માનનીય સાંસદ શ્રી દીપસિંહ રાઠોડની અઘ્યક્ષતામાં મળી અરવલ્લી જીલ્લાની " DISHA"( ડીસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી)ની બેઠક.
માનનીય સાંસદ શ્રી દીપસિંહ રાઠોડની અઘ્યક્ષતામાં મળી અરવલ્લી જીલ્લાની " DISHA"( ડીસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી)ની બેઠક.
બેઠકમાં અરવલ્લી જિલ્લાના વિકાસને વેગ આપતી યોજના અને કામગીરીની સમિક્ષા કરવામાં આવી.
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જીલ્લાની "DISHA"( ડીસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી) સમિતિની બેઠક મળી. માનનીય સાંસદશ્રી દીપસિંહ રાઠોડની અઘ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં જીલ્લાની વિવિધ વિકાસલક્ષી યોજનાઓના ધ્યેય અને પ્રગતિ અંગે સમિક્ષા કરવામાં આવી.
જિલ્લામાં ચાલતી કેન્દ્રીય યોજનાઓના અમલીકરણ અંગે પણ બેઠકમાં ચર્ચા કરાઈ. જીલ્લાની મધ્યાહન ભોજન યોજના, ડિજિટલ ઇન્ડિયા, ઉજ્જવલા યોજના, આદર્શ ગામ યોજના, ઈ ગ્રામ સેવા, વિધવા સહાય યોજના, ગ્રામ પેયજળ યોજના, નલ સે જલ યોજના, ગ્રામ સડક યોજના, રાષ્ટ્રીય આરોગ્ય મિશન, સર્વ શિક્ષા અભિયાન, કૃષિ વિકાસ યોજના, સોઈલ હેલ્થ કાર્ડ યોજના, પાક વીમા યોજના, પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજના, પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ, રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ, સ્વચ્છ ભારત મિશન, પ્રધાનમંત્રી આવાસ યોજના, મહાત્મા ગાંધી નરેગા યોજના વગેરેની વિગતવાર ચર્ચા કરવામાં આવી.
જિલ્લાના વિકાસને લગતા પ્રશ્નોની સમિક્ષા કરી તેના યોગ્ય નીકળતા અધિકારી શ્રીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી. સરકાર શ્રીની વિવિધ યોજનાનો લાભ મહત્તમ લોકો મેળવે તે માટે પ્રચાર કરવા જીલ્લાની ચૂંટાયેલી પાંખને પણ વિનંતિ કરવામાં આવી.
બેઠકમાં માનનીય સાંસદ શ્રી દીપસિંહ રાઠોડ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી લાલસિંહ ચૌહાણ, નગરપાલિકા પ્રમુખ શ્રી જલ્પાબેન ભાવસાર , ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ઠાકોર, ક્લેક્ટર શ્રી ડો. નરેન્દ્રકુમાર મીના, અધિક નિવાસી કલેકટર શ્રી એન. ડી. પરમાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડિરેક્ટર શ્રી રાજેશ કૂચારા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી .
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com