવામાં આવ્યું હતું. થેલેસેમીયા ટેસ્ટ કેમ્પનો 649 વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી તેમજ રામાણી બ્લડ બેંક દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓ અને આદરણીય ફેકલ્ટી સભ્યો દ્વારા કુલ 149 યુનિટ રક્તદાન કરવામાં આવ્યું હતું. તબીબોની ટીમ દ્વારા રક્તદાન માટે યોગ્યતાના માપદંડોની પણ ચકાસણી કરવામાં આવી હતી. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા ચા-નાસ્તાનું આયોજન કરવામાં આવેલ.  સદર કેમ્પના આયોજન તેમજ સંચાલનમાં જીમખાના ટીમ, સરકારી ઈજનેરી કોલેજના તમામ ફેકલ્ટી સભ્યો, વૉલેનટીયર્સ વિદ્યાર્થીઓએ ખૂબજ ઉત્સાહ પૂર્વક ભાગ લઈ કેમ્પને સફળ બનાવવામ...

અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારીની અઘ્યક્ષતામાં મળી ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત બેઠક.

છબી
અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારીની અઘ્યક્ષતામાં મળી ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત બેઠક. આગામી દિવસોમાં યોજાનાર ગરીબ કલ્યાણ મેળા અંગે કરાયું માઇક્રો પ્લાનિંગ. અરવલ્લી જિલ્લામાં 14 અને 15 ઓકટોબરે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાશે. આ ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી શ્રી એન. ડી. પરમારની અઘ્યક્ષતામાં બેઠક મળી. ગરીબ કલ્યાણ મેળા દરમિયાન મોટી સંખ્યામાં જિલ્લાના લાભાર્થીઓને સહાય મળી રહે તે અંગે ચર્ચા કરવામાં આવી.                                   જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગીય અધિકારીશ્રિઓને ગરીબ કલ્યાણ મેળા દરમિયાન કરવાની કામગીરી અંગે સૂચન આપવામાં આવ્યા.  દરેક છેવાડાના માનવીઓ સુધી સરકારની યોજનાઓનો લાભ મળે તે અંગે ગહન ચર્ચા કરવામાં આવી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એન. ડી.પરમાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ડિરેક્ટર શ્રી રાજેશ કુચારા, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

અરવલ્લી કલેક્ટરશ્રી ડૉ.નરેન્દ્રકુમાર મિનાના અધ્યક્ષસ્થાને મોડાસા ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો.

છબી
અરવલ્લી કલેક્ટરશ્રી ડૉ.નરેન્દ્રકુમાર મિનાના અધ્યક્ષસ્થાને મોડાસા ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો. કલેક્ટરશ્રીએ જિલ્લા કચેરીના વિવિધ વિભાગોને લઇને લોકોના પ્રશ્નો સાંભળી જરૂરી મદદ-સહાયની ખાતરી આપી. કલેકટરશ્રી ડૉ.નરેન્દ્રકુમાર મિનાના અઘ્યક્ષસ્થાને મોડાસા કલેકટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં કુલ 11 પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ગેરકાયદેસર દબાણ, લાભાર્થીઓને યોજનાકીય લાભ મળવા બાબત, વિવિધ નિમણુક આપવા બાબત, પારિવારિક પ્રશ્નો વગેરે અંગેની રજૂઆત કરવામાં આવી હતી. કલેક્ટરશ્રીએ અરજદારોના આ પ્રશ્નો સાંભળીને તેનો સ્થળ ઉપર જ નિકાલ કર્યો હતો. તેઓએ અરજદારો સાથે સીધો સંવાદ કરી તેમને કનડતાં પ્રશ્નો અંગે પૂછપરછ કરી જરૂરી સહાય- મદદની ખાતરી આપી હતી.કલેક્ટરશ્રીએ પ્રશ્નોની રજૂઆત સાંભળીને આ બાબતે સત્વરે ધ્યાન આપીને તુરંત આ પ્રશ્નોનો નિકાલ કરવાં માટે જિલ્લા તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓને સૂચના આપી હતી.બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

અરવલ્લીના મોડાસામાં ટાઉન હોલ ખાતે જિલ્લા કક્ષાના નવરાત્રી મેળાનું આયોજન.

છબી
અરવલ્લીના મોડાસામાં  ટાઉન હોલ ખાતે જિલ્લા કક્ષાના નવરાત્રી મેળાનું આયોજન. ચણીયા ચોળી, ઇમિટેશન જ્વેલરી , ઓક્સોડાઈઝ જ્વેલરી,  હેન્ડમેડ જ્વેલરી,  દાંડિયા,  કુર્તી જેવી નવરાત્રી ને અનુરૂપ ચીજ - વસ્તુઓના વેચાણ અર્થે સ્ટોલનું આયોજન. અરવલ્લીના મોડાસામાં  ટાઉન હોલ ખાતે જિલ્લા કક્ષાના નવરાત્રી મેળાનું આયોજન કરાયું,નગરપાલિકા પ્રમુખશ્રી જલ્પાબેન ભાવસાર દ્વારા મેળાને જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો.મેળામાં ખરીદી કરીને મહિલાઓનું પ્રોત્સાહન વધાર્યું.મોડાસામાં ટાઉન હોલ ખાતે સ્વસહાય જૂથની ગ્રામીણ મહિલાઓ દ્વારા ઉત્પાદિત કલાત્મક ચીજ વસ્તુઓના વેચાણ અર્થે સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું.ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ કાર્યરત મહિલા સ્વ સહાય જૂથોને કૌશલ્ય તાલીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.સ્વસહાય જૂથોની ઉત્પાદિત વિવિધ ચીજ - વસ્તુઓના વેચાણ અર્થે નવરાત્રી પર્વને ધ્યાને રાખી તા.૨૧-૦૯-૨૦૨૨ થી તા.૨૭-૦૯-૨૦૨૨ દરમ્યાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં નગરપાલિકા પ્રમુખશ્રી જલ્પાબેન ભાવસાર દ્વારા ખરીદી કરીને મહિલ...

અવસર છે લોકશાહીનો..આવ્યો અવસર મતદાનનો.અરવલ્લી જિલ્લામાં જામ્યો ચુંટણીનો રંગ: વિવિધ શાળાઓમાં યોજાયા મતદાર જાગૃતિ કાર્યક્રમ.વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રવૃતિઓ કરી ચૂંટણીના મહત્વ વિશે અપાયા સંદેશ.

છબી
અવસર છે લોકશાહીનો..આવ્યો અવસર મતદાનનો. અરવલ્લી જિલ્લામાં જામ્યો ચુંટણીનો રંગ: વિવિધ શાળાઓમાં યોજાયા મતદાર જાગૃતિ કાર્યક્રમ. વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રવૃતિઓ કરી ચૂંટણીના મહત્વ વિશે અપાયા સંદેશ. અરવલ્લી જિલ્લાનાં વિવિધ સ્થળોએ લોકોને મતદાનના અધિકાર અને રાષ્ટ્ર પ્રત્યેની ફરજથી વાકેફ કરવા મતદાન પ્રક્રિયા વિશે સમજ આપવામાં આવી. અરવલ્લી જિલ્લામાં અનેકવિધ રીતે નાગરિકોને તેમના મતદાનના અધિકાર અને રાષ્ટ્ર પ્રત્યેની ફરજથી પરિચિત કરવા તેમને મતદાન પ્રક્રિયા વિશે સમજ આપવામાં આવી રહી છે. જીલ્લાની વિવિધ શાળાઓમાં મતદાન જાગૃતિ અંતર્ગત કાર્યક્રમો યોજાયા. અરવલ્લી જિલ્લાની વિવિધ શાળાઓમાં મતદાન જાગૃતિ રેલી, ચિત્ર સ્પર્ધા, પોસ્ટર meking, કોલાજ મેકિંગ, રંગોળી સ્પર્ધા યોજી ચૂંટણી પ્રક્રિયા અને લોકશાહી માટે ચૂંટણીના મહત્વ વિશે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, ભારતના એક પણ નાગરિકને મતદાનના અધિકારથી વંચિત ન રહેવું પડે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જે અન્વયે વિવિધ જિલ્લાઓમાં મતદાન જાગૃતિ અભિયાન અન્વયે અનેક કાર્ય...

પોષણ માહ અંતર્ગત અરવલ્લી જિલ્લા આઇ.સી.ડી.એસ. દ્વારા પોષણ માસ અંતર્ગત યોજાયો કાર્યક્રમ.પોષણ” પર વિશેષ ભાર આપી જિલ્લાને કુપોષણ મુક્ત બનાવવા આંગણવાડી કાર્યકરોને આઈ.સી.ડી.એસ.ના જિલ્લા અધિકારીઓનો અનુરોધ.

છબી
પોષણ માહ અંતર્ગત અરવલ્લી જિલ્લા આઇ.સી.ડી.એસ.  દ્વારા પોષણ માસ અંતર્ગત યોજાયો કાર્યક્રમ. પોષણ” પર વિશેષ ભાર આપી જિલ્લાને કુપોષણ મુક્ત બનાવવા આંગણવાડી કાર્યકરોને આઈ.સી.ડી.એસ.ના જિલ્લા અધિકારીઓનો અનુરોધ. બાળકના જન્મથી લઈને એક હજાર દિવસ સુધી કાળજી લેવાની રીત અંગે જરૂરી માર્ગદર્શન આપતા ICDS ના પ્રોગ્રામ ઓફીસરશ્રી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મહિલાઓ તેમજ બાળકોના પોષણસ્તરમાં સુધારો લાવવાના હેતુથી શરૂ કરાયેલા પોષણ માહને અનુલક્ષીને અરવલ્લી જિલ્લા આઈ.સી.ડી.એસ. દ્વારા વાનગી નિદર્શન કાર્યક્રમ યોજાયો હતો.  જિલ્લાને કુપોષણમુક્ત કરવાની નેમ સાથે યોજાયેલા ઉક્ત કાર્યક્રમમાં આઈ.સી.ડી.એસ.ના જિલ્લા પ્રોગ્રામ ઓફીસરે કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓને બાળકના જન્મથી લઈને પ્રથમ એક હજાર દિવસ દરમિયાન બાળકોની કેવી રીતે સારસંભાળ લેવી, સગર્ભાવસ્થા દરમિયાન અને બાળકના જન્મ બાદ બે વર્ષ સુધી સ્તનપાન સાથે કાળજી લેવા અંગે જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું. વધુમાં સરકારશ્રીની પોષણસુધા યોજના અંતર્ગત સગર્ભા માતાઓના ખોરાક તેમજ આયર્નની ગોળી લેવા સહિત બહારની ચીજ-વસ્તુઓ ગ્રહણ ન કરવા અંગે વિસ્ત...

અરવલ્લી જિલ્લામાં માનનીય મંત્રી શ્રી નિમિષાબેન સુથારની અઘ્યક્ષતામાં યોજાયો વિકાસથી વિશ્વાસ કાર્યક્રમ.જિલ્લાના વિવિધ સખી મંડળોને વિવિધ યોજનાઓ હેઠળ ચેક વિતરણ કરવામાં આવ્યાં.

છબી
અરવલ્લી જિલ્લામાં માનનીય મંત્રી શ્રી નિમિષાબેન સુથારની  અઘ્યક્ષતામાં યોજાયો વિકાસથી વિશ્વાસ કાર્યક્રમ. જિલ્લાના વિવિધ સખી મંડળોને વિવિધ યોજનાઓ હેઠળ ચેક વિતરણ કરવામાં આવ્યાં. ગુજરાતમાં વિશ્વાસ અને વિકાસ એકબીજાના પર્યાય બની ગયા છે : મંત્રીશ્રી નિમિષાબેન સુથાર આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અને માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તેમની સરકારને એક વર્ષ પૂર્ણ થવાની ઉજવણી અંતર્ગત ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસને લોકો સુધી પહોંચાડવા અને વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનાં લાભો મહત્તમ લોકો સુધી પહોંચાડવાના પ્રયાસ સ્વરૂપે અરવલ્લી જિલ્લાઓમાં વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું . આજના કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ સખીમંડળો વિવિધ યોજનાઓ હેઠળ ચેક વિતરણ કરવામાં આવ્યું. મહિલા સશક્તિકરણ અને મહિલાઓના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાનો મહિલાઓ સુધી પહોચાડવાની કામ સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર કરી રહ્યા છે.આજના કાર્યક્રમમાં મહિલાઓના સારા સ્વાસ્થય માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કર...

ગુજરાતના યુવાનો અને વિદ્યાર્થીઓમાં ખેલ માટે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે અરવલ્લી જિલ્લાના મોડાસા સ્થિત ભામાસા હૉલ ખાતે જિલ્લા કક્ષાના રમત-ગમત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું.

છબી
ગુજરાતના યુવાનો અને વિદ્યાર્થીઓમાં ખેલ માટે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે અરવલ્લી જિલ્લાના મોડાસા સ્થિત ભામાસા હૉલ ખાતે જિલ્લા કક્ષાના રમત-ગમત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. તા.૨૯ સપ્ટેમ્બર થી તા.૧૨ ઓક્ટોબર-૨૦૨૨ દરમિયાન ૩૬ મી નેશનલ ગેમ્સ અંતર્ગત જિલ્લામાં લોકોનો ઉત્સાહ વધારવા આ કાર્યક્રમ યોજાયો. "Celebrating Unity through Sports"  થીમ હેઠળ માનનીય અન્ન, નાગરિક પુરવઠા મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમાર ની અઘ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો. અરવલ્લી જિલ્લાના મોડાસા સ્થિત ભામાશા હૉલ ખાતે વિદ્યાર્થીઓમાં ખેલ માટે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે જિલ્લા કક્ષાના રમત-ગમત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. માનનીય મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર ની અઘ્યક્ષતામાં "Celebrating Unity through Sports"  થીમ હેઠળ આજનો કાર્યક્રમ યોજાયો. આજના કાર્યક્રમમાં જિલ્લાનું ગૌરવ અને દેશને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ અપાવનાર બાબુભાઇ પનુચાનું પણ સન્માન કરવામાં આવ્યું. ખેલ મહાકુંભ દરમ્યાન   ઉત્કર્ષ પ્રદર્શન કરનાર શાળાઓને પણ પુરસ્કૃત કરવામાં આવી. નેશનલ ગેમમાં જિલ્લાના ૫...

અરવલ્લી જિલ્લામાં મળી જિલ્લા પ્રવાસન વિકાસ સમિતિની બેઠક.

છબી
અરવલ્લી જિલ્લામાં મળી જિલ્લા પ્રવાસન વિકાસ સમિતિની બેઠક. અરવલ્લી જિલ્લામાં માનનીય કલેકટર શ્રી ડૉ. નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં જિલ્લા પ્રવાસન વિકાસ સમિતિની બેઠક મળી. બેઠકમાં જિલ્લાના પ્રવાસન સ્થળોના વિકાસ કામોની સમિક્ષા કરવામાં આવી. બેઠકમાં જિલ્લાના ભુવનેશ્વર મહાદેવ મંદિર, ગણપતિ મંદિર, નીલકંઠધામ, સૂરપાનેશ્વર મંદીર, લાખનેચી માતાજી મંદીર, ગઢી માતાજી મંદિર જેવા વિવિધ મંદિરોના વિકાસકામોની મંજૂરી અંગે ચર્ચા કરવામાં આવી. બેઠકમાં મોડાસા મુકામે આવેલ લીમડા તળાવ અને બાડેસર તળાવના બ્યુટીફિકેશન અંગે પણ ચર્ચા કરવામાં આવી. આ સાથે બેઠકમાં ઝાંઝરી ધોધને વિકસાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી. ઝાંઝરીમાં થતાં મૃત્યુ અંગે પણ ધારાસભ્ય શ્રી દ્વારા રજૂઆત કરવામાં આવી. આ ઉપરાંત બેઠકમાં મોડાસા તાલુકાના રામપુરાકંપા ખાતે આવેલ નીલકંઠધામ અને ઉમેદપુર ખાતે આવેલ ખંદુજી મહાદેવ મંદિર સહિત ભિલોડા તાલુકાના શામળાજી ખાતે આવેલ શ્યામલ વન અને કિશનને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા બાબતે પણ ચર્ચા કરવામાં આવી. આ ઉપરાંત જીલ્લાની વિવિધ દરગાહના વિકાસ બાબતે પણ સમિક્ષા કરવામાં આવી. બેઠકમાં કલેકટર શ્રી ડૉ. નરેન્દ્...

પ્રધાન મંત્રી આવાસ યોજના(ગ્રામીણ) હેઠળ મારા જેવા અનેક બેઘર લોકોને ઘર મળ્યા છે.:” ધૂળાભાઈ ( લાભાર્થી).અરવલ્લી જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં 14526 લાભાર્થીઓને પ્રધાન મંત્રી આવાસ યોજના(ગ્રામીણ) હેઠળ મળ્યા સપનાના ઘર.

છબી
પ્રધાન મંત્રી આવાસ યોજના(ગ્રામીણ) હેઠળ મારા જેવા અનેક બેઘર લોકોને ઘર મળ્યા છે.:” ધૂળાભાઈ ( લાભાર્થી). અરવલ્લી જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં 14526 લાભાર્થીઓને પ્રધાન મંત્રી આવાસ યોજના(ગ્રામીણ) હેઠળ મળ્યા સપનાના ઘર. મકાનએ માનવનું અસ્તિત્વ ટકાવી રાખવા માટેની પાયાની જરૂરિયાત છે.એક સામાન્ય નાગરીક માટે પોતાની માલિકીનું ધર હોવુંએ આર્થિક રીતે ધણી મહત્વની બાબત બની જાય છે અને તેનાથી તેને સામાજીક સલામતીનો અનુભવ થાય છે સાથે સાથે તેનો મોભો પણ વધે છે.માથે છાપરૂં ન હોય એવી વ્યક્તિના જીવન માં ઘર એક મોટું સામાજીક પરિવર્તન લાવે છે તેનાથી તેની આગવી ઓળખ ઉભી થાય છે અને તે તેની આસપાસના સમાજનો અભિન્ન ભાગ બની જાય છે. રાજ્યમાં ગરીબીરેખા નીચે જીવતા તેમજ સુવિધાથી વંચિત કુંટુબોને ગરીબીરેખા ઉપર લાવવા અને પાયાની સુવિધા સાથે સ્વમાનભેર જીવન ગુજારવાનો અને પગભર કરવાના શુભ આશય સાથે સરકારશ્રી દ્વારા ગ્રામીણ વિકાસ મંત્રાલય અંતર્ગત પ્રધાન મંત્રી આવાસ યોજના(ગ્રામીણ) જેવી અનેક મહત્વકાંક્ષી યોજના અમલમાં મુકેલ છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ કાર્યરત પ્રધાન મંત્રી આવાસ યોજનાનો મુખ્ય આશય જે પરિવારોના ઘ...

અરવલ્લી જિલ્લામાં યોજાયો દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ.

છબી
અરવલ્લી જિલ્લામાં યોજાયો દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ. આગામી વિધાનસભા ચુંટણીને ધ્યાનમાં રાખી દિવ્યાંગ મતદારોમાં સાક્ષરતા કેળવાય અને ચુંટણી પ્રક્રિયામાં અવરોધમુક્ત રીતે સહભાગી થઈ શકે તે અર્થે તથા દિવ્યાંગોમા pwd એપ તથા evm /vvpet નિદર્શનઅંગેની સમજ વિકસે તે  માટે આજરોજ તા 13/09/2022 ના રોજ માન. ડૉ. મીતાબેન ડોડીયા મતદાર નોંધણી અધિકારી 31 મોડાસા વિધાનસભા મતવિસ્તાર અને જિલ્લા પુરવઠા અધિકારીશ્રી ના અધ્યક્ષ સ્થાને દિવ્યાંગ  મતદાર જાગૃતિ કાર્યક્રમ તથા પેરા ખેલમહાકુંભમાં રાજ્યકક્ષાએ એથલેટ અને ફુટબોલની રમતમાં વિજેતા ટીમોના કૂલ ૧૯ રમતવીરોનું મેડલ તથા પ્રમાણપત્રો આપી સન્માન કરવાના તથા સમાજ સુરક્ષા કચેરીની વિવિધ દિવ્યાંગ કલ્યાણકારી યોજનાઓ અંગેની માહિતી આપવા અર્થે કાર્યક્રમનું આયોજન જલારામ મંદિર  હિરાખાડી કંપા, વડાગામ ધનસુરા  ખાતે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી મોડાસા તથા સાબરકાંઠા -અરવલ્લી ફિજિકલ હેન્ડિકેપ મંડળ ધનસુરા તથા જલારામ માનવ સેવા ટ્રસ્ટ ખાડીકંપાના  સહિયોગથી આયોજન  કરવામાં આવેલ હતું. જે  કાર્યક્રમમાં સમાજ સુરક્ષા અધિકારી વી.બી. ચૌધરી, ...

અરવલ્લી જિલ્લામાં વિશ્વાસથી વિકાસ યાત્રા નો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ મોડાસાના બી. એ. પી. એસ. મંદિર ખાતે યોજાયો.

છબી
અરવલ્લી જિલ્લામાં વિશ્વાસથી વિકાસ યાત્રા નો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ મોડાસાના બી. એ. પી. એસ. મંદિર ખાતે યોજાયો. 20 વર્ષમાં વિશ્વાસના પ્રયાય સ્વરૂપે વિકાસ રૂપે આજે છેવાડાના માનવી સુધી વિકાસની યાત્રા પોહચાડવા સફળ બની છે ગુજરાત સરકાર : મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમાર. માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈની સરકારનું એક વર્ષ પૂર્ણ થયું છે, ત્યારે આજે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે વિશ્વાસથી વિકા સ યાત્રાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. આ કાર્યક્રમમાં માન. રાજ્યકક્ષાના ગજેન્દ્રસિંહ ઉદેસિંહ પરમાર અન્ન નાગરિક પુરવઠો, ગ્રાહક સુરક્ષાની બાબતોના મંત્રીશ્રીએ જણાવ્યું ; માનનીય વડાપ્રધાનશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈના નેતૃત્વમાં વિકાસની ગાથા આગળ વધી રહી છે.માળખાકિય સુવિધાઓ, જેમાં આરોગ્ય, શિક્ષણ, અને દરેક સુવિધાઓ લોકો સુધી પોહચાડી. અને આજે વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં આ સફળ બન્યું.108 સેવા, વીજળી, રોડ રસ્તા અને સરકારની અનેક યોજનાઓ અને વિકાસના કર્યો કર્યા અને નાનામાં નાના વ્યક્તિની ચિંતા કરી.વડીલો માટે પ્રવાસની યોજના મૂકી, નરેગા...

અરવલ્લી જિલ્લામાં વિશ્વાસથી વિકાસ યાત્રા પ્રાંત કક્ષા કાર્યક્રમનો બાયડ અને ભિલોડા ખાતેથી શુભારંભ .બાયડ,ધનસુરા અને માલપુરમા કુલ ૪૭ લોકાર્પણના કામો ૨.૭૬ કરોડના અને ખાતમૂહર્ત ના કામો ૧૯૪ કુલ ૧૯.૨૧ કરોડના જાહેર કરવામા આવ્યા,જ્યારે ભિલોડા ,મેઘરજ,મોડાસાના કુલ ૨૫૮ ખાતમુહૂર્ત, અંદાજીત રકમ ૭.૫૩ કરોડ અને ૯૪ લોકાર્પણ ૫.૫૬ કરોડના જાહેર કરવામા આવ્યા.

છબી
અરવલ્લી જિલ્લામાં વિશ્વાસથી વિકાસ યાત્રા પ્રાંત કક્ષા કાર્યક્રમનો બાયડ અને ભિલોડા ખાતેથી શુભારંભ . બાયડ,ધનસુરા અને માલપુરમા કુલ ૪૭ લોકાર્પણના કામો ૨.૭૬ કરોડના અને ખાતમૂહર્ત ના કામો ૧૯૪ કુલ ૧૯.૨૧ કરોડના જાહેર કરવામા આવ્યા,જ્યારે ભિલોડા ,મેઘરજ,મોડાસાના કુલ ૨૫૮ ખાતમુહૂર્ત, અંદાજીત રકમ ૭.૫૩ કરોડ અને ૯૪ લોકાર્પણ  ૫.૫૬ કરોડના જાહેર કરવામા આવ્યા. અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકા અને ભિલોડા ખાતેથી વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમનો શુભારંભ થયો.આજથી બે દિવસ તારીખ 12 અને 13 સપ્ટેમ્બર 2022 દરમિયાન રાજયભરમા યોજાઈ રહેલા' વિશ્વાસ થી વિકાસ'યાત્રાના કાર્યક્રમો અંતર્ગત વિવિધ વિકાસકાર્યોનુ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.વિવિધ યોજનાકિય કામગીરીની જાણકારી થકી પ્રજાજનોની સામાજિક અને આર્થિક પ્રગતિને ઉજાગર કરવાના હેતુ સાથે આયોજિત આ 'વિશ્વાસ થી વિકાસ'યાત્રા દરમિયાન વિકાસ કાર્યોનુ લોકોર્પણ અને ખાતમુહૂર્ત જેવા લોકભિમુખ કાર્યક્રમો હાથ ધરાશે. બાયડ,ધનસુરા અને માલપુરમા કુલ ૪૭ લોકાર્પણના કામો ૨.૭૬ કરોડના અને ખાતમૂહર્ત ના કામો ૧૯૪ કુલ ૧૯.૨૧ કરોડના જાહેર કરવામા આવ્યા,જ્યારે ભિલ...