અરવલ્લી જિલ્લામાં વિશ્વાસથી વિકાસ યાત્રા નો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ મોડાસાના બી. એ. પી. એસ. મંદિર ખાતે યોજાયો.

અરવલ્લી જિલ્લામાં વિશ્વાસથી વિકાસ યાત્રા નો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ મોડાસાના બી. એ. પી. એસ. મંદિર ખાતે યોજાયો.
20 વર્ષમાં વિશ્વાસના પ્રયાય સ્વરૂપે વિકાસ રૂપે આજે છેવાડાના માનવી સુધી વિકાસની યાત્રા પોહચાડવા સફળ બની છે ગુજરાત સરકાર : મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમાર.
માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈની સરકારનું એક વર્ષ પૂર્ણ થયું છે, ત્યારે આજે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે વિશ્વાસથી વિકાસ યાત્રાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાઇ રહ્યો છે.
આ કાર્યક્રમમાં માન. રાજ્યકક્ષાના ગજેન્દ્રસિંહ ઉદેસિંહ પરમાર અન્ન નાગરિક પુરવઠો, ગ્રાહક સુરક્ષાની બાબતોના મંત્રીશ્રીએ જણાવ્યું ;
માનનીય વડાપ્રધાનશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈના નેતૃત્વમાં વિકાસની ગાથા આગળ વધી રહી છે.માળખાકિય સુવિધાઓ, જેમાં આરોગ્ય, શિક્ષણ, અને દરેક સુવિધાઓ લોકો સુધી પોહચાડી. અને આજે વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં આ સફળ બન્યું.108 સેવા, વીજળી, રોડ રસ્તા અને સરકારની અનેક યોજનાઓ અને વિકાસના કર્યો કર્યા અને નાનામાં નાના વ્યક્તિની ચિંતા કરી.વડીલો માટે પ્રવાસની યોજના મૂકી, નરેગા યોજનાના માધ્યમથી સારા મેદાન બન્યા. સ્પોર્ટ્સ સંકુલ માટે જિલ્લા માટે સરકારે 22 હજાર કરોડની ગ્રાન્ટ ફાળવી છે.વિવિધ યોજનાકિય કામગીરીની જાણકારી થકી પ્રજાજનોની સામાજિક અને આર્થિક પ્રગતિને ઉજાગર કરવાના હેતુ સાથે આયોજિત આ 'વિશ્વાસ થી વિકાસ'યાત્રા દરમિયાન વિકાસ કાર્યોનુ લોકોર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ.
20 વર્ષમાં વિશ્વાસના પ્રયાય સ્વરૂપે વિકાસ રૂપે આપણને નલ સે જલ યોજના અંતર્ગત છેવાડાના ગામડાઓમાં પણ દરેક ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી, દરેક ગામડાને જોડતા બારમાસી પાકા રસ્તાઓ, શિક્ષણના સેવાકેન્દ્રો સમી શાળાઓ અને કોલેજો, ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ, સમરસ છાત્રાલયોના અધ્યતન સુવિધાઓ ધરાવતા મકાનો આપણને પ્રાપ્ત થયા છે.આવા લોકકલ્યાણના અનેકવિધ કામો જન-જનના કલ્યાણ માટે સરકાર કરી રહી છે.વડાપ્રધાનશ્રીનું સ્વપ્ન દરેકનુ ઘરનું ઘર હોય તે આજે રાજ્ય સરકારી આગળ ધપાવી રહી છે.બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો