આવો..સાથે મળીને રક્તદાન કરીએ ...આવો..સાથે શહીદોને શ્રદ્ધાંજલિ આપીએ.26 જુલાઈ 'કારગિલ વિજય દિવસ' નિમિતે મહા રક્તદાન કેમ્પ યોજાશે.

આવો..સાથે મળીને રક્તદાન કરીએ ...
આવો..સાથે શહીદોને શ્રદ્ધાંજલિ આપીએ.
26 જુલાઈ 'કારગિલ વિજય દિવસ' નિમિતે મહા રક્તદાન કેમ્પ યોજાશે.

સરકારી વિભાગો, શિક્ષણ સંસ્થાઓ, કોલેજો,બેંક,Ngo અને જાહેર જનતાને રક્તદાન કેમ્પમાં ભાગ લઇ શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવા અપીલ.
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અરવલ્લી અને અરવલ્લી જિલ્લા પ્રશાસનના સહિત ઉપક્રમે ૨૬ જુલાઈ 'કારગીલ વિજય દિવસ' નિમિત્તે અરવલ્લીના તમામ તાલુકાઓમાં મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.જેના માટે તમામ સરકારી વિભાગો, શિક્ષણ સંસ્થાઓ, કોલેજો,બેંક,Ngo અને જાહેર જનતાને રક્તદાન કેમ્પમાં ભાગ લઇ શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવા અપીલ કરવામાં આવે છે. જેના અનુસંધાને વિનંતી કરવામાં આવે છે કે આ મહારક્તદાન કેમ્પમાં ભાગ લઈને રક્તદાન કરવા અને કરાવવા પ્રોત્સાહિત કરો.
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અરવલ્લીની જાહેર જનતાની સુખાકારી માટે પ્રયત્નશીલ છે. જેમાં સમગ્ર ભારતમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી રક્તદાન અને બ્લડ બેન્ક માટે આગવું સ્થાન ધરાવે છે.રક્તદાન શિબિરથી એકઠા કરવામાં આવતા રક્તથી થેલેસેમિયાગ્રસ્ત બાળકો તથા અન્ય દર્દીઓને લાભ પહોંચાડવામાં આવે છે. અરવલ્લીમાં રેડક્રોસ સંચાલિત બ્લડ બેન્ક ન હોવા છતાં જરૂર પડે ત્યારે  થેલેસેમિયાગ્રસ્ત બાળકો તથા અન્ય દર્દીઓને અન્ય જિલ્લાની રેડ ક્રોસ બ્લડ બેંકમાંથી રક્ત પૂરું પાડવામાં આવે છે. 
બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.