વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે મંત્રીશ્રી જગદીશભાઇ વિશ્વકર્માએ ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા-અર્ચના કરી
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે મંત્રીશ્રી જગદીશભાઇ વિશ્વકર્માએ ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા-અર્ચના કરી
અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે અખંડ શ્રધ્ધા, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે સહકાર, કુટીર ઉદ્યોગ, વન અને પર્યાવરણ રાજ્ય મંત્રીશ્રી જગદીશભાઇ વિશ્વકર્માએ આજે પરીવાર સાથે શક્તિપીઠ અંબાજીની મુલાકાત લઇ ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા- અર્ચના કર્યા હતા. અંબાજી મંદિરમાં આજે છપ્પન ભોગના અન્નકૂટના દર્શનની સાથે અન્નકૂટ આરતીમાં પણ લાભ લીધો હતો. મંદિરમાં આરતી પૂર્ણ કર્યા બાદ ભટ્ટજી મહારાજની ગાદી પર મંત્રીશ્રી જગદીશભાઇ વિશ્વકર્મા અને તેમના પરિવારજનોએ આશીર્વાદ મેળવ્યા હતા.
આ પ્રસંગે મંત્રીશ્રી જગદીશભાઇ વિશ્વકર્માએ જણાવ્યું કે, લાખો ગુજરાતીઓની પરમ શ્રધ્ધાનું કેન્દ્ર શક્તિપીઠ અંબાજી ખાતે દર્શનની સાથે જોગાનુંજો આજે અન્નકૂટના દર્શન કરી ધન્યતા અનુભવું છું. તેમણે કહ્યું કે, કોરોના મહામારીના કારણે બે વર્ષ પછી ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર હોઇ મોટી સંખ્યામાં મેળામાં આવનાર માઇભક્તો માટે સરકાર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. મંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ અંબાજી મુકામે ૫૧ શક્તિપીઠોના મંદિરનું નિર્માણ કરાવીને એક જગ્યાએ ૫૧ શક્તિપીઠના દર્શનનો લ્હાવો પુરો પાડ્યો છે.
*રિપોર્ટર જ્યોતિ ઠાકોર અંબાજી*
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com