દાંતા તાલુકાના મચકોડા ગામે ધાર્મિક સંસ્કૃતિના ઉત્થાન માટે કલેક્ટરશ્રી આનંદ પટેલના પ્રયાસો અને જનજાતિ કલ્યાણ આશ્રમ બનાસકાંઠા દ્વારા દાતાશ્રીઓના સહયોગથી નવીન શિવમંદિરનું નિર્માણ કરાયું*

દાંતા તાલુકાના મચકોડા ગામે ધાર્મિક સંસ્કૃતિના ઉત્થાન માટે કલેક્ટરશ્રી આનંદ પટેલના પ્રયાસો અને જનજાતિ કલ્યાણ આશ્રમ બનાસકાંઠા દ્વારા દાતાશ્રીઓના સહયોગથી નવીન શિવમંદિરનું નિર્માણ કરાયું
               
 *મચકોડા ખાતે નવીન નિર્માણ પામેલ શિવમંદિરમાં શિવલિંગની પ્રતિષ્ઠા પૂજન કરી કલેક્ટરશ્રી આનંદ પટેલે ધન્યતાની લાગણી અનુભવી* 
 બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાનો સમગ્ર વિસ્તાર પ્રકૃતિના સાનિધ્યમાં અને અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલો છે. આ વિસ્તારમાં કુદરતે છુટા હાથે સોંદર્ય પાથર્યુ છે. અહીં વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે માં અંબે સાક્ષાત બિરાજમાન છે. અંબાજી મંદિર દ્વારા ધર્મ, સંસ્કૃતિ અને સમાજસેવાના અનેક કામો કરવામાં આવે છે. અંબાજીથી નજીક મચકોડા ગામ આવેલું છે. અહીં વર્ષો પહેલા મચકોડા, તરંગડા,પીપળી, ગોઠડા અને ધામણવા ગામના ગ્રામજનો શિવલિંગની પૂજા કરતા હતા. જનજાતિ સમાજની પરંપરાઓ જળવાય તથા ધર્મ અને સંસ્કૃતિની વિરાસત વધુને વધુ ઉજાગર કરવા પ્રયત્નો કરવામાં આવેલ છે. દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારના લોકોમાં ધાર્મિક જાગૃતિ અને સંસ્કૃતિનું ઉત્થાન કરવા માટે બનાસકાંઠા કલેક્ટરશ્રી આનંદ પટેલના પ્રયાસો અને જનજાતિ કલ્યાણ આશ્રમ બનાસકાંઠા દ્વારા દાતાશ્રીઓના સહયોગથી આ સ્થાને નવીન શિવમંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.મચકોડા ખાતે નવીન નિર્માણ પામેલ શિવમંદિરમાં શિવલિંગની પ્રતિષ્ઠા પૂજન કરી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલે ધન્યતાની લાગણી અનુભવી હતી. મચકોડા અને તેની આસપાસના ગામો આ જગ્યા સાથે રીતે ખુબ જ શ્રધ્ધાથી જોડાયેલા છે. આ વિસ્તારમાં નવીન મંદિરનું નિર્માણ થતાં અને પવિત્ર શ્રાવણ મહિનામાં પ્રતિષ્ઠા થતાં ગ્રામજનોમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.આ પ્રસંગે દાંતા પ્રાંત અધિકારીશ્રી સિદ્ધિબેન, દાતાશ્રીઓ તેમજ જનજાતિ કલ્યાણ આશ્રમ, બનાસકાંઠાના આગેવાનો ઉપસ્થિત રહીને શ્રધાપૂર્વક કાર્યક્રમમાં જોડાયા હતા.

*રિપોર્ટર જ્યોતિ ઠાકોર અંબાજી*

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું