સુજલામ સુફલામ્ જલ અભિયાન ૨૦૨૨ અંતર્ગત આજ રોજ માનનીય કલેકટર સાહેબશ્રીની અધ્યક્ષતામાં અમલીકરણ સમતિની બેઠક યોજાયેલ.

સુજલામ સુફલામ્ જલ અભિયાન ૨૦૨૨ અંતર્ગત આજ રોજ માનનીય કલેકટર સાહેબશ્રીની અધ્યક્ષતામાં અમલીકરણ સમતિની બેઠક યોજાયેલ. 
        જેમાં અરવલ્લી જિલ્લા ના જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી, તેમજ કાર્યપાલક ઈજનેર શ્રી અને નોડલ અધિકારી શ્રી સિંચાઈ યોજના વિભાગ મોડાસા, કાર્યપાલક ઈજનેર અરવલ્લી પંચાયત સિંચાઇ, કાર્યપાલક ઈજનેર શ્રી વાત્રક યોજના નહેર વિભાગ મોડાસા, કાર્યપાલક ઈજનેર શ્રી પાણી પુરવઠા બોર્ડ સિંચાઈ વિભાગના સર્વ ના. કા. ઈ. શ્રી, સર્વ એસ. ઓ., ડી. આર. ડી. એ. વોટરશેડ ના પ્રતિનિધિ ની ઉપસ્થિતિ માં અરવલ્લી જિલ્લામાં જલ સંચયના કુલ ૧૨૧૬ કામો થયેલ. જેનું પ્રેઝન્ટેશન અમલીકરણ સમિતિની  સમક્ષ રજૂ કરવામાં આવેલ. વધુમાં જિલ્લામાં થયેલ જલ સંચયના કામોથી ૬૯૧.૩૦ લાખ ઘનફૂટ વધારાના પાણીનો સંગ્રહ થશે તથા પરોક્ષ રીતે કુલ ૪૯૫૫ હેકટર વિસ્તારને લાભ થશે. તેમજ સદર યોજનાથી જિલ્લામાં મનરેગા યોજના અંતર્ગત કુલ ૧૫૫૯૨૦ માનવદિન ઉત્પન્ન થયેલ અને તમામ કામોની માનનીય કલેક્ટર સાહેબ શ્રી દ્વારા ચર્ચા કરવામાં આવી અને જીલ્લા ની નદી ઓ પર મોટા ચેકડેમ બનાવવા ખાસ સુચના આપવામાં આવી તેમજ અન્ય જળ સંચય ના કામો કરવા માર્ગદર્શન આપવા માં આવેલ. બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો