અરવલ્લી જિલ્લામાં યોજાયો દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ.
આગામી વિધાનસભા ચુંટણીને ધ્યાનમાં રાખી દિવ્યાંગ મતદારોમાં સાક્ષરતા કેળવાય અને ચુંટણી પ્રક્રિયામાં અવરોધમુક્ત રીતે સહભાગી થઈ શકે તે અર્થે તથા દિવ્યાંગોમા pwd એપ તથા evm /vvpet નિદર્શનઅંગેની સમજ વિકસે તે માટે આજરોજ તા 13/09/2022 ના રોજ માન. ડૉ. મીતાબેન ડોડીયા મતદાર નોંધણી અધિકારી 31 મોડાસા વિધાનસભા મતવિસ્તાર અને જિલ્લા પુરવઠા અધિકારીશ્રી ના અધ્યક્ષ સ્થાને દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ તથા પેરા ખેલમહાકુંભમાં રાજ્યકક્ષાએ એથલેટ અને ફુટબોલની રમતમાં વિજેતા ટીમોના કૂલ ૧૯ રમતવીરોનું મેડલ તથા પ્રમાણપત્રો આપી સન્માન કરવાના તથા સમાજ સુરક્ષા કચેરીની વિવિધ દિવ્યાંગ કલ્યાણકારી યોજનાઓ અંગેની માહિતી આપવા અર્થે કાર્યક્રમનું આયોજન જલારામ મંદિર હિરાખાડી કંપા, વડાગામ ધનસુરા ખાતે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી મોડાસા તથા સાબરકાંઠા -અરવલ્લી ફિજિકલ હેન્ડિકેપ મંડળ ધનસુરા તથા જલારામ માનવ સેવા ટ્રસ્ટ ખાડીકંપાના સહિયોગથી આયોજન કરવામાં આવેલ હતું.
જે કાર્યક્રમમાં સમાજ સુરક્ષા અધિકારી વી.બી. ચૌધરી, સાબરકાંઠા અરવલ્લી ફિજિકલ હેન્ડીકેપ મંડળ ધનસુરાના પ્રમુખશ્રી વિનોદચંદ્ર બી પટેલ,જીગરભાઈ ચૌધરી ધનસુરા ભોજનના દાતાશ્રી તથા બાળ સુરક્ષા અધિકારી ડી વી બિહોલા, મામલતદાર કચેરી ધનસુરા નાયબ મામલતદાર રાહુલ ત્રિવેદી તથા અન્ય સ્ટાફ તથા આઈ.ટી. આઈ ઇન્સ્ટ્રકટર તથા જલારામ માનવ સેવા મંડળના ટ્રસ્ટીશ્રીઓ તથા ડૉ કૃતિકભાઈ પટેલ ટી.બી વિભાગ તથા કૃતિબેન પટેલ EDI ગાંધીનગર તથા સમાજ સુરક્ષા અને બાળસુરક્ષાના કર્મચારીઓ એ હાજર રહી કાર્યક્રમ સફળ બનાવેલ જેમાં કુલ 181 દિવ્યાંગ ભાઈઓ બહેનો હાજર રહેલ હતા.
બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com