પોસ્ટ્સ

પ્રગતિશીલ ખેડૂત.પ્રકૃતિક રીતે કેસર કેરીની ખેતીથી સમૃદ્ધ બન્યા ખેડૂત, મેળવ્યો રૂ.4 લાખનો ચોખ્ખો નફો.

છબી
પ્રગતિશીલ ખેડૂત. પ્રકૃતિક રીતે કેસર કેરીની ખેતીથી સમૃદ્ધ બન્યા ખેડૂત, મેળવ્યો રૂ.4 લાખનો ચોખ્ખો નફો. તમે કેટલાય ખેડૂતોને પરંપરાગત પાકની ખેતીથી હટી કંઇક અલગ વાવેતર કરી લાખોની કમાણી કરતા જોયા હશે. આજે આપણે અરવલ્લી જીલ્લાના એવા જ એક ખેડૂતની વાત જણાવીશું જેણે પ્રકૃતિક કેરીની ખેતી કરી લાખોની કમાણી કરી છે. અરવલ્લીના રવીપુરા કંપામાં રહેતા જીતેન્દ્રભાઈ પટેલ પહેલાં કપાસ, એરંડા અને ઘઉંની ખેતી કરતા હતાં જેમાં તેમને બહું સારું વળતર મળતું ન હતું. આ ખેતીથી તેમના પરિવારનું ભરણપોષણ મુશ્કેલીથી થતું હતું. પછી બાગાયત વિભાગના અધિકારીઓએ તેમને બાગાયતી ખેતી કરવા યોગ્ય માહિતી અને માર્ગદર્શન પૂરું પાડયું. બાયાગત ખાતા દ્વારા ફળ પાકના સંગ્રહ કરવા માટે ઓન ફાર્મ પેક હાઉસ બનાવવા રૂ.2 લાખની સહાય પણ પૂરી પાડવામાં આવી.  યોગ્ય માર્ગદર્શન અને સહાય મળતા જીતેન્દ્રભાઈ પટેલે તેમના ખેતરમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રકૃતિક કેસર કેરીની ખેતી કરી. છેલ્લા વર્ષ 2019-2022 માં તેમને 2.75 લાખનો ખેતી ખર્ચ કરી કેરીની ખેતી કરી. જેનું ખૂબ સારું ઉત્પાદન થયું અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રવી ઓર્ગેનિક કેસર મેંગો નામનું વ

અરવલ્લી જિલ્લામાં કરાઈ નારી વંદન ઉત્સવ અને વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી.

છબી
અરવલ્લી જિલ્લામાં કરાઈ નારી વંદન ઉત્સવ અને વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી. મોડાસાના ભામાશા હૉલ ખાતે યોજાયો ઘરેલું હિંસા અધિનિયમ અંગે જાગૃતિ સેમીનાર. અરવલ્લી જિલ્લામાં નારી વંદન ઉત્સવ અને મહિલા સુરક્ષા દિવસની ઉજવણી અંતર્ગત ઘરેલું હિંસા અધિનિયમ અંગે જાગૃતિ સેમીનાર યોજાયો.જેમાં જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાતના અધ્યક્ષ સ્થાને કોલેજના વિદ્યાર્થીઓ સહિત મહિલાઓને ઘરેલું હિંસા સામે લડવા માટે માહિતી આપવામાં આવી. દુનિયામાં દરેક ક્ષેત્રમાં મહિલાઓ પોતાનું યોગદાન આપી રહી છે. કોઈ પણ મહાપુરુષના ઘડતરમાં પણ તેમની માટેનો જ મુખ્ય ફાળો રહેલો છે. પરંતુ આજની 21મી સદીમાં પણ આપની નજર સામે કેટલાય ઘરેલું હિંસાના કેસ જોવા મળે છે અને આપણે તેને સામાન્ય ગણી અવગણી નાખીએ છીએ. આ અવગણના હિંસા કરનારને પ્રોત્સાહન આપે છે. પરંતુ આજે મહિલા સુરક્ષા દિનની ઉજવણી કરતા લોકોને સમજાવવામાં આવ્યું કે આ ઘરેલું હિંસા યોગ્ય નથી. તેની સામે અવાજ ઉઠાવી તેનો વિરોધ કરવો જોઈએ.  સરકાર અને કાયદા દ્વારા મહિલાઓ માટે અભયમ, દહેજ વિરોધી કાયદા, ત્રિપલ તલાક વિરોધી કાયદા, સખી વન સ્ટોપ સેન્ટર, સુરક્ષા સેતુ , સેલ્ફ ડિફે

અરવલ્લી જિલ્લામાં આયોજિત રાજ્યકક્ષાના સ્વતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણીની તૈયારીઓ શરૂ.

છબી
અરવલ્લી જિલ્લામાં આયોજિત રાજ્યકક્ષાના સ્વતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણીની તૈયારીઓ શરૂ. -------------------------- 15 મી ઓગસ્ટ 2022 ના રોજ એન્જિનિરિંગ કોલેજ પાછળ (પી.એમ. ગ્રાઉન્ડ), મોડાસા ખાતે યોજાશે રાજ્યકક્ષાનો સ્વાતંત્ર પર્વ. અરવલ્લીની ગિરિમાળામાં વસેલા જિલ્લા અરવલ્લીમાં ગુજરાત ઉજવશે સ્વતંત્ર્ય પર્વ. અરવલ્લી જિલ્લો સતત વિકાસની નવી ક્ષિતિજો સર કરી રહ્યો છે. સતત વિકાસ કરતું રાજ્ય ગુજરાત આ વર્ષે ખુબજ ઉત્સાહ પૂર્વક આઝાદીનો જશ્ન મનાવશે.આ ઉજવણી નિમિત્તે એટ હોમ કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમ અને મુખ્ય ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે. આઝાદી પર્વ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવશે.  ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત સહિત રાજ્યકક્ષાના ઉચ્ચ અધિકારીઓ કાર્યક્રમમાં હાજરી આપશે. રાજ્યમાં ઉત્તમ કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા આ પ્રસંગને યાદગાર બનાવશે. શૌર્ય ગીત અને ત્રિરંગી રોશનીથી અરવલ્લી ઝળહળી ઉઠશે. જિલ્લા કક્ષાએ તમામ વ્યવસ્થા જાળવવા કલેકટર શ્રી ડો.નરેન્દ્રકુમાર મીનાની અઘ્યક્ષતામાં બેઠક મળી. બેઠકમાં કાર્યક્રમની તમામ

આઝાદીના ના “અમૃત મહોત્સવ” ના ભાગરૂપે ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી કરવા માટે, ઊર્જા મંત્રાલયે ગુજરાત ના અરવલ્લી જિલ્લા ના ડેમઈ શહેરમા 'વીજળી મહોત્સવ'નું આયોજન કર્યું. વીજળી મહોત્સવનો રાજ્ય અને કેન્દ્ર સરકારો વચ્ચેના સહયોગની ઉજવણી કરવા અને પાવર સેક્ટરની મુખ્ય સિદ્ધિઓને પ્રકાશિત કરવા માટે એક પ્લેટફોર્મ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો .

છબી
આઝાદીના ના “અમૃત મહોત્સવ” ના ભાગરૂપે ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી કરવા માટે, ઊર્જા મંત્રાલયે ગુજરાત ના અરવલ્લી જિલ્લા ના ડેમઈ શહેરમા 'વીજળી મહોત્સવ'નું આયોજન કર્યું. વીજળી મહોત્સવનો રાજ્ય અને કેન્દ્ર સરકારો વચ્ચેના સહયોગની ઉજવણી કરવા અને પાવર સેક્ટરની મુખ્ય સિદ્ધિઓને પ્રકાશિત કરવા માટે એક પ્લેટફોર્મ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો . કેટલાક મુખ્ય ઉપલબ્ધિઓ આ મુજબની છે વીજ ઉત્પાદનની ક્ષમતા 2014 માં 2,48,554 મેગાવોટથી હતી તે આજે વધીને 4,00,000 મેગાવોટ થઈ છે જે આપણી માંગ કરતાં 1,85,000 મેગાવોટ વધુ છે. ભારત હવે તેના પાડોશી દેશોમાં વીજળીની નિકાસ કરી રહ્યું છે. 1,63,000 સર્કીટ કિલોમીટર ટ્રાન્સમિશન લાઇન ઉમેરવામાં આવી છે, જેથી કરી સમગ્ર દેશને એક જ ફ્રીક્વન્સી પર ચાલતી એક જ ગ્રીડમાં જોડે છે. લદ્દાખથી કન્યાકુમારી અને કચ્છથી મ્યાનમાર સરહદ સુધી તે વિશ્વની સૌથી મોટી સંકલિત ગ્રીડ તરીકે ઉભરી આવી છે. આ ગ્રીડનો ઉપયોગ કરીને આપણે દેશના એક ખૂણેથી બીજા ખૂણે 1,12,000 મેગાવોટ વીજળી ટ્રાન્સમિટ કરી શકીએ છીએ. અમે પેરીસમાં યોજાયેલ કલાયમેટ ચેન્જ કોન્ફરન્સ(COP21)માં વચન આપ

ભાદરવી પૂનમના મહામેળા સંદર્ભે અંબાજી ખાતે કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને અગત્યની સમિતિઓની બેઠક યોજાઇ*

છબી
*ભાદરવી પૂનમના મહામેળા સંદર્ભે અંબાજી ખાતે કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને અગત્યની સમિતિઓની બેઠક યોજાઇ* *કલેકટરશ્રી સહિત ઉચ્ચ અધિકારીઓએ પાર્કિગ, એસ.ટી. બસ સેવા અને સુરક્ષા વ્યવસ્થાઓ અંગે અંબાજી આસપાસના સ્થળોનું નિરીક્ષણ કર્યુ* આગામી ભાદરવા મહિનામાં અરવલ્લીના ડુંગરાઓમાં અખંડ શ્રધ્ધા, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો તા. ૫ થી ૧૦ સપ્ટેમ્બર-૨૦૨૨ દરમિયાન યોજાનાર છે. આ મહામેળાના સુચારૂ આયોજન માટે શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શનમાં અત્યારથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ હાથ ધરીને કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ભાદરવી પૂનમના મેળાની વ્યવસ્થા જાળવવા માટે કલેક્ટરશ્રી આનંદ પટેલ દ્વારા સ્વચ્છતા, કાયદો અને વ્યવસ્થા સહિત જુદી જુદી ૨૮ જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે. આ સમિતિઓ પૈકી અગત્યની સમિતિઓની બેઠક અંબાજી ખાતે યોજાઇ હતી જેમાં મેળા સંદર્ભે કરવાની કામગીરીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કલેકટરશ્રી સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ અંબાજીમાં મેળ

યાત્રિકોની સુરક્ષાને સલામતીના ભાગરૂપે અંબાજી ગબ્બર રોપ વે ખાતે મોક ડ્રિલ યોજાઈ*

છબી
*યાત્રિકોની સુરક્ષાને સલામતીના ભાગરૂપે અંબાજી ગબ્બર રોપ વે ખાતે મોક ડ્રિલ યોજાઈ* *ઊંચે ટોચ પર રોપ વેમાં ફસાયેલા યાત્રિકોને બચાવવા માટેના લાઈવ રેસ્ક્યુ ઓપરેશનનું દિલધડક ડેમોસ્ટ્રેશન કરાયું* *રોપ વે ઓથોરિટીની સુરક્ષા અંગેની સતર્કતા અને સલામતીની કામગીરીથી સંતોષ વ્યક્ત કરતા વહીવટદારશ્રી આર કે પટેલ* આગામી ભાદરવી પૂનમના મેળાને અનુલક્ષીને યાત્રિકોની સુરક્ષા અને સલામતીને અનુલક્ષીને અંબાજી ગબ્બર રોપ વે ઓથોરિટી અને વહીવટીતંત્રના સંકલન દ્વારા ગબ્બર તળેટી ખાતે  મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે આવનારા સમયમાં દેશનો સૌથી મોટો ભાદરવી પૂનમનો મેળો યોજાવા જઈ રહ્યો છે.કોરોના મહામારીને કારણે છેલ્લા બે વર્ષથી આ મેળો યોજાઈ શક્યો નથી ત્યારે ચાલુ વર્ષે કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાના પ્રતીક સમા આ મેળાની આતુરતાથી રાહ જોવાઇ રહી છે. આ વખતે કરોડોની સંખ્યામાં યાત્રિકો-શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટવાની સંભાવના છે ત્યારે યાત્રિકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખી અંબાજી ગબ્બર રોપ વે નું સંચાલન કરતી ઉષા બ્રેકો કંપની દ્વારા મોકડ્રિલ ક

અરવલ્લી જિલ્લામાં ઊર્જા મંત્રાલય દ્વારા ગુજરાત સરકારશ્રી ના સહયોગથી ' વીજળી મહોત્સવ'કાર્યક્રમ યોજાયો.

છબી
અરવલ્લી જિલ્લામાં ઊર્જા મંત્રાલય દ્વારા  ગુજરાત સરકારશ્રી ના સહયોગથી ' વીજળી મહોત્સવ'કાર્યક્રમ યોજાયો. આઝાદીના ના અમૃત મહોત્સવ ના ભાગરૂપે ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી કરવા માટે, ઊર્જા મંત્રાલયે ગુજરાત સરકારશ્રી ના સહયોગથી ' વીજળી મહોત્સવ' કાર્યક્રમ યોજાયો. વીજળી મહોત્સવ રાજ્ય અને કેન્દ્ર સરકારો વચ્ચેના સહયોગની ઉજવણી કરવા અને પાવર સેક્ટરની મુખ્ય સિદ્ધિઓને પ્રકાશિત કરવા માટે એક પ્લેટફોર્મ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો . આ કાર્યક્રમમાં કેટલીક  મુખ્ય ઉપલબ્ધિઓ લોકો સુધી પોહંચે તે હેતુથી માહિતગાર કરવામાં આવ્યા.વીજ ઉત્પાદનની ક્ષમતા 2014 માં 2,48,554 મેગાવોટથી હતી તે આજે વધીને 4,00,000 મેગાવોટ થઈ છે જે આપણી માંગ કરતાં 1,85,000 મેગાવોટ વધુ છે.ભારત હવે તેના પાડોશી દેશોમાં વીજળીની નિકાસ કરી રહ્યું છે.1,63,000 _ સર્કીટ કિલોમીટર ટ્રાન્સમિશન લાઇન ઉમેરવામાં આવી છે, જેથી કરી સમગ્ર દેશને એક જ ફ્રીક્વન્સી પર ચાલતી એક જ ગ્રીડમાં જોડે છે. લદ્દાખથી કન્યાકુમારી અને કચ્છથી મ્યાનમાર સરહદ સુધી તે વિશ્વની સૌથી મોટી સંકલિત ગ્રીડ તરીકે ઉભરી આવી છે.આ ગ્રીડનો ઉપયોગ કરીને આપ

૩.૮૫ લાખ દૂધ ઉત્પાદકોની અથાગ મહેનત અને અડગ નિશ્વયથી સાબર ડેરીએ ઉત્તર ગુજરાતમાં સર્જયો ‘શ્વેત વિકાસ’નો પ્રકાશ પુંજ.

છબી
૩.૮૫ લાખ દૂધ ઉત્પાદકોની અથાગ મહેનત અને અડગ નિશ્વયથી સાબર ડેરીએ ઉત્તર ગુજરાતમાં સર્જયો ‘શ્વેત વિકાસ’નો પ્રકાશ પુંજ. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે રૂ. ૩૦૫ કરોડના ખર્ચે નવનિર્મિત પાવડર પ્લાન્ટનું લોકાપર્ણ કરાશે • રૂ. ૧૨૫ કરોડના ખર્ચે નિર્મિત ટેટ્રાપેકનું વરર્ચયુલ લોકાપર્ણ - ઉપરાંતરૂ. ૬૦૦ કરોડના ખર્ચે તૈયાર થનાર ચીઝ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. • વર્ષ ૧૯૬૪-૬૫માં માત્ર ૧૯ દૂધ મંડળીથી શરૂ થયેલી ડેરીમાં આજે ૧૭૯૮ કાર્યરત દૂધ મંડળીઓ • માત્ર ૨૯ સભાસદો સાથે શરૂ થયેલી ડેરીને આજે ૩,૮૪,૯૮૬ સભાસદોનું સુદ્રઢ પીઠબળ • વર્ષ ૧૯૬૪-૬૫માં માત્ર ૦.૦૫ લાખ લિટર દૂધ સંપાદનથી શરૂઆત કરી આજે દૈનિક સરેરાશ ૩૩.૨૭ લાખ લીટર પ્રતિદિન દૂધનું સંપાદનકરવામાં આવી રહ્યું છે  પ્રક્રિયા કરવાની ક્ષમતા કોઠાસૂઝ અને અડગ નિશ્વય હોય તો કોઈ કઠિનમાં કઠિન કામ પણ પાર પડી શકે તેની પ્રતીતિસાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદકોએ કરાવી છે. ઠંડી, ગરમી અને વર્ષા એમત્રણેય ઋતુની પરાકાષ્ઠાનો સતત સામનો કરતા આ બંને જિલ્લા આજે દૂધ ઉત્પાદનથકી ‘શ્વેત વિકાસ’ની પરાકાષ્ઠા તરફ ડગ માંડવા સજ્જ બન્યો છે

विकसित राष्ट्र बनाने के लिए नशा मुक्ति युवा..कौशल किशोरअमृत महोत्सव वर्ष की शान नशा मुक्त हिंदुस्तान... ज्योति बाबा

છબી
नशा,मोबाइल व जंक फूड का कॉकटेल युवाओं को बना रहा पंगु..कौशल किशोर  हर 10 में से 7 युवा नशे के कारण हो रहा बीमार...कौशल किशोर  विकसित राष्ट्र बनाने के लिए नशा मुक्ति युवा..कौशल किशोर अमृत महोत्सव वर्ष की शान नशा मुक्त हिंदुस्तान... ज्योति बाबा लखनऊ l हर 10 में से 7 युवा नशे के कारण मानसिक बीमार बन रहा है क्योंकि मनोचिकित्सकों की मानें तो उनमें अवसाद गुस्सा व हिंसा के विकार प्रवृत्ति नशे के सेवन से बहुत ज्यादा बड़ी है उपरोक्त बात नशा मुक्त समाज आंदोलन अभियान कौशल का के तहत सोसाइटी योग ज्योति इंडिया के तत्वाधान में आयोजित एक दिवसीय प्रदेश स्तरीय नशा मुक्त स्वास्थ्य सम्मेलन में मुख्य अतिथि संबोधन में केंद्रीय राज्य मंत्री शहरी आवासन एवं विकास कौशल किशोर ने कहीं,उन्होंने आगे कहा कि नशा,मोबाइल व जंक फूड का कॉकटेल किशोर व युवा वर्ग की सकारात्मक शक्ति को खत्म कर दिशाहीन बना रहा है परिणामस्वरूप हम इसके घातक दुष्परिणाम अक्सर मीडिया के माध्यम से देखते हैं इसीलिए अभिभावकों को प्रारंभिक स्तर से ही बच्चों को पहले की अपेक्षा ज्यादा देखभाल की जरूरत है हम 9 अगस्त को

૧૯૭૦ નો દાયકો..ઓડીશાના મયુરભંજ જેવા પછાત વિસ્તારમાં લોકોની ભીડ જામી હતી.

છબી
૧૯૭૦ નો દાયકો..ઓડીશાના મયુરભંજ જેવા પછાત વિસ્તારમાં લોકોની ભીડ જામી હતી.       રાજ્યના મંત્રીઓ ,કલેકટર અને અન્ય મોટા અધિકારીઓ ગામની મુલાકાતે આવ્યા હતા..મિટિંગ ચાલુ હતી દરમિયાન એક નાનકડી દીકરી લોકોની ભીડ ચીરતી આગળ આવે છે અને કહે છે...સાહેબ મારે આપને એક વાત કરવી છે...!  આશ્ચર્ય સાથે મંત્રીજીએ અનુમતિ આપી...દીકરી એ કહ્યું કે સાહેબ મારે ભણવાની ખૂબ ઈચ્છા છે પણ અહીં અમારા ગામમાં બાળકીઓ માટે કોઈ સ્કૂલ નથી...આપ ભુવનેશ્વરની કન્યા શાળામાં મારો દાખલો કરાવી આપશો...? મંત્રીજી એ કલેકટર સાહેબને આ બાળકીનો દાખલો કરાવી આપવાની જવાબદારી સોંપી.... લગભગ ૫૨ વર્ષ બાદ પ્રૌઢ અવસ્થાએ આ દીકરી પોતાના મયુરભંજના બે માળ અને છ કમરાના મકાનમાં જીવનના ઘણા ઉતાર ચડાવ જોઈ સંતોષકારક  સામાજિક સન્માન મેળવી નિવૃત જીવન જીવી રહી હતી ત્યારે એક બપોરે ટીવી પર સમાચાર ચમકે છે કે...ભારતીય જનતા પાર્ટીએ દ્રૌપદી મુર્મૂને ભારતના ૧૫ માં રાષ્ટ્રપતિ ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે....! હવે આ બે માળ છ રૂમનું મકાન છોડી ૩૩૦ એકરના રાષ્ટ્રપતિ ભવનમાં જવાનું છે એવું જાણી કેવી અનુભૂતિ થઈ હશે ? કદાચ બીજું કોઈ હોય તો એમ કહી શકાય કે એ ખૂબ ખુશ થયા

સુજલામ સુફલામ્ જલ અભિયાન ૨૦૨૨ અંતર્ગત આજ રોજ માનનીય કલેકટર સાહેબશ્રીની અધ્યક્ષતામાં અમલીકરણ સમતિની બેઠક યોજાયેલ.

છબી
સુજલામ સુફલામ્ જલ અભિયાન ૨૦૨૨ અંતર્ગત આજ રોજ માનનીય કલેકટર સાહેબશ્રીની અધ્યક્ષતામાં અમલીકરણ સમતિની બેઠક યોજાયેલ.          જેમાં અરવલ્લી જિલ્લા ના જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી, તેમજ કાર્યપાલક ઈજનેર શ્રી અને નોડલ અધિકારી શ્રી સિંચાઈ યોજના વિભાગ મોડાસા, કાર્યપાલક ઈજનેર અરવલ્લી પંચાયત સિંચાઇ, કાર્યપાલક ઈજનેર શ્રી વાત્રક યોજના નહેર વિભાગ મોડાસા, કાર્યપાલક ઈજનેર શ્રી પાણી પુરવઠા બોર્ડ સિંચાઈ વિભાગના સર્વ ના. કા. ઈ. શ્રી, સર્વ એસ. ઓ., ડી. આર. ડી. એ. વોટરશેડ ના પ્રતિનિધિ ની ઉપસ્થિતિ માં અરવલ્લી જિલ્લામાં જલ સંચયના કુલ ૧૨૧૬ કામો થયેલ. જેનું પ્રેઝન્ટેશન અમલીકરણ સમિતિની  સમક્ષ રજૂ કરવામાં આવેલ. વધુમાં જિલ્લામાં થયેલ જલ સંચયના કામોથી ૬૯૧.૩૦ લાખ ઘનફૂટ વધારાના પાણીનો સંગ્રહ થશે તથા પરોક્ષ રીતે કુલ ૪૯૫૫ હેકટર વિસ્તારને લાભ થશે. તેમજ સદર યોજનાથી જિલ્લામાં મનરેગા યોજના અંતર્ગત કુલ ૧૫૫૯૨૦ માનવદિન ઉત્પન્ન થયેલ અને તમામ કામોની માનનીય કલેક્ટર સાહેબ શ્રી દ્વારા ચર્ચા કરવામાં આવી અને જીલ્લા ની નદી ઓ પર મોટા ચેકડેમ બનાવવા ખાસ સુચના આપવામાં આવી તેમજ અન્ય જળ સંચય ના કામો

વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે મંત્રીશ્રી જગદીશભાઇ વિશ્વકર્માએ ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા-અર્ચના કરી

છબી
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે મંત્રીશ્રી જગદીશભાઇ વિશ્વકર્માએ ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા-અર્ચના કરી અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે અખંડ શ્રધ્ધા, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે સહકાર, કુટીર ઉદ્યોગ, વન અને પર્યાવરણ રાજ્ય મંત્રીશ્રી  જગદીશભાઇ વિશ્વકર્માએ આજે પરીવાર સાથે શક્તિપીઠ અંબાજીની મુલાકાત લઇ ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા- અર્ચના કર્યા હતા. અંબાજી મંદિરમાં આજે છપ્પન ભોગના અન્નકૂટના દર્શનની સાથે અન્નકૂટ આરતીમાં પણ લાભ લીધો હતો. મંદિરમાં આરતી પૂર્ણ કર્યા બાદ ભટ્ટજી મહારાજની ગાદી પર મંત્રીશ્રી જગદીશભાઇ વિશ્વકર્મા અને તેમના પરિવારજનોએ આશીર્વાદ મેળવ્યા હતા.           આ પ્રસંગે મંત્રીશ્રી જગદીશભાઇ વિશ્વકર્માએ જણાવ્યું કે, લાખો ગુજરાતીઓની પરમ શ્રધ્ધાનું કેન્દ્ર શક્તિપીઠ અંબાજી ખાતે દર્શનની સાથે જોગાનુંજો આજે અન્નકૂટના દર્શન કરી ધન્યતા અનુભવું છું. તેમણે કહ્યું કે, કોરોના મહામારીના કારણે બે વર્ષ પછી ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર હોઇ મોટી સંખ્યામાં મેળામાં આવનાર માઇભક્તો માટે સરકાર દ્વારા આયોજન કરવામાં આવી ર

અરવલ્લી જિલ્લામાં બાસ્કેટબૉલ એકેડમીમાં ભાઈઓ-બહેનો ના પ્રવેશ માટે હાઈટ-હન્ટ નું આયોજન.

છબી
અરવલ્લી જિલ્લામાં બાસ્કેટબૉલ એકેડમીમાં  ભાઈઓ-બહેનો ના પ્રવેશ માટે હાઈટ-હન્ટ નું આયોજન. સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરત, ગાંધીનગર દ્વારા  સંચાલીત ડી.એલ.એસ.એસ. અને  બાસ્કેટબોલ એકેડમીમાં  ભાઈઓ-બહેનો ના પ્રવેશ માટે હાઈટ-હન્ટનું આયોજન કરેલ છે. જેમાં નીચે જણાવેલ વય અને ઉંચાઇની મર્યાદામાં રસ ધરાવનાર ભાઇઓ-બહેનો એ તા- ૨૪/૦૭/૨૦૨૨ . ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જિલ્લા રમત વિકાસ અધિકારી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર,મોડાસા જિ. અરવલ્લી ખાતે નીચે આપેલ સરનામે   હાજર રહેવા આથી જણાંવવામાં આવે છે. ઉંચાઈ  ક્રમ  ઉંમર  બહેનો    ભાઇઓ 1    12      163+    168+ 2     13        166+   173+ 3    14        171+   179+ 4     15        173+  184+ 5    16        175+   187+ 6    17        177+   190+ 7    18        178+    192+ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત (રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર) જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, મોડાસા જિ. અરવલ્લી  સરનામું- બોયઝ હોસ્ટેલ   બ્લોક  –સી ઇન્કમટેક્ષ ઓફીસની બાજુમાં ભેરુન્ડા૨ રોડ, મોડાસા Email: seniorcoach.aravalli @gmail.com   Offic MO.NO-02774.249796.બ્

અરવલ્લી જિલ્લામાં સ્વતંત્રતા સપ્તાહ દરમિયાન હર ઘર તિરંગા કાર્યક્રમ યોજાશે.

છબી
અરવલ્લી જિલ્લામાં સ્વતંત્રતા સપ્તાહ દરમિયાન હર ઘર તિરંગા કાર્યક્રમ યોજાશે. અરવલ્લી જિલ્લાના નાગરિકોમાં રાષ્ટ્રભાવના વધુ મજબૂત બને અને રાષ્ટ્રધ્વજ માટે માન સન્માન વધે તે ઉદ્દેશથી જિલ્લામાં હર ઘર તિરંગા કાર્યક્રમ યોજાશે. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત વિવિધ રાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન અને અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આગામી સ્વતંત્રતા સપ્તાહમાં તા. ૧૧ થી ૧૭ ઓગસ્ટ ૨૦૨૨ દરમિયાન હર ઘર તિરંગા કાર્યક્રમની રાષ્ટ્રીયવ્યાપી ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના તમામ ઘરો દુકાનો ઉદ્યોગો અને વેપારી ગૃહો સરકારી અને ખાનગી કચેરીઓ વગેરે તમામ જગ્યાએ રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે અને તે થકી લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગૌરવની ભાવના જાગે તે આ કાર્યક્રમનો હેતુ છે. જિલ્લાની તમામ નગરપાલિકા વિસ્તારના તમામ લોકો ઉપર્યુક્ત કાર્યક્રમમાં વિશાળ જન ભાગીદારી સાથે જોડાય અને જિલ્લાની તમામ નગરપાલિકા વિસ્તાર, તમામ સસ્તા અનાજની દુકાનો, એ.પી.એમ.સી., સહકારી મંડળીઓ, દૂધ મંડળીઓ તેમજ સરકારી કચેરીઓ, ભવનો, શાળા, કોલેજ, અન્ય તમામ શૈક્ષણિક સંસ્થાઓ આંગણવાડીઓ, જેેલ, પોલીસ સ્ટેશન, બસ સ્ટેશન, પ

प्रदेश स्तरीय नशा मुक्त स्वास्थ्य सम्मेलन से लिया जाएगा हर घर नशा मुक्त तिरंगा झंडा लहराने का संकल्प.. ज्योति बाबा

છબી
प्रदेश स्तरीय नशा मुक्त स्वास्थ्य सम्मेलन से लिया जाएगा हर घर नशा मुक्त तिरंगा झंडा लहराने का संकल्प.. ज्योति बाबा  स्वास्थ्य सम्मेलन से उत्तर प्रदेश को कुरीति मुक्त करने की बनेगी ठोस योजना...ज्योति बाबा  प्रदेश के हर बच्चे को नशे के रोग से बचाना स्वास्थ्य सम्मेलन का संकल्प...ज्योति बाबा  प्रदेश स्तरीय स्वास्थ्य सम्मेलन का भव्य उद्घाटन करेंगे केंद्रीय राज्य मंत्री कौशल किशोर...ज्योति बाबा  योगी के संकल्पों को गति प्रदान करेगा नशा मुक्त स्वास्थ्य सम्मेलन..ज्योति बाबा  लखनऊ l उत्तर प्रदेश की 14 से 29 वर्ष की 87 फ़ीसदी आबादी का किसी न किसी प्रकार के नशे की गिरफ्त में जाना एक बड़ा अस्वास्थ्यकर संकेत है क्योंकि प्रदेश के विकास व तरक्की के साथ गांवों की खुशहाली के लिए युवाओं का नशा मुक्त रहना जरूरी है क्योंकि नशे की लत में पड़ा युवा न सिर्फ परिवार के लिए साक्षात नर्क बन जाता है बल्कि आस-पड़ोस के लिए भी घातक बन जाता है इसीलिए स्वास्थ्य सम्मेलन के द्वारा गहन मंत्रणा कर र्ठोस जमीनी कार्यक्रम की नीव तैयार की जाएगी जिससे महिला हिंसा में व्यापक कमी के साथ किशोरों को मानसिक रोगी बनने से

વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ આજે અરવલ્લીના માલપુર તાલુકાના સાતરડા અને ટીસકી અને બાયડ તાલુકાના અહમદપુરા અને સરસોલી ગામ ખાતે પોહચ્યાં.

છબી
વંદે ગુજરાત વિકાસ યાત્રાનો  રથ આજે  અરવલ્લીના માલપુર તાલુકાના સાતરડા અને ટીસકી અને  બાયડ તાલુકાના અહમદપુરા અને સરસોલી  ગામ ખાતે પોહચ્યાં. વંદે ગુજરાત વિકાસ યાત્રાના રથનું સવારે અને સાંજે માલપુર અને બાયડ તાલુકા  ખાતે ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું.મોટી સંખ્યામાં ગામના લોકો આગેવાનો ઉપસ્થિત રહીને સરકારની વિકાસગાથા ને લોકો સુધી પહોંચાડવા માટેનો  કાર્યક્રમ યોજાયો. સરકારની યોજનાના લાભાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું.PMJY યોજના,અન્ય યોજનાનો નિરામયા યોજના અંતર્ગત રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.અનેક યોજનાઓ થકી લોકોને જાગૃત કરવામાં આવ્યા. જન જનને ગુજરાતની વિકાસયાત્રાથી માહિતગાર કરવા સમગ્ર ગુજરાતમાં 'વંદે ગુજરાત વિકાસયાત્રા'નું આયોજન કરવામાં આવ્યું. વંદે ગુજરાતનો રથ તાલુકાઓના ગામોમાં પરિભ્રમણ કરીને છેલ્લા ૨૦ વર્ષમાં ગુજરાતમાં થયેલા વિકાસથી લોકોને વાકેફ કરવામાં આવ્યા. બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

આવો..સાથે મળીને રક્તદાન કરીએ ...આવો..સાથે શહીદોને શ્રદ્ધાંજલિ આપીએ.26 જુલાઈ 'કારગિલ વિજય દિવસ' નિમિતે મહા રક્તદાન કેમ્પ યોજાશે.

છબી
આવો..સાથે મળીને રક્તદાન કરીએ ... આવો..સાથે શહીદોને શ્રદ્ધાંજલિ આપીએ. 26 જુલાઈ 'કારગિલ વિજય દિવસ' નિમિતે મહા રક્તદાન કેમ્પ યોજાશે. સરકારી વિભાગો, શિક્ષણ સંસ્થાઓ, કોલેજો,બેંક,Ngo અને જાહેર જનતાને રક્તદાન કેમ્પમાં ભાગ લઇ શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવા અપીલ. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અરવલ્લી અને અરવલ્લી જિલ્લા પ્રશાસનના સહિત ઉપક્રમે ૨૬ જુલાઈ 'કારગીલ વિજય દિવસ' નિમિત્તે અરવલ્લીના તમામ તાલુકાઓમાં મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.જેના માટે તમામ સરકારી વિભાગો, શિક્ષણ સંસ્થાઓ, કોલેજો,બેંક,Ngo અને જાહેર જનતાને રક્તદાન કેમ્પમાં ભાગ લઇ શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવા અપીલ કરવામાં આવે છે. જેના અનુસંધાને વિનંતી કરવામાં આવે છે કે આ મહારક્તદાન કેમ્પમાં ભાગ લઈને રક્તદાન કરવા અને કરાવવા પ્રોત્સાહિત કરો. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અરવલ્લીની જાહેર જનતાની સુખાકારી માટે પ્રયત્નશીલ છે. જેમાં સમગ્ર ભારતમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી રક્તદાન અને બ્લડ બેન્ક માટે આગવું સ્થાન ધરાવે છે.રક્તદાન શિબિરથી એકઠા કરવામાં આવતા રક્તથી થેલેસેમિયાગ્રસ્ત બાળકો તથા અન્ય દર્દીઓને લાભ પહોંચાડવામાં આવે છે

વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ અરવલ્લીના બાયડમાં ગાયત્રીમંદિર અને સાંજે હમીરપુર ગામ ખાતે પોહચ્યાં .

છબી
વંદે ગુજરાત વિકાસ યાત્રાનો  રથ અરવલ્લીના બાયડમાં ગાયત્રીમંદિર  અને સાંજે હમીરપુર  ગામ ખાતે પોહચ્યાં . વંદે ગુજરાત વિકાસ યાત્રાનો  રથ અરવલ્લીના સવારે બાયડના ગાયત્રીમંદિર  અને સાંજે હમીરપુર  ગામ ખાતે પોહચ્યાં. જ્યાં વિકાસ રથનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં ગામના લોકો આગેવાનો ઉપસ્થિત રહીને સરકારની વિકાસગાથા ને લોકો સુધી પહોંચાડવા માટેનો  કાર્યક્રમ યોજાયો. સરકારની યોજનાના લાભાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું. PMJY યોજના,અન્ય યોજનાનો નિરામયા યોજના અંતર્ગત રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.અનેક યોજનાઓ થકી લોકોને જાગૃત કરવામાં આવ્યા. વિકાસને વંદન કરવા અને જન જનને ગુજરાતની વિકાસયાત્રાથી માહિતગાર કરવા સમગ્ર ગુજરાતમાં 'વંદે ગુજરાત વિકાસયાત્રા'નું આયોજન કરવામાં આવ્યું છે. વંદે ગુજરાતનો રથ તાલુકાઓના ગામોમાં પરિભ્રમણ કરીને છેલ્લા ૨૦ વર્ષમાં ગુજરાતમાં થયેલા વિકાસથી લોકોને વાકેફ કરવામાં કરશે.ગુજરાતના 20 વર્ષના પુરૂષાર્થને, 20 વર્ષના વિશ્વાસને, 20 વર્ષના વિકાસને વંદન કરવા અને જન જનને ગુજરાતની વિકાસયાત્રાથી માહિતગાર કરવા સમગ

દાંતા તાલુકામાં ખનિજ ભુમાફીયાઓને લઈ જવાબદાર અધિકારીઓ બન્યા મૌન*

છબી
*દાંતા તાલુકામાં ખનિજ ભુમાફીયાઓને લઈ જવાબદાર અધિકારીઓ બન્યા મૌન દાંતા તાલુકામાં દિવસની લાખ્ખો રૂપિયા ની ખનિજ ચોરી થતી હોવા છતાં પણ સરકારી બાબુઓ નાં આંખ આડા કાન કેમ કોઈ કાર્યવાહી નથી દાંતા તાલુકામાં ઘણા સમયથી ખનિજ માફીયાઓ બેફામ બની ખનિજ ચોરી કરવાના કિસ્સા સામે આવી રહ્યા છે ત્યારે દાંતા તાલુકામાં મોટા પ્રમાણમાં ભુમાફિયા બેફામ બની સરકારની તિજોરીને દિવસની લાખ્ખો રૂપિયાનો ચુનો લગાવતાં અધિકારીઓ ખાલે દાંતા ખાલે ખીસ્સા ભરવાજ આવતા હોય તેમ લાગી રહ્યું  દાંતા તાલુકામાં ખનિજ માફીયાઓ બેફામ બની ખનિજ ચોરી થઈ રહી છે ત્યારે તંત્ર જાન ભેદુ બની પોતાની કડકીની કમાણી કરતું હોય તેમ તંત્ર ઘોર નિદ્રામાં રહેલા તંત્રને જગાડવા અનેક વાર મિડિયામાં ખનિજ ચોરીના એહવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે તેમ છતાં પણ તંત્રના હપ્તા રાજ પાછળ કાર્યવાહી નામે ખાલે નાટક ભજવ્યું છે  આજ દિન સુધીમાં ખાલે નામની કાર્યવાહી કરવામાં આવે ખનિજ માફીયાઓ ઉપર તંત્ર દ્વારા રોજ કાર્યવાહી કરવામાં આવે તો સરકારને દિવસની લાખ્ખો રૂપિયાની આવક થાય તેમ છે ખનિજ માફીયાઓ રાજકીય પાર્ટી સાથે સંકળાયેલા હોય અને તંત્ર પણ કાર્યવાહી કરવામાં નબળુ