પોષણ માહ અંતર્ગત અરવલ્લી જિલ્લા આઇ.સી.ડી.એસ. દ્વારા પોષણ માસ અંતર્ગત યોજાયો કાર્યક્રમ.પોષણ” પર વિશેષ ભાર આપી જિલ્લાને કુપોષણ મુક્ત બનાવવા આંગણવાડી કાર્યકરોને આઈ.સી.ડી.એસ.ના જિલ્લા અધિકારીઓનો અનુરોધ.
પોષણ માહ અંતર્ગત અરવલ્લી જિલ્લા આઇ.સી.ડી.એસ. દ્વારા પોષણ માસ અંતર્ગત યોજાયો કાર્યક્રમ.
પોષણ” પર વિશેષ ભાર આપી જિલ્લાને કુપોષણ મુક્ત બનાવવા આંગણવાડી કાર્યકરોને આઈ.સી.ડી.એસ.ના જિલ્લા અધિકારીઓનો અનુરોધ.
બાળકના જન્મથી લઈને એક હજાર દિવસ સુધી કાળજી લેવાની રીત અંગે જરૂરી માર્ગદર્શન આપતા ICDS ના પ્રોગ્રામ ઓફીસરશ્રી.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મહિલાઓ તેમજ બાળકોના પોષણસ્તરમાં સુધારો લાવવાના હેતુથી શરૂ કરાયેલા પોષણ માહને અનુલક્ષીને અરવલ્લી જિલ્લા આઈ.સી.ડી.એસ. દ્વારા વાનગી નિદર્શન કાર્યક્રમ યોજાયો હતો.
જિલ્લાને કુપોષણમુક્ત કરવાની નેમ સાથે યોજાયેલા ઉક્ત કાર્યક્રમમાં આઈ.સી.ડી.એસ.ના જિલ્લા પ્રોગ્રામ ઓફીસરે કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓને બાળકના જન્મથી લઈને પ્રથમ એક હજાર દિવસ દરમિયાન બાળકોની કેવી રીતે સારસંભાળ લેવી, સગર્ભાવસ્થા દરમિયાન અને બાળકના જન્મ બાદ બે વર્ષ સુધી સ્તનપાન સાથે કાળજી લેવા અંગે જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું. વધુમાં સરકારશ્રીની પોષણસુધા યોજના અંતર્ગત સગર્ભા માતાઓના ખોરાક તેમજ આયર્નની ગોળી લેવા સહિત બહારની ચીજ-વસ્તુઓ ગ્રહણ ન કરવા અંગે વિસ્તૃતમાં સમજ પુરી પાડી હતી.
પોષણ માહ અંતર્ગત અરવલ્લી RBSK ટીમ દ્વારા બાળકોનું વજન અને ઉંચાઈ માપી સૌથી વધુ તંદુરસ્ત બાળકને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યાં છે. ત્યારે ઉક્ત કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર બહેનો તેમજ ઉપસ્થિત તમામ બહેનોને પરંપરાગત વાનગીનો પર વિશેષ ભાર, ખોરાક બનાવવાની પદ્ધતિમાં બદલાવ તેમજ બહારની વસ્તુઓથી પોતે અને પોતાના પરિવારને દૂર રાખી અન્ય ગ્રામજનોને પણ જાગૃત કરવા અંગે જાણકારી આપવામાં આવી હતી. કાર્યક્રમના સ્થળે આંગણવાડ કાર્યકર દ્વારા પૌષ્ટિક અને પરંપરાગત વાનગીઓનું નિદર્શન પણ કરાયું હતું.
વર્ષ-૨૦૧૮ થી દર વર્ષે પોષણ માહની ઉજવણી થકી વડાપ્રધાનશ્રીના સુપોષિત ભારતના સ્વપ્નને ચરિતાર્થ કરવા માટે અરવલ્લી જિલ્લા વહિવટીતંત્ર પોષણ માહની ઉજવણી કરી રહ્યું છે. જેના થકી મહિલાઓ અને બાળકોને પોષણ અને પોષણયુક્ત ખોરાક વિષે જાગૃત કરવાના હેતુથી આ વર્ષે પોષણ માહની ઉજવણી પ્રસંગે પોષણ પંચાયત પર વિશેષ ભાર મુકવામાં આવી રહ્યો છે. આઈ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઓફિસર દ્વારા પ્રત્યેક ગ્રામ પંચાયતોમાં સરપંચશ્રી તેમજ ગામના આગેવાનો સાથે સંકલન સાધીને ગામની તમામ માતા-બહેનો તેમજ બાળકોના પોષણ સ્તરને સુધારવા માટે પોષણ માહ અંતર્ગત ખાસ ઝુંબેશ શરૂ કરવા જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે. બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com