અરવલ્લી જિલ્લામાં માનનીય મંત્રી શ્રી નિમિષાબેન સુથારની અઘ્યક્ષતામાં યોજાયો વિકાસથી વિશ્વાસ કાર્યક્રમ.જિલ્લાના વિવિધ સખી મંડળોને વિવિધ યોજનાઓ હેઠળ ચેક વિતરણ કરવામાં આવ્યાં.

અરવલ્લી જિલ્લામાં માનનીય મંત્રી શ્રી નિમિષાબેન સુથારની  અઘ્યક્ષતામાં યોજાયો વિકાસથી વિશ્વાસ કાર્યક્રમ.
જિલ્લાના વિવિધ સખી મંડળોને વિવિધ યોજનાઓ હેઠળ ચેક વિતરણ કરવામાં આવ્યાં.
ગુજરાતમાં વિશ્વાસ અને વિકાસ એકબીજાના પર્યાય બની ગયા છે : મંત્રીશ્રી નિમિષાબેન સુથાર
આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અને માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તેમની સરકારને એક વર્ષ પૂર્ણ થવાની ઉજવણી અંતર્ગત ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસને લોકો સુધી પહોંચાડવા અને વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનાં લાભો મહત્તમ લોકો સુધી પહોંચાડવાના પ્રયાસ સ્વરૂપે અરવલ્લી જિલ્લાઓમાં વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું .
આજના કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ સખીમંડળો વિવિધ યોજનાઓ હેઠળ ચેક વિતરણ કરવામાં આવ્યું. મહિલા સશક્તિકરણ અને મહિલાઓના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાનો મહિલાઓ સુધી પહોચાડવાની કામ સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર કરી રહ્યા છે.આજના કાર્યક્રમમાં મહિલાઓના સારા સ્વાસ્થય માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું.આ કેમ્પનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો.
કાર્યક્રમમાં મહિલાઓને જીવનમાં આગળ વધવાનો મંત્ર સમજાવતા માનનીય મંત્રીશ્રી નિમિષાબેન સુથારે જણાવ્યું કે    વિશ્વાસથી વિકાસયાત્રા દ્વારા ૨૦ વર્ષના વિકાસકામોનો હિસાબ અમે આપી રહ્યા છીએ. તમામ લોકો સુધી લાભ, યોજનાઓ પહોંચે તે માટે અમે કામ કરી કર્યા છીએ. આપણા પ્રધાનમંત્રી શ્રીને આજે તેમની બહેનો વતીથી જન્મની શુભેચ્છાઓ. ગુજરાતમાં વિશ્વાસ અને વિકાસ એકબીજાના પર્યાય બની ગયા છે. ૨૦ વર્ષમાં ગુજરાતમાં વિકાસે હરણફાળ ભરી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકે આરંભેલી વિકાસયાત્રાને મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં નેતૃત્વ હેઠળ ગુજરાતે વધુ વેગવાન બનાવી છે. આવી અનેકવિધ યોજનાઓ સુધી જન-જન સુધી સરકાર પહોંચી રહી છે. મંત્રીશ્રી દ્વારા લોકોને અંગદાન, રક્તદાન , નેત્રદાન કરવા લોકોને અપીલ કરવામાં આવી. મંત્રીશ્રી એ ઉપસ્થિત તમામ લોકોને અંગદાન માટે શપથ ગ્રહણ કરાવ્યા.
આજના આ ઉમદા કાર્યક્રમમાં માનનીય મંત્રીશ્રી નિમિષાબેન સુથારનું માનનીય જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી લાલસિંહ ચૌહાણ, નગરપાલિકા પ્રમુખ શ્રી જલ્પાબેન ભાવસાર, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એન.ડી.પરમાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડિરેક્ટર શ્રી રાજેશ કુચારા સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો