અરવલ્લી જિલ્લામાં સ્વતંત્રતા સપ્તાહ દરમિયાન હર ઘર તિરંગા કાર્યક્રમ યોજાશે.
અરવલ્લી જિલ્લાના નાગરિકોમાં રાષ્ટ્રભાવના વધુ મજબૂત બને અને રાષ્ટ્રધ્વજ માટે માન સન્માન વધે તે ઉદ્દેશથી જિલ્લામાં હર ઘર તિરંગા કાર્યક્રમ યોજાશે. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત વિવિધ રાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન અને અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આગામી સ્વતંત્રતા સપ્તાહમાં તા. ૧૧ થી ૧૭ ઓગસ્ટ ૨૦૨૨ દરમિયાન હર ઘર તિરંગા કાર્યક્રમની રાષ્ટ્રીયવ્યાપી ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના તમામ ઘરો દુકાનો ઉદ્યોગો અને વેપારી ગૃહો સરકારી અને ખાનગી કચેરીઓ વગેરે તમામ જગ્યાએ રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે અને તે થકી લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગૌરવની ભાવના જાગે તે આ કાર્યક્રમનો હેતુ છે.
જિલ્લાની તમામ નગરપાલિકા વિસ્તારના તમામ લોકો ઉપર્યુક્ત કાર્યક્રમમાં વિશાળ જન ભાગીદારી સાથે જોડાય અને જિલ્લાની તમામ નગરપાલિકા વિસ્તાર, તમામ સસ્તા અનાજની દુકાનો, એ.પી.એમ.સી., સહકારી મંડળીઓ, દૂધ મંડળીઓ તેમજ સરકારી કચેરીઓ, ભવનો, શાળા, કોલેજ, અન્ય તમામ શૈક્ષણિક સંસ્થાઓ આંગણવાડીઓ, જેેલ, પોલીસ સ્ટેશન, બસ સ્ટેશન, પેટ્રોલ પંપ, હોટેલ, ઉદ્યોગ ગૃહો, વાણિજ્ય સંસ્થાઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સી.એચ.સી. વગેરે તમામ જગ્યાએ આદરપૂર્વક રાષ્ટ્રધ્વજ લહેરાવવાનો કાર્યક્રમ યોજાશે. સાબરકાંઠા જિલ્લામાં ‘હર ઘર તિરંગા’અંતર્ગત તમામ ઘરો અને મકાનો ઉપર રાષ્ટ્ર ધ્વજ ફરકાવા જિલ્લા કલેક્ટરશ્રી ડૉ.નરેન્દ્રકુમાર મીનાએ અપિલ કરી છે.
બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com