સ્વરછ ભારત મિશન થકી લોકોને મળ્યા ઘરમાં શૌચાલય. મહિલાઓને શરમથી બચવા સરકારનો શ્રેષ્ઠ નિર્ણય: પંચાલિકાબેન (લાભાર્થી). સ્વચ્છ ભારત મિશન ભારત સરકાર દ્વારા સમગ્ર ભારતમાં લોકોનો સ્વચ્છતા પ્રત્યે અભિગમ કેળવવા માટે અમલમાં મુકવામાં આવેલો સામુદાયિક ભાગીદારી વાળો એક સ્વચ્છતા કાર્યક્રમ છે. આ યોજના તમામ ગ્રામીણ પરિવાર કુટુંબોને આવરી લે છે. આ અભિયાનનો પ્રારંભ તા. 2 ઓક્ટોબર, 2014 ના રોજ કરવામાં આવ્યો હતો. વિશ્વ બેંકના તાજેતરના અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે કે સ્વચ્છતાના અભાવના કારણે ભારત વાર્ષિક જીડીપીના 6.4% ગુમાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ સ્વચ્છ ભારત મિશન હેઠળ, ભારત સરકાર દ્વારા 2019 સુધીમાં 'સંપૂર્ણ સ્વચ્છતા' પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતુ. ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા અને સ્વાથ્યને બહોળા પ્રમાણમાં ઉત્તેજન મળે, ખુલ્લામાં શૌચક્રિયા બંધ થવાથી ગ્રામીણ લોકજીવનમાં સુધારો આવે તેવા પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવ્યાં. આ યોજના હેઠળ અરવલ્લી જિલ્લામાં 7039 શૌચાલયના કામ પૂર્ણ થયા છે. આ યોજના અંતર્ગત જીલ્લામાં 409 સામૂહિક શૌચાલયના કામ પણ પૂર્ણ થયેલા છે.આ યોજનાથી શહેર , ગામડા અને જીલ્લામાં સ્વચ્છતાના દર પણ ઊંચા આવ્યા છે.મહિલાઓને શરમ અને ક્ષોભજનક સ્થિતિમાં મૂકવાથી પણ રાહત મળી છે. આ યોજનાના લાભાર્થી પંચાલિકાબેન કે જેમના ઘરમાં 5 સભ્યો છે તેમણે સરકારનો આભાર માન્યો અને જણાવ્યું કે પીએમ મોદીએ ગરીબો અને મહિલાઓ માટે આ ઉત્તમ નિર્ણય લીધો છે. આ યોજનાના પરિણામે અમારા ઘરમાં બીમારી પણ ઘટી છે. અમે હવે સ્વમાનભેર સમાજમાં જીવી શકીએ છીએ. પહેલા અમારા ઘરમાં મહેમાન આવતા વિચાર કરતા હતા. મહિલાઓએ શૌચક્રિયા માટે દૂર જવું પડતું હતું અને રાત પડવાની રાહ જોવી પડતી હતી. હવે ઘરમાં જ શૌચાલય હોવાથી આ તમામ સમસ્યાનો અંત આવી ગયો છે.બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો