પોસ્ટ્સ

રવિવારે અરવલ્લીના ઉમેદપુરમાં ખંડુજી મહાદેવનો ભવ્ય મેળો ભરાશે,હજારો ભક્તો ઉમટી પડશે.

છબી
રવિવારે અરવલ્લીના ઉમેદપુરમાં ખંડુજી મહાદેવનો ભવ્ય મેળો ભરાશે,હજારો ભક્તો ઉમટી પડશે. અરવલ્લી જિલ્લાના લોકોનું આસ્થાનું પ્રતિક એટલે ઉમેદપુર દધાલિયા ખાતે બિરાજમાન સ્વયંભૂ ભગવાન શ્રી ખંડુજી મહાદેવ. કહેવાય છે કે જ્યારે ભક્તો મુશ્કેલીમાં મુકાઈ છે ત્યારે ભગવાન ખંડુજી મહાદેવની માનતા માનવામાં આવે છે જેથી તેમના પર આવેલી તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે.વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે આ માનતા પૂર્ણ કરવા ભક્તો દર વર્ષે ભાદરવા મહિનાના બીજા રવિવારે ઉમેદપુર દધાલિયા ખાતે ખંડુજી મહાદેવ મંદિર ખાતે ઉમટી પડતાં હોય છે.સદીઓથી અહી મોટો લોક મેળો યોજાઇ છે.ત્યારે આ વર્ષે પણ ભાદરવા મહિનાના બીજા રવિવારે એટલે કે આવતા રવિવારે 4 સપ્ટેમ્બરના રોજ ભવ્ય મેળો ભરાશે જેમાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડવાના શક્યતાઓ છે. દર વર્ષે અહીં હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે તેમાં પણ સાબરકાંઠા,અરવલ્લી જિલ્લા સહિત આસપાસના વિસ્તારોમાંથી પણ હજારો લોકો વહેલી સવારથી ભગવાન શ્રી ખંડુજી મહાદેવનાં દર્શન માટે પહોચતા હોય છે અને સમગ્ર દિવસ દરમિયાન મેળાની મજા માણતા હોય છે.આ વર્ષે 4 સપ્ટેમ્બરના રોજ યોજાનાર શ્રી ખંડુજી મહાદ

સ્વરછ ભારત મિશન થકી લોકોને મળ્યા ઘરમાં શૌચાલય.મહિલાઓને શરમથી બચવા સરકારનો શ્રેષ્ઠ નિર્ણય: પંચાલિકાબેન (લાભાર્થી).

છબી
સ્વરછ ભારત મિશન થકી લોકોને મળ્યા ઘરમાં શૌચાલય. મહિલાઓને શરમથી બચવા સરકારનો શ્રેષ્ઠ નિર્ણય:  પંચાલિકાબેન (લાભાર્થી). સ્વચ્છ ભારત મિશન ભારત સરકાર દ્વારા સમગ્ર ભારતમાં લોકોનો સ્વચ્છતા પ્રત્યે અભિગમ કેળવવા માટે અમલમાં મુકવામાં આવેલો સામુદાયિક ભાગીદારી વાળો એક સ્વચ્છતા કાર્યક્રમ છે. આ યોજના તમામ ગ્રામીણ પરિવાર કુટુંબોને આવરી લે છે. આ અભિયાનનો પ્રારંભ તા. 2 ઓક્ટોબર, 2014 ના રોજ કરવામાં આવ્યો હતો. વિશ્વ બેંકના તાજેતરના અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે કે સ્વચ્છતાના અભાવના કારણે ભારત વાર્ષિક જીડીપીના 6.4% ગુમાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ સ્વચ્છ ભારત મિશન હેઠળ, ભારત સરકાર દ્વારા 2019 સુધીમાં 'સંપૂર્ણ સ્વચ્છતા' પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતુ. ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા અને સ્વાથ્યને બહોળા પ્રમાણમાં ઉત્તેજન મળે, ખુલ્લામાં શૌચક્રિયા બંધ થવાથી ગ્રામીણ લોકજીવનમાં સુધારો આવે તેવા પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવ્યાં. આ યોજના હેઠળ અરવલ્લી જિલ્લામાં 7039 શૌચાલયના કામ પૂર્ણ થયા છે. આ યોજના અંતર્ગત જીલ્લામાં 409 સામૂહિક શૌચાલયના કામ પણ પૂર્ણ થયેલા છ

સ્વરછ ભારત મિશન થકી લોકોને મળ્યા ઘરમાં શૌચાલય. મહિલાઓને શરમથી બચવા સરકારનો શ્રેષ્ઠ નિર્ણય: પંચાલિકાબેન (લાભાર્થી). સ્વચ્છ ભારત મિશન ભારત સરકાર દ્વારા સમગ્ર ભારતમાં લોકોનો સ્વચ્છતા પ્રત્યે અભિગમ કેળવવા માટે અમલમાં મુકવામાં આવેલો સામુદાયિક ભાગીદારી વાળો એક સ્વચ્છતા કાર્યક્રમ છે. આ યોજના તમામ ગ્રામીણ પરિવાર કુટુંબોને આવરી લે છે. આ અભિયાનનો પ્રારંભ તા. 2 ઓક્ટોબર, 2014 ના રોજ કરવામાં આવ્યો હતો. વિશ્વ બેંકના તાજેતરના અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે કે સ્વચ્છતાના અભાવના કારણે ભારત વાર્ષિક જીડીપીના 6.4% ગુમાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ સ્વચ્છ ભારત મિશન હેઠળ, ભારત સરકાર દ્વારા 2019 સુધીમાં 'સંપૂર્ણ સ્વચ્છતા' પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતુ. ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા અને સ્વાથ્યને બહોળા પ્રમાણમાં ઉત્તેજન મળે, ખુલ્લામાં શૌચક્રિયા બંધ થવાથી ગ્રામીણ લોકજીવનમાં સુધારો આવે તેવા પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવ્યાં. આ યોજના હેઠળ અરવલ્લી જિલ્લામાં 7039 શૌચાલયના કામ પૂર્ણ થયા છે. આ યોજના અંતર્ગત જીલ્લામાં 409 સામૂહિક શૌચાલયના કામ પણ પૂર્ણ થયેલા છે.આ યોજનાથી શહેર , ગામડા અને જીલ્લામાં સ્વચ્છતાના દર પણ ઊંચા આવ્યા છે.મહિલાઓને શરમ અને ક્ષોભજનક સ્થિતિમાં મૂકવાથી પણ રાહત મળી છે. આ યોજનાના લાભાર્થી પંચાલિકાબેન કે જેમના ઘરમાં 5 સભ્યો છે તેમણે સરકારનો આભાર માન્યો અને જણાવ્યું કે પીએમ મોદીએ ગરીબો અને મહિલાઓ માટે આ ઉત્તમ નિર્ણય લીધો છે. આ યોજનાના પરિણામે અમારા ઘરમાં બીમારી પણ ઘટી છે. અમે હવે સ્વમાનભેર સમાજમાં જીવી શકીએ છીએ. પહેલા અમારા ઘરમાં મહેમાન આવતા વિચાર કરતા હતા. મહિલાઓએ શૌચક્રિયા માટે દૂર જવું પડતું હતું અને રાત પડવાની રાહ જોવી પડતી હતી. હવે ઘરમાં જ શૌચાલય હોવાથી આ તમામ સમસ્યાનો અંત આવી ગયો છે.બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

દેવરાજ ધામ મેળામાં મેડિકલ કેમ્પ અને બ્લડ ચેકઅપ કેમ્પ.પ્રસિદ્ધ દેવરાજ ધામના મેળામાં આવતા લોકોએ નિઃશુલ્ક મેડિકલ કેમ્પનો લીધો લાભ.

છબી
દેવરાજ ધામ મેળામાં મેડિકલ કેમ્પ અને બ્લડ ચેકઅપ કેમ્પ. પ્રસિદ્ધ દેવરાજ ધામના મેળામાં આવતા લોકોએ નિઃશુલ્ક મેડિકલ કેમ્પનો લીધો લાભ. અરવલ્લીના મોડાસા ખાતે પ્રસિદ્ધ દેવરાજ ધામ ખાતે મેળામાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પ અને બલ્ડ ચેકઅપ કેમ્પ યોજાયો. જેમાં ૧૫૦ ઉપરાંત લોકોએ આરોગ્ય લક્ષી સેવાનો લાભ લીધો. આ મેડિકલ કેમ્પમાં ૧૦ જેટલાં ડોક્ટર્સ જોડાયા હતા અને મેળામાં આવતા લોકોએ નિઃશુલ્ક લાભ લીધો હતો.જેમાં બી. પી. સુગર, અને અન્ય આંખની બીમારીઓનું ચેકઅપ કરવામાં આવ્યું અને દવાઓ પણ આપવામાં આવી, તે સાથેજ સરકાર દ્વારા આપવામાં આવતા આરોગ્યલક્ષી યોજનાઓ અને અન્ય ફાયદાઓ સીધા લોકો સુધી પોહચી રહે તેના માટે પણ સમજણ આપવામાં આવી. જેનાથી આરોગ્ય લક્ષી સરકાર જે સેવાઓ આપે છે તેનાથી જિલ્લાના ગ્રામ્યની પ્રજા સુધી સાચી માહિતી પોહચે તેવા હેતુથી આયોજન કરવામાં આવ્યું. મોડાસાના પ્રસિધ્ધ દેવરાજ ધામ ખાતે દર ભાદરવી બીજનો ભવ્ય મેળો ભરાય છે.આ મેળામાં ઉત્તર ગુજરાત, પંચમહાલ, મહીસાગર, ખેડા જિલ્લા સહિત પંથકમાંથી ભક્તો દેવરાજ ધામે બીજોત્સવ અને નેજા ઉત્સવમાં ઉમટે છે. લાખોની મેદની આ મેળામાં જોડાય છે.જેમાં લોકો માટે મેડિકલ

અરવલ્લીના મોડાસાના દેવરાજ ધામ ખાતે મોટી બીજના મેળાનું આયોજન,મેળામાં માનવમેહરામણ ઉમટ્યું.અરવલ્લીના મોડાસા ખાતે દેવરાજ ધામ આવેલું છે.જેમાં ભાદરવા સુદ બીજનો મેળો યોજાય છે.બહોળી સંખ્યામાં લોકો મેળામાં આવે છે,અને સંત મેળાવડો, સંતવાણી, ભજન, ભોજન સહિતના કાર્યક્રમો યોજાય છે.

છબી
અરવલ્લીના મોડાસાના દેવરાજ ધામ ખાતે મોટી બીજના મેળાનું આયોજન,મેળામાં માનવમેહરામણ ઉમટ્યું. અરવલ્લીના મોડાસા ખાતે દેવરાજ ધામ આવેલું છે.જેમાં ભાદરવા સુદ બીજનો  મેળો યોજાય છે.બહોળી સંખ્યામાં લોકો મેળામાં આવે છે,અને સંત મેળાવડો, સંતવાણી, ભજન, ભોજન સહિતના કાર્યક્રમો યોજાય છે. મોડાસાના પ્રસિધ્ધ દેવરાજ ધામ ખાતે દર ભાદરવી બીજનો ભવ્ય મેળો ભરાય છે.આ મેળામાં ઉત્તર ગુજરાત, પંચમહાલ, મહીસાગર, ખેડા જિલ્લા સહિત પંથકમાંથી ભક્તો દેવરાજ ધામે બીજોત્સવ અને નેજા ઉત્સવમાં ઉમટે છે . લાખોની મેદની આ મેળામાં જોડાય છે.  સંત મેળાવડો, સંતવાણી અને રાત્રે ભજન સંધ્યાના  કાર્યક્રમ યોજાય છે,જેમાં ભક્તો ઉમટે છે.આમ ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમના મેળાને માણવા દૂર દૂરથી લોકો આવે છે.દેવરાજધામ ખાતે દર વર્ષે બીજના મેળામાં લાખો લોકો ઉમટી પડે છે.મોડાસાના દેવરાજ મંદિરમાં વહેલી સવારથી જીલ્લા સહીત આજુબાજુના જિલ્લામાંથી મોટી સંખ્યામાં નેજા સાથે પગપાળા પદયાત્રીઓનો ધસારો જોવા મળે છે .અરવલ્લી તેમજ સાબરકાંઠાના અનેક ગામોમાંથી મોડાસાના દેવરાજ ધામ ખાતે ભક્તો નેજા અને ભજન મંડળીઓ સાથે આવે

માનનીય સાંસદ શ્રી દીપસિંહ રાઠોડની અઘ્યક્ષતામાં મળી અરવલ્લી જીલ્લાની " DISHA"( ડીસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી)ની બેઠક.

છબી
માનનીય સાંસદ શ્રી દીપસિંહ રાઠોડની અઘ્યક્ષતામાં મળી અરવલ્લી જીલ્લાની " DISHA"( ડીસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી)ની બેઠક. બેઠકમાં અરવલ્લી જિલ્લાના વિકાસને વેગ આપતી યોજના અને કામગીરીની સમિક્ષા કરવામાં આવી. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જીલ્લાની "DISHA"( ડીસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી) સમિતિની બેઠક મળી. માનનીય સાંસદશ્રી દીપસિંહ રાઠોડની અઘ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં જીલ્લાની વિવિધ વિકાસલક્ષી યોજનાઓના ધ્યેય અને પ્રગતિ અંગે સમિક્ષા કરવામાં આવી. જિલ્લામાં ચાલતી કેન્દ્રીય યોજનાઓના અમલીકરણ અંગે પણ બેઠકમાં ચર્ચા કરાઈ. જીલ્લાની મધ્યાહન ભોજન યોજના, ડિજિટલ ઇન્ડિયા, ઉજ્જવલા યોજના, આદર્શ ગામ યોજના, ઈ ગ્રામ સેવા, વિધવા સહાય યોજના, ગ્રામ પેયજળ યોજના, નલ સે જલ યોજના, ગ્રામ સડક યોજના, રાષ્ટ્રીય આરોગ્ય મિશન, સર્વ શિક્ષા અભિયાન, કૃષિ વિકાસ યોજના, સોઈલ હેલ્થ કાર્ડ યોજના, પાક વીમા યોજના, પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજના, પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ, રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ, સ્વચ્છ ભારત મિશન, પ્રધ

राष्ट्रीय नशा मुक्ति दिवस 2 अक्टूबर तक चलेगा स्मोक फ्री फतेहपुर कैंपेन...ज्योति बाबा

છબી
राष्ट्रीय नशा मुक्ति दिवस 2 अक्टूबर तक चलेगा स्मोक फ्री फतेहपुर कैंपेन...ज्योति बाबा  सूखा नशा की पहली सीढ़ी है तंबाकू... ज्योति बाबा  तंबाकू के चलते प्रतिवर्ष पचास लाख से ज्यादा बच्चे हो रहे मुख कैंसर से पीड़ित...ज्योति बाबा  स्मोक फ्री फतेहपुर के लिए लेंगे संस्थाओं का सहयोग.. ज्योति बाबा  फतेहपुर को स्मोक फ्री बनाकर बनाएंगे देश का आदर्श जिला... ज्योति बाबा  13 सितंबर को छह लाख छात्र नशा मुक्त संकल्प लेकर बनाएंगे विश्व रिकॉर्ड...ज्योति बाबा  फतेहपुर । स्मोक फ्री सिटी फतेहपुर के लिए 13 सितंबर को मांस सेंसटाइज कार्यक्रम के तहत सभी यूपी बोर्ड बेसिक शिक्षा सीबीएसई व अन्य सभी लगभग छह लाख छात्र छात्राएं एक साथ प्रार्थना के बाद नशा मुक्त समाज आंदोलन अभियान कौशल के अंतर्गत सोसाइटी योग ज्योति इंडिया के तत्वाधान में जिला प्रशासन के सहयोग से आंदोलन के प्रणेता केंद्रीय राज्य मंत्री कौशल किशोर के मुख्य आतिथ्य में भारत के बचपन को नशा प्रदूषण कुपोषण प्लास्टिक और यौन हिंसा से बचाने एवं रोड सेफ्टी नियमों का पालन हेतु संकल्प लेकर विश्व रिकॉर्ड बनाएंगे, उपरोक्त बात अंतर्राष्ट्रीय नशा मुक्त अ

દાંતા તાલુકાના મચકોડા ગામે ધાર્મિક સંસ્કૃતિના ઉત્થાન માટે કલેક્ટરશ્રી આનંદ પટેલના પ્રયાસો અને જનજાતિ કલ્યાણ આશ્રમ બનાસકાંઠા દ્વારા દાતાશ્રીઓના સહયોગથી નવીન શિવમંદિરનું નિર્માણ કરાયું*

છબી
દાંતા તાલુકાના મચકોડા ગામે ધાર્મિક સંસ્કૃતિના ઉત્થાન માટે કલેક્ટરશ્રી આનંદ પટેલના પ્રયાસો અને જનજાતિ કલ્યાણ આશ્રમ બનાસકાંઠા દ્વારા દાતાશ્રીઓના સહયોગથી નવીન શિવમંદિરનું નિર્માણ કરાયું                  *મચકોડા ખાતે નવીન નિર્માણ પામેલ શિવમંદિરમાં શિવલિંગની પ્રતિષ્ઠા પૂજન કરી કલેક્ટરશ્રી આનંદ પટેલે ધન્યતાની લાગણી અનુભવી*   બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાનો સમગ્ર વિસ્તાર પ્રકૃતિના સાનિધ્યમાં અને અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલો છે. આ વિસ્તારમાં કુદરતે છુટા હાથે સોંદર્ય પાથર્યુ છે. અહીં વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે માં અંબે સાક્ષાત બિરાજમાન છે. અંબાજી મંદિર દ્વારા ધર્મ, સંસ્કૃતિ અને સમાજસેવાના અનેક કામો કરવામાં આવે છે. અંબાજીથી નજીક મચકોડા ગામ આવેલું છે. અહીં વર્ષો પહેલા મચકોડા, તરંગડા,પીપળી, ગોઠડા અને ધામણવા ગામના ગ્રામજનો શિવલિંગની પૂજા કરતા હતા. જનજાતિ સમાજની પરંપરાઓ જળવાય તથા ધર્મ અને સંસ્કૃતિની વિરાસત વધુને વધુ ઉજાગર કરવા પ્રયત્નો કરવામાં આવેલ છે. દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારના લોકોમાં ધાર્મિક જાગૃતિ અને સંસ્કૃતિનું ઉત્થાન કરવા માટે બનાસકાંઠા ક

રાષ્ટ્રીય સુરક્ષા રણનીતિ સંમેલન -૨૦૨૨નું નવી દિલ્હીમાં સમાપન. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ દેશના સંરક્ષણ માળખાને મજબૂત કરવા વડાપ્રધાનશ્રીના વિઝન પર આધારિત વિવિધ પહેલોને ઉજાગર કરી.

છબી
રાષ્ટ્રીય સુરક્ષા રણનીતિ સંમેલન -૨૦૨૨નું નવી દિલ્હીમાં સમાપન.    કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ દેશના સંરક્ષણ માળખાને મજબૂત કરવા  વડાપ્રધાનશ્રીના વિઝન પર આધારિત વિવિધ પહેલોને ઉજાગર કરી. -: શ્રી અમિતભાઇ શાહ :-  રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દાઓને દરેક રાજ્યોએ સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી જોઇએ  ટેક્નૉલૉજીની સાથે આપણે હ્યુમન ઈન્ટેલિજન્સનો ઉપયોગને પણ સમાન ભાર આપવો જોઈએ. કેન્દ્રિય ગૃહમંત્રી શ્રી અમિત શાહે કહ્યું છે કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૧૪થી ડીજીપી સંમેલનનું સ્વરૂપ બદલવાનો પ્રયાસ કર્યો છે અને તેનું વિશ્લેષણ કર્યા બાદ આપણે ઘણી સમસ્યાઓનો ઉકેલ શોધવામાં સફળ પણ રહ્યા છીએ. રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દાઓને દરેક રાજ્યોએ સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી જોઈએ. આ દેશ અને યુવાનોના ભવિષ્યની લડાઈ છે, જેના માટે આપણે એક દિશામાં એક સાથે લડીને કોઈપણ પરિસ્થિતિમાં જીતવાનું લક્ષ્ય છે એમ તેમણે ઉમેર્યું હતું. નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય સુરક્ષા રણનીતિ સંમેલન – ૨૦૨૨નું સમાપન સંમેલનમાં સુરક્ષા વર્તમાન પડકારો પર ઉંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ દ

અરવલ્લી જિલ્લા કલેકટરશ્રી ડૉ.નરેન્દ્રકુમાર મિનાની અધ્યક્ષતામાં મળી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક.

છબી
અરવલ્લી જિલ્લા કલેકટરશ્રી ડૉ.નરેન્દ્રકુમાર મિનાની અધ્યક્ષતામાં મળી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક. અરવલ્લી જીલ્લાના હિત અને પ્રશ્નોના સમાધાન માટે મળી જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક. આજે મોડાસા કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી. જેમાં ધારાસભ્ય શ્રી જશુભાઇ પટેલે ખેડૂતોના પ્રશ્નો, વિદ્યાર્થીઓ માટે રેગ્યુલર બસ,નગરપાલિકાના  પ્રશ્નો, જળસંચય, જમીન સંપાદન,માર્ગ વિકાસ, વિજળી, શિક્ષણ, રેવન્યુંને લગતા પ્રશ્નોને સાંભળવામાં આવ્યા. જવાબદાર અધિકારીઓ દ્રારા તેમના યોગ્ય જવાબ આપવામાં આવ્યા.લોકોની અરજીઓના યોગ્ય નિકાલની પણ ચર્ચા કરાઈ. વહીવટી કામગીરીને ઝડપી અને પરિણામ સભર બનાવવા સૂચન કરવામા  આવ્યા. બેઠકમાં જિલ્લાની  વિકાસલક્ષી યોજનાઓ જેવીકે આદર્શ ગ્રામ યોજના,ફેમિલિ ફર્સ્ટ સમજાવટનું સરનામું યોજનાનો અમલ થાય,દરેક જનલક્ષી યોજનાઓનો લાભ, વરસાદના લીધે રસ્તાઓનું ધોવાણ થયું છે તેની કામગીરીની ચર્ચા કરવામાં આવી.લંપી વાઇરસ અને અન્ય  યોજનાઓને લઇને ચર્ચા કરવામાં આવી. જિલ્લા વિકાસને લઇને પણ બેઠકમાં ચર્ચાવિચારણા કરવામાં આવ

રાજ્યકક્ષાના કૃષિ ,ઊર્જા અને પેટ્રોકેમિકલ વિભાગના માનનીય મંત્રીશ્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં મળી બેઠક.અરવલ્લી જિલ્લામાં કૃષિ અને ઊર્જા વિભાગને લાગતા પ્રશ્નોના નિરાકરણ માટે મળી બેઠક .

છબી
રાજ્યકક્ષાના કૃષિ ,ઊર્જા અને પેટ્રોકેમિકલ વિભાગના માનનીય મંત્રીશ્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં મળી બેઠક. અરવલ્લી જિલ્લામાં કૃષિ અને ઊર્જા વિભાગને લાગતા પ્રશ્નોના નિરાકરણ માટે મળી બેઠક . અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે રાજ્યકક્ષાના કૃષિ ,ઊર્જા અને પેટ્રોકેમિકલ વિભાગના માનનીય મંત્રીશ્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં મળી બેઠક. બેઠકમાં અરવલ્લી જિલ્લામાં કૃષિ અને ઊર્જા વિભાગને લાગતા પ્રશ્નોના નિરાકરણ અંગે ચર્ચા કરવામાં આવી. બેઠકમાં UGVCL દ્વારા પોતાની સિદ્ધિઓની માહિતી મંત્રીશ્રીને આપવામાં આવી. બેઠકમાં જિલ્લામાં પાણી અને વીજળીની માંગણીને લઇને ચર્ચા કરવામાં આવી. નલસે જલ અને જ્યોતિગ્રામ યોજનાના લાભ લોકો સુધી પહોંચાડવા અંગે સમિક્ષા કરવામાં આવી. અંતરિયાળ ગામોમાં પણ લોકોને વીજળી મળી રહે તે અંગેના જીલ્લાની ચૂંટાયેલી પાંખના સભ્યોના પ્રશ્નોને સાંભળી યોગ્ય નિકાલ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું. તાલુકાના ગામોમાં વીજલાઇનના મેન્ટનેન્સ અંગે પણ જરૂરી સૂચન આપવામાં આવ્યા. બેઠકમાં જિલ્લામાં કૃષિને નુકસાન કરતી નીલગાય અંગે પણ ચર્ચા કરવામાં આવી. આજની બેઠકમાં માનનીય મંત્રીશ્રી મુ

અરવલ્લીના મહેમાન બનેલા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે ધનસુરાના અમૃત સરોવરની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું.આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત આજે ૧૫મી ઓગસ્ટના રોજ ૬૬૩ અમૃત સરોવર પર ધ્વજવંદન કાર્યક્રમ.અમૃત સરોવરમાં પ્રતિ એકર અંદાજે ૧૦,૦૦૦ ક્યુબીક મીટર પાણીનો સંગ્રહ થશે.

છબી
અરવલ્લીના મહેમાન બનેલા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે ધનસુરાના અમૃત સરોવરની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું. આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત આજે ૧૫મી ઓગસ્ટના રોજ ૬૬૩ અમૃત સરોવર પર ધ્વજવંદન કાર્યક્રમ. અમૃત સરોવરમાં પ્રતિ એકર અંદાજે ૧૦,૦૦૦ ક્યુબીક મીટર પાણીનો સંગ્રહ થશે. જળ સંચય થકી ઉન્નતિના લક્ષ્ય સાથે કાર્યરત ગુજરાત સરકારે "આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત રાજ્યના તમામ ૩૩ જિલ્લાઓમાં ૭૫ અમૃત સરોવરના નવનિર્માણ-નવિનીકરણનો સંકલ્પ કર્યો છે.  વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના આહવાનને પગલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન મુજબ રાજયમાં કુલ ૨,૭૬૭ સ્થળોની અમૃત સરોવ૨ તરીકે પસંદગી કરવામાં આવી છે. જે પૈકી 33 જિલ્લામાં સ્થિત ૨,૪૨૨ કામો પ્રગતિમાં છે. જ્યારે  ૧૫ ઓગષ્ટ, ૨૦૨૨ સુધીમાં ૬૬૩ અમૃત સરોવરના લોકાર્પણ કરવામાં આવ્યા. ત્યારે આજે રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં હાજરી આપવા અરવલ્લી પધારેલા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે મુખ્ય કાર્યક્રમ બાદ ધનસુરા ગામના તળાવ પર પહોંચી નિરીક્ષણ કર્યું હતું. આ ક્ષણે ધનસુરા અમૃત સરોવરની આસપાસ તિરંગાની ર

૭૬મું સ્વાતત્ર્ય પર્વ અરવલ્લી.અરવલ્લીને આંગણે ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની દેશભક્તિના ભાવ સાથે શાનદાર ઉજવણી.

છબી
૭૬મું સ્વાતત્ર્ય પર્વ અરવલ્લી. અરવલ્લીને આંગણે ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની દેશભક્તિના ભાવ સાથે શાનદાર ઉજવણી. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે યોજાયેલ રાજ્ય મહોત્સવમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ. -: *મુખ્યમંત્રીશ્રી* :-  *આઝાદીના ૭૫ વર્ષ પછી આજે ભારત જ્યાં ઉભું છે - જે પ્રગતિ કરી છે તેના પાયામાં સ્વતંત્ર વીરોનું બલિદાન*  *વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં ઉજવાઇ રહેલા આઝાદીના અમૃત મહોત્સવે દેશભરમાં એક નવી ચેતના, નવી પ્રેરણા, નવા ઉમંગનો સંચાર કર્યો છે*.   *ગરીબ-પીડિત-વંચિત-શોષિત એમ તમામ વર્ગના લોકોની ચિંતા કરી લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે એવી કાર્ય સંસ્કૃતિ ગુજરાતે  વિકસાવી છે*.   *સ્વાસ્થ્ય, કૃષિ અને ઉદ્યોગ આ ક્ષેત્રોના સમતોલ વિકાસની પરિભાષા ગુજરાતે દેશ અને દુનિયાને બતાવી*  *પારદર્શક નીતિ, સાફ નિયત અને સ્પષ્ટ લક્ષ્યના કારણે ગુજરાત દેશમાં સૌથી વધુ વિદેશી મૂડીરોકાણ ધરાવતું રાજ્ય બનીને ઉભર્યું*   *સ્વતંત્રતાનું આ પર્વ આપણા સૌના દિલ-દિમાગમાં રાષ્ટ્રહિત સર્વોપરીનો ભાવ જગાવવા સંકલ્પબધ્ધ બનીએ. મુખ્યમંત્રીશ્રી ભૂ

અંબાજી ખાતે એકાવન શક્તિપીઠ પરિક્રમા પથ પર પ્રત્યેક શક્તિપીઠ પર તિરંગો લહેરાયો*

છબી
અંબાજી ખાતે એકાવન શક્તિપીઠ પરિક્રમા પથ પર પ્રત્યેક શક્તિપીઠ પર તિરંગો લહેરાયો ભારત પુનઃ અખંડ ભારતવર્ષ બને એ પ્રાર્થના માં અંબાના ચરણોમાં કરી શક્તિપીઠો પર ત્રિરંગો ફરકાવ્યો આસ્થા તીર્થ અંબાજી અનેરી  આધ્યાત્મિક ઉર્જાનું પ્રતીક છે. દેશ- વિદેશના અનેક શ્રધ્ધાળુઓ માં અંબાના ચરણોમાં આવી ધન્યતા અનુભવે છે. ધાર્મિક ક્ષેત્રે ઉન્નત અને આગવું સ્થાન ધરાવતું અંબાજી સાંપ્રત સમયમાં ગબ્બર પર્વત ખાતે આવેલ ૫૧ શક્તિપીઠ પરિક્રમા પથના લીધે વિશેષ બન્યું છે. ૫૧ શક્તિપીઠ પરિક્રમા પથ પર ભારતના વિવિધ રાજ્યો અને પ્રાચીન સમયમાં ભારત જ્યારે અખંડ ભારત હતું એ સમયે આવેલ શક્તિપીઠોની સ્થાપના કરવામાં આવી છે. અહીં એક જ પરિક્રમા પથ પરશ્રધ્ધાળુઓને આ તમા શક્તિપીઠોના દર્શનનો લાભ મળે છે.    આજે જ્યારે સમગ્ર રાષ્ટ્ર દેશભક્તિમય બની ‘‘હર ઘર તિરંગા’’ અભિયાનની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ૫૧ શક્તિપીઠ પર આવેલ તમામ શક્તિપીઠો પર રાષ્ટ્રની એકતા અને અખંડતાનું પ્રતિક તિરંગો ઝંડો ફરકાવવામાં આવ્યો હતો. આ શક્તિપીઠોમાંથી કેટલાંક શક્તિપીઠ આજના સમયે ભારત સિવાય અન્ય દેશો જેવા કે નેપાળ, તિબેટ, શ્રીલંકા, બાંગ્લાદે

અંબાજી સર્કીટ હાઉસ ખાતે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ની મિટિંગ યોજાઈ..

છબી
અંબાજી સર્કીટ હાઉસ ખાતે  અખિલ  ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ની મિટિંગ યોજાઈ.. બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે આરાસુરી અંબાજીના પરિસર માં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ની રચના પરદેશ મંત્રી રામજીભાઈ રાયગોર ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.. પત્રકારોનો અવાજ બુલંદ કરવા ભારતમાં પત્રકારોના હિત માટે ગુજરાતના નામાચીક હોસ્પિટલમાં moU કરી પત્રકાર તેના પરિવાર માટે નિશુલ્ક હેલ્થ કવચ પૂરું પાડવા સાથે સાથે ઘણી શિક્ષક સંસ્થા સાથે પત્રકારો ના બાળકો માટે મફત શિક્ષણ આપવામાં અને સાથે સાથે કોરોના કામમાં પોતાના પરિવારની પણ ચિંતા કર્યા વિના જીવ ના જોખમે સતત પોતાની જવાબદારી નિભાવી અને ઘણા બધા પત્રકારો પોતાના જીવ ગુમાવ્યા હતા તેના માટે ગુજરાત સરકાર ધારા ધોરણ મુજબ સહયોગ કરવા કટીરૂપ સાબિત થવા દેશના સૌથી મોટા સંગઠન અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ અંબાજી ખાતે મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત તમામ પત્રકારોનું અંબાજી ના  પત્રકારો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. અખિલ ભારતીય પત્રકાર એકતા સંગઠન ની ગુજરાત અધ્યક્ષ જીગ્નેશ કાલાવાડિયા,અજયસિંહ પરમાર રાષ્ટ્રીય કોશા અધ્યક્ષ

આઝાદી ના અમૃતમહોત્સવ પર્વે રાષ્ટ્રગૌરવમાં ભાગીદાર થવાની અનેરી ક્ષણ એટલે "હર ઘર તિરંગા"...

છબી
આઝાદી ના અમૃતમહોત્સવ પર્વે રાષ્ટ્રગૌરવમાં ભાગીદાર થવાની અનેરી ક્ષણ એટલે "હર ઘર તિરંગા"... 15 ઓગસ્ટ 2022ના રોજ ભારત તેની આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરશે. ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠ નિમિત્તે, ભારત સરકારે સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપવા સાથે ભારતના લાંબા ઇતિહાસની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. આ રાષ્ટ્રીય તહેવારની ઉજવણી માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, અને આ ઉત્સવને સરકાર દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” નામ આપવામાં આવ્યું છે. આ ઉત્સવ અંતર્ગતનો એક કાર્યક્રમ “હર ઘર તિરંગા” છે. “વિજય વિશ્વ તિરંગા પ્યારા ઝંડા ઉંચા રહે હમારા” ગીત આપણાં ત્રિરંગાને સમર્પિત છે. ત્રિરંગો જોઈને બાળકોથી લઈને મોટા સૌ કોઈ જોશમાં ભરેલા રહે છે. દર વર્ષે સ્વતંત્રતા દિવસ અને ગણતંત્ર દિવસ પર લાલ કિલ્લા પર રાષ્ટ્રીય ઝંડાને ખૂબ આદરની સાથે ફરકાવાય છે અને 21 તોપની સલામી અપાય છે. તેમજ સેના ભારતીય ધ્વજનો સમ્માન કરે છે.  ઈ.સ. 1947થી લઈને આજ સુધી ભારતીય ધ્વજ તે જ રીતે ફરકાવાય છે. આ વર્ષનો 75મો “સ્વતંત્ર દિવસ” આવી રહ્યો છે. આ માનનીય દિવસે, આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ “હર ઘ