રાજ્યકક્ષાના કૃષિ ,ઊર્જા અને પેટ્રોકેમિકલ વિભાગના માનનીય મંત્રીશ્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં મળી બેઠક.અરવલ્લી જિલ્લામાં કૃષિ અને ઊર્જા વિભાગને લાગતા પ્રશ્નોના નિરાકરણ માટે મળી બેઠક .
રાજ્યકક્ષાના કૃષિ ,ઊર્જા અને પેટ્રોકેમિકલ વિભાગના માનનીય મંત્રીશ્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં મળી બેઠક.
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે રાજ્યકક્ષાના કૃષિ ,ઊર્જા અને પેટ્રોકેમિકલ વિભાગના માનનીય મંત્રીશ્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં મળી બેઠક. બેઠકમાં અરવલ્લી જિલ્લામાં કૃષિ અને ઊર્જા વિભાગને લાગતા પ્રશ્નોના નિરાકરણ અંગે ચર્ચા કરવામાં આવી. બેઠકમાં UGVCL દ્વારા પોતાની સિદ્ધિઓની માહિતી મંત્રીશ્રીને આપવામાં આવી.
બેઠકમાં જિલ્લામાં પાણી અને વીજળીની માંગણીને લઇને ચર્ચા કરવામાં આવી. નલસે જલ અને જ્યોતિગ્રામ યોજનાના લાભ લોકો સુધી પહોંચાડવા અંગે સમિક્ષા કરવામાં આવી. અંતરિયાળ ગામોમાં પણ લોકોને વીજળી મળી રહે તે અંગેના જીલ્લાની ચૂંટાયેલી પાંખના સભ્યોના પ્રશ્નોને સાંભળી યોગ્ય નિકાલ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું. તાલુકાના ગામોમાં વીજલાઇનના મેન્ટનેન્સ અંગે પણ જરૂરી સૂચન આપવામાં આવ્યા. બેઠકમાં જિલ્લામાં કૃષિને નુકસાન કરતી નીલગાય અંગે પણ ચર્ચા કરવામાં આવી.
આજની બેઠકમાં માનનીય મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, જિલ્લા કલેકટર શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મિના ,જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી લાલસિંહ ચૌહાણ , નગરપાલિકા પ્રમુખશ્રી જલ્પાબેન ભાવસાર સહિત જિલ્લા વહીવટી તંત્ર અને UGVCLના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com