અરવલ્લી જિલ્લામાં કરાઈ નારી વંદન ઉત્સવ અને વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી.

અરવલ્લી જિલ્લામાં કરાઈ નારી વંદન ઉત્સવ અને વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી.
મોડાસાના ભામાશા હૉલ ખાતે યોજાયો ઘરેલું હિંસા અધિનિયમ અંગે જાગૃતિ સેમીનાર.
અરવલ્લી જિલ્લામાં નારી વંદન ઉત્સવ અને મહિલા સુરક્ષા દિવસની ઉજવણી અંતર્ગત ઘરેલું હિંસા અધિનિયમ અંગે જાગૃતિ સેમીનાર યોજાયો.જેમાં જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાતના અધ્યક્ષ સ્થાને કોલેજના વિદ્યાર્થીઓ સહિત મહિલાઓને ઘરેલું હિંસા સામે લડવા માટે માહિતી આપવામાં આવી.
દુનિયામાં દરેક ક્ષેત્રમાં મહિલાઓ પોતાનું યોગદાન આપી રહી છે. કોઈ પણ મહાપુરુષના ઘડતરમાં પણ તેમની માટેનો જ મુખ્ય ફાળો રહેલો છે. પરંતુ આજની 21મી સદીમાં પણ આપની નજર સામે કેટલાય ઘરેલું હિંસાના કેસ જોવા મળે છે અને આપણે તેને સામાન્ય ગણી અવગણી નાખીએ છીએ. આ અવગણના હિંસા કરનારને પ્રોત્સાહન આપે છે. પરંતુ આજે મહિલા સુરક્ષા દિનની ઉજવણી કરતા લોકોને સમજાવવામાં આવ્યું કે આ ઘરેલું હિંસા યોગ્ય નથી. તેની સામે અવાજ ઉઠાવી તેનો વિરોધ કરવો જોઈએ. 
સરકાર અને કાયદા દ્વારા મહિલાઓ માટે અભયમ, દહેજ વિરોધી કાયદા, ત્રિપલ તલાક વિરોધી કાયદા, સખી વન સ્ટોપ સેન્ટર, સુરક્ષા સેતુ , સેલ્ફ ડિફેન્સ સહિત ઘણી બધી સુરક્ષા કામગીરી ચલાવવામાં આવે છે. આ તમામ યોજનાઓ અને કાયદાનો દરેક મહિલાઓ લાભ મેળવી પોતાનું રક્ષણ કરી શકે તે અને સેમિનારમાં માહિતી આપવામાં આવી.
આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાત, મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રી દીપેન પંડ્યા, દહેજ પ્રથા પ્રબંધક અધિકારી શ્રી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી .

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો