અરવલ્લી જિલ્લામાં મળી જિલ્લા પ્રવાસન વિકાસ સમિતિની બેઠક.

અરવલ્લી જિલ્લામાં મળી જિલ્લા પ્રવાસન વિકાસ સમિતિની બેઠક.
અરવલ્લી જિલ્લામાં માનનીય કલેકટર શ્રી ડૉ. નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં જિલ્લા પ્રવાસન વિકાસ સમિતિની બેઠક મળી. બેઠકમાં જિલ્લાના પ્રવાસન સ્થળોના વિકાસ કામોની સમિક્ષા કરવામાં આવી.
બેઠકમાં જિલ્લાના ભુવનેશ્વર મહાદેવ મંદિર, ગણપતિ મંદિર, નીલકંઠધામ, સૂરપાનેશ્વર મંદીર, લાખનેચી માતાજી મંદીર, ગઢી માતાજી મંદિર જેવા વિવિધ મંદિરોના વિકાસકામોની મંજૂરી અંગે ચર્ચા કરવામાં આવી. બેઠકમાં મોડાસા મુકામે આવેલ લીમડા તળાવ અને બાડેસર તળાવના બ્યુટીફિકેશન અંગે પણ ચર્ચા કરવામાં આવી. આ સાથે બેઠકમાં ઝાંઝરી ધોધને વિકસાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી. ઝાંઝરીમાં થતાં મૃત્યુ અંગે પણ ધારાસભ્ય શ્રી દ્વારા રજૂઆત કરવામાં આવી.
આ ઉપરાંત બેઠકમાં મોડાસા તાલુકાના રામપુરાકંપા ખાતે આવેલ નીલકંઠધામ અને ઉમેદપુર ખાતે આવેલ ખંદુજી મહાદેવ મંદિર સહિત ભિલોડા તાલુકાના શામળાજી ખાતે આવેલ શ્યામલ વન અને કિશનને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા બાબતે પણ ચર્ચા કરવામાં આવી. આ ઉપરાંત જીલ્લાની વિવિધ દરગાહના વિકાસ બાબતે પણ સમિક્ષા કરવામાં આવી.
બેઠકમાં કલેકટર શ્રી ડૉ. નરેન્દ્રકુમાર મીના, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એન. ડી. પરમાર, ધારાસભ્ય શ્રી જશુભાઇ પટેલ, મોડાસા નગરપાલિકા પ્રમુખ શ્રી જલ્પાબેન ભાવસાર સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
બ્યુરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો