અરવલ્લીના મોડાસાના દેવરાજ ધામ ખાતે મોટી બીજના મેળાનું આયોજન,મેળામાં માનવમેહરામણ ઉમટ્યું.અરવલ્લીના મોડાસા ખાતે દેવરાજ ધામ આવેલું છે.જેમાં ભાદરવા સુદ બીજનો મેળો યોજાય છે.બહોળી સંખ્યામાં લોકો મેળામાં આવે છે,અને સંત મેળાવડો, સંતવાણી, ભજન, ભોજન સહિતના કાર્યક્રમો યોજાય છે.
અરવલ્લીના મોડાસાના દેવરાજ ધામ ખાતે મોટી બીજના મેળાનું આયોજન,મેળામાં માનવમેહરામણ ઉમટ્યું.
અરવલ્લીના મોડાસા ખાતે દેવરાજ ધામ આવેલું છે.જેમાં ભાદરવા સુદ બીજનો મેળો યોજાય છે.બહોળી સંખ્યામાં લોકો મેળામાં આવે છે,અને સંત મેળાવડો, સંતવાણી, ભજન, ભોજન સહિતના કાર્યક્રમો યોજાય છે.
મોડાસાના પ્રસિધ્ધ દેવરાજ ધામ ખાતે દર ભાદરવી બીજનો ભવ્ય મેળો ભરાય છે.આ મેળામાં ઉત્તર ગુજરાત, પંચમહાલ, મહીસાગર, ખેડા જિલ્લા સહિત પંથકમાંથી ભક્તો દેવરાજ ધામે બીજોત્સવ અને નેજા ઉત્સવમાં ઉમટે છે. લાખોની મેદની આ મેળામાં જોડાય છે. સંત મેળાવડો, સંતવાણી અને રાત્રે ભજન સંધ્યાના કાર્યક્રમ યોજાય છે,જેમાં ભક્તો ઉમટે છે.આમ ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમના મેળાને માણવા દૂર દૂરથી લોકો આવે છે.દેવરાજધામ ખાતે દર વર્ષે બીજના મેળામાં લાખો લોકો ઉમટી પડે છે.મોડાસાના દેવરાજ મંદિરમાં વહેલી સવારથી જીલ્લા સહીત આજુબાજુના જિલ્લામાંથી મોટી સંખ્યામાં નેજા સાથે પગપાળા પદયાત્રીઓનો ધસારો જોવા મળે છે.અરવલ્લી તેમજ સાબરકાંઠાના અનેક ગામોમાંથી મોડાસાના દેવરાજ ધામ ખાતે ભક્તો નેજા અને ભજન મંડળીઓ સાથે આવે છે.દેવરાજ ધામના મહંત શ્રી ધનગિરી મહારાજના આશીર્વાદ મેળવવા ભક્તોનો ભારે ધસારો જોવા મળે છે. આવા મેળાઓથી આજુબાજુના નાના વ્યાપારીઓને રોજગારી પણ મળે છે. બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com