પોસ્ટ્સ

સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ તૈયારી રૂપે પોલીસ વિભાગ દ્વારા રિહર્સલ શરૂ કરવામાં આવ્યું.

છબી
સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ તૈયારી રૂપે પોલીસ વિભાગ દ્વારા રિહર્સલ શરૂ કરવામાં આવ્યું. "વિશાળ ગગને લહેરાતો તિરંગો અમારી જાન છે, તારા રક્ષણ કાજે તો હજારો જીવ કુરબાન છે." સ્વતંત્રતા દિવસ આપણા રાષ્ટ્ર માટે ઇતિહાસનો સૌથી મોટો અને સૌથી નોંધપાત્ર દિવસ છે. રાષ્ટ્રમાં આઝાદી લાવવા માટે બહાદુરીથી લડનારાઓના બલિદાનને યાદ કરવા માટે વર્ષમાં એકવાર ખૂબ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. સ્વતંત્રતા દિવસ એ સ્વાતંત્ર્ય સેનાનીઓ અને તેમના સર્વોચ્ચ યોગદાનની ઉજવણી માટે એક મહાન પ્રસંગ છે. આવા ભવ્ય દિનની રાજ્યકક્ષાની ઉજવણી અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે થઈ રહી છે ત્યારે ગુજરાત પોલીસ દ્વારા 15મી ઓગસ્ટના રોજ વિવિધ કરતબો કરવામાં આવશે. પોલીસ પરેડ, ડોગ શો, અશ્વ શો ,મોટરસાઇકલ સ્ટંટ કરી દેશની આઝાદીનો જશ્ન મનાવવામાં આવશે.આ કાર્યક્રમની પૂર્વ તૈયારી રૂપે પોલીસ વિભાગ દ્વારા રિહર્સલ શરૂ કરવામાં આવ્યું. 15મી ઓગસ્ટના કાર્યક્રમમાં અંદાજિત 1600 જેટલા પોલીસ જવાનો ફરજ બજાવશે. પોલીસ વિભાગ દ્વારા અરવલ્લી જિલ્લામાં શસ્ત્ર પ્રદર્શન પણ ખુલ્લું મૂકવામાં આવનાર છે.જેનો અરવલ્લીની જનતા લાભ મેળવે તે આશા

અરવલ્લીના ભિલોડા તાલુકામાં શિક્ષણમંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં યોજાયો 'વિશ્વ આદિવાસી દિવસ.----------

છબી
અરવલ્લીના ભિલોડા તાલુકામાં શિક્ષણમંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં યોજાયો 'વિશ્વ આદિવાસી દિવસ. 'મારા આદિવાસી બંધુઓના વિકાસ માટે સરકાર હરહંમેશ કટિબદ્ધ '- જીતુભાઇ વાઘાણી. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી. માન.મંત્રીશ્રી શિક્ષણ (પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ)ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના  શ્રી જીતુભાઈ વાઘાણીની  ઉપસ્થિતિમાં અનેક ખાતમુહૂર્ત અને અનેક યોજનાઓના લાભ આપવામાં આવ્યા. આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રીશ્રીએ સંબોધન કરતા જણાવ્યું, દરેક આદિવાસી ભાઈ-બહેનના વિકાસ માટે સરકાર તત્પર છે. શિક્ષણ, રોજગારી, આરોગ્ય દરેક યોજનાનો લાભ મળી રહ્યો છે. આજે છેવાડાનો વિદ્યાર્થી સારુ શિક્ષણ અને રોજગારી મેળવીને આજે પ્રગતિ કરી રહ્યો છે. આરોગ્યની તમામ સુવિધાઓ મેળવીને સ્વસ્થ જીવન તરફ આગળ વધી રહ્યા છીએ, ત્યારે આ તમામ સફળતાઓનો શ્રેય આજની અડીખમ સરકારને જાય છે.અરવલ્લીના નાના ગામમાં બ્લોક રોડ એ વિકાસ દર્શાવે છે. ફકત મહાનગરોમાં જ વિકાસ હોય અને સુવિધાઓ ગામડામાં ન મળે આ પરિભાષા સરકાર દ્વારા બદલી નાખવામાં આવી છે.

ગુજરાત રાજ્ય જ્યારે વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી કરી રહ્યુ છે ત્યારે અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે માનનીય શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે.

છબી
9 ઓગસ્ટના રોજ અરવલ્લી જિલ્લામાં ઉજવાશે વિશ્વ આદિવાસી દિવસ. ગુજરાત રાજ્ય જ્યારે વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી કરી રહ્યુ છે ત્યારે અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે માનનીય શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી અંતર્ગત અનેકવિધ વિકાસલક્ષી કામોના લોકાર્પણ અને ખાતમુર્હૂત કાર્યક્રમ યોજાશે. આ સાથે વિવિધ યોજનાકીય સહાય વિતરણ પણ કરવામાં આવશે. અરવલ્લી જિલ્લો ઘણા ખરા અંશે આદિવાસી વિસ્તાર ધરાવે છે. વિશેષ અને અનોખા રીતિરિવાજો અને પરંપરાઓના જતન સાથે આદિજાતિના વિકાસ માટે આ સરકારે બીડું ઝડપ્યું છે. વિકાસની પર્યાય બનીગયેલા ગુજરાતે શોષિતો, પીડિતો,  વંચિતો તેમજ આદિજાતિના હિત માટે અનેક સંવેદનાસભર નિર્ણયો લઈને તેઓને વિકાસની મુખ્ય ધારામાં લાવવામાં પ્રયાસો આદર્યા છે.આદિજાતિના શિક્ષણ, આરોગ્ય, પાણી, વીજળીથી લઇને તમામ પ્રકારની સુવિધાઓ આપવા અને તેઓના સર્વાંગી ઉત્કર્ષ કરવા માટે ઉત્તરોત્તર જોગવાઈઓ પણ કરવામાં આવી રહી છે. છેવાડાનો માનવી પણ સુખ, સુવિધા કે સમૃદ્ધિથી વંચિત ન રહી જાય તેની કાળજી રાખવામાં આવી રહી છે.બ્યૂરો રિપોર્ટ જય

અરવલ્લીમા 15મી ઑગસ્ટની ઉજવણીની પૂર્વ સમીક્ષા બેઠક યોજાઈ.

છબી
અરવલ્લીમા 15મી ઑગસ્ટની ઉજવણીની પૂર્વ સમીક્ષા બેઠક યોજાઈ. અગ્રસચિવ શ્રીરાજેશ માંજૂ અરવલ્લીની  મુલાકાતે. અરવલ્લી જિલ્લામા 15મી ઑગસ્ટ સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગ રૂપે અગ્રસચિવ શ્રીરાજેશ માંજૂએ પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી.અરવલ્લી જિલ્લામાં સ્વતંત્રતા પર્વની ઉજવણીની તડામાર તૈયારીઓ થઈ રહી છે. 15મી ઑગસ્ટ રાજ્યકક્ષાના  કાર્યક્રમની ઉજવણી અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે થવાની છે, ત્યારે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ થઈ રહી છે. અગ્રસચિવ રાજેશ માંજૂ અને તેમની ટિમ સાથે સમીક્ષા બેઠક અને સ્થળ મુલાકાત કરવામાં આવી.14 અને 15 ઑગસ્ટના કાર્યક્રમની તૈયારીઓ અને સંપૂર્ણ વ્યવસ્થાની તૈયારીઓની જરૂરી સૂચનાઓ આપવામાં આવી.તમામ કાર્યક્રમો સુચારુ રૂપે ઉજવાય તે માટે તમામ વિભાગની વ્યવસ્થાની બેઠકમા ચર્ચા કરવામાં આવી. આ બેઠકમાં અગ્રસચિવ શ્રી રાજેશ માંજૂ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત,નિવાસી અધિક કલેક્ટર શ્રી એન. ડી. પરમાર, અને તમામ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા.બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત નારી વંદન ઉત્સવ અંતર્ગત યોજાયો કાર્યક્રમ.

છબી
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત નારી વંદન ઉત્સવ અંતર્ગત યોજાયો કાર્યક્રમ. અરવલ્લી જિલ્લામાં ભામાશા હોલ ખાતે  ઉજવાયો મહિલા કર્મયોગી દિવસ . અરવલ્લી જિલ્લાના મોડાસામાં ભામાશા હોલ  ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરવામાં આવી.“મહિલા કર્મયોગી દિવસ”ની ઉજવણી અંતર્ગત  "કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી (નિવારણ, પ્રતિબંધ અને ફરિયાદ નિવારણ) અધિનિયમ-૨૦૧૩”વિષય ઉપર સેમીનાર રાખવામા આવ્યો જેમાં કામ કરવાનાં સ્થળ ઉપર મહિલાઓનું  યોગદાનનું મહત્વ અને કામના સ્થળે કોઈપણ પ્રકારની થતી સતામણી થતી હોય તો તેને અટકાવવા માટે કેવા પગલાંઓ ભરવા જોઈએ અને કેવીરીતે રીતે સતેજ રેહવું જોઈએ તેની સમજણ આપવામાં આવી. આજના કાર્યક્રમમાં જિલ્લા પુરવઠા અધિકારીશ્રી ડૉ. એમ. કે. ડોડીયા, મહિલા અને બાળ અધિકારીશ્રી ડી. બી. પંડ્યા. દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી ડૉ. એન. વી. મેણાત,શ્રીવનિતાબેન પટેલ,પ્રિ. ડૉ. બિપીનભાઈ પટેલ,પ્રિ.ર્ડો. એચ. એમ. પટેલ, ડૉ. સોનિયાબેન જોશી.તેમજ અન્ય અધિકારીઓ અને બહોળી સંખ્યામાં મહિલાઓની  ઉપસ્થિતમા કાર્યક્રમ યોજ

અરવલ્લી જિલ્લામાં હર્ષ અને માનભેર ઉજવાયો મહિલા નેતૃત્વ દિવસ.

છબી
અરવલ્લી જિલ્લામાં હર્ષ અને માનભેર ઉજવાયો મહિલા નેતૃત્વ દિવસ. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત નારી વંદન ઉત્સવ અંતર્ગત યોજાયો કાર્યક્રમ. અરવલ્લી જિલ્લાના મોડાસામાં ટાઉનહોલ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમમાં દરેક ક્ષેત્રે નેતૃત્વ કરી પોતાનું યોગદાન આપનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું. મહિલાઓ દરેક ક્ષેત્રે પોતાની આગવી નેતૃત્વ કળાને કારણે પોતાનું આગવું સ્થાન બનાવી ચુકી છે. લોકો કહે છે મહિલાએ પુરુષ સમોવડી બનવાનું છે પરંતુ આજની મહિલા પુરુષો કરતાં ક્યાંય આગળ જોવા મળે છે. દરેક ક્ષેત્રે આગળ વધતા આ દેશની કમાન દેશની મહિલાઓના હાથમાં છે. ખેતી, શિક્ષણ, પશુપાલન, આરોગ્ય, સમાજ કલ્યાણના ક્ષેત્રે પણ મહિલાઓ આગેવાની કરી રહી છે. આજના કાર્યક્રમમાં ગુજરાત ભાજપના મહિલા મોરચાના ઉપપ્રમુખ શ્રી કૌશલ્ય કુંવરબા, સામાજિક કાર્યકર શ્રી મિત્તલ પટેલ, જાણીતા વકીલ શ્રી સોનલ જોષી,જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી લાલસિંહ ચૌહાણ, નગરપાલિકા પ્રમુખ શ્રી જલ્પા ભાવસાર, જિલ્લા પંચાયતના મહિલા સભ્યો, મહિલા સર

અરવલ્લી ખાતે નારી વંદના ઉત્સવ અંતર્ગત મહિલા સ્વરોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી.અરવલ્લી જિલ્લાના ટાઉન હોલ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વરોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી.આ કાર્યક્રમ અંતર્ગત યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું.

છબી
અરવલ્લી ખાતે નારી વંદના ઉત્સવ અંતર્ગત મહિલા સ્વરોજગાર  દિવસની ઉજવણી કરવામાં આવી. અરવલ્લી જિલ્લાના ટાઉન હોલ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વરોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી.આ કાર્યક્રમ અંતર્ગત  યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું. મહિલાઓને રોજગારી કેવીરીતે મેળવી શકાય તેના માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું.સરકારની અલગ-અલગ  સ્કીમ થકી લોન અને રોજગારી કેવીરીતે મેળવી શકાય તેના માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું .મહિલાઓ માટે અલગથી સ્કીમમાં ફાયદાઓ મળી રહે છે. નોકરીદાતા બનીને બીજાને પણ લાભ આપીએ તેવો અભિગમ રાખવો અને સ્વરોજગાર મેળવીને પોતાના પરિવારનું અને સાથે અન્ય બહેનોને પણ સાથ આપી શકાય.અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત નારી વંદન ઉત્સવની ઉજવણી કરાઇ.મહિલાઓ દરેક ફિલ્ડમાં કામ કરતી થઈ છે અને સરકારના અભિગમથી દરેક ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે. આ કાર્યક્રમમાં કલેક્ટરશ્રી ર્ડો. નરેન્દ્રકુમાર મીના,મહિલા અને બાળ વિભાગના અધિકારીશ્રી ,દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી  ,રોજગાર કચેરીના અધિકારીશ્રી, મોડાસા નગરપાલિકા પ્રમુખ જલ્પા ભાવસાર,

પ્રગતિશીલ ખેડૂત.પ્રકૃતિક રીતે કેસર કેરીની ખેતીથી સમૃદ્ધ બન્યા ખેડૂત, મેળવ્યો રૂ.4 લાખનો ચોખ્ખો નફો.

છબી
પ્રગતિશીલ ખેડૂત. પ્રકૃતિક રીતે કેસર કેરીની ખેતીથી સમૃદ્ધ બન્યા ખેડૂત, મેળવ્યો રૂ.4 લાખનો ચોખ્ખો નફો. તમે કેટલાય ખેડૂતોને પરંપરાગત પાકની ખેતીથી હટી કંઇક અલગ વાવેતર કરી લાખોની કમાણી કરતા જોયા હશે. આજે આપણે અરવલ્લી જીલ્લાના એવા જ એક ખેડૂતની વાત જણાવીશું જેણે પ્રકૃતિક કેરીની ખેતી કરી લાખોની કમાણી કરી છે. અરવલ્લીના રવીપુરા કંપામાં રહેતા જીતેન્દ્રભાઈ પટેલ પહેલાં કપાસ, એરંડા અને ઘઉંની ખેતી કરતા હતાં જેમાં તેમને બહું સારું વળતર મળતું ન હતું. આ ખેતીથી તેમના પરિવારનું ભરણપોષણ મુશ્કેલીથી થતું હતું. પછી બાગાયત વિભાગના અધિકારીઓએ તેમને બાગાયતી ખેતી કરવા યોગ્ય માહિતી અને માર્ગદર્શન પૂરું પાડયું. બાયાગત ખાતા દ્વારા ફળ પાકના સંગ્રહ કરવા માટે ઓન ફાર્મ પેક હાઉસ બનાવવા રૂ.2 લાખની સહાય પણ પૂરી પાડવામાં આવી.  યોગ્ય માર્ગદર્શન અને સહાય મળતા જીતેન્દ્રભાઈ પટેલે તેમના ખેતરમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રકૃતિક કેસર કેરીની ખેતી કરી. છેલ્લા વર્ષ 2019-2022 માં તેમને 2.75 લાખનો ખેતી ખર્ચ કરી કેરીની ખેતી કરી. જેનું ખૂબ સારું ઉત્પાદન થયું અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રવી ઓર્ગેનિક કેસર મેંગો નામનું વ

અરવલ્લી જિલ્લામાં કરાઈ નારી વંદન ઉત્સવ અને વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી.

છબી
અરવલ્લી જિલ્લામાં કરાઈ નારી વંદન ઉત્સવ અને વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી. મોડાસાના ભામાશા હૉલ ખાતે યોજાયો ઘરેલું હિંસા અધિનિયમ અંગે જાગૃતિ સેમીનાર. અરવલ્લી જિલ્લામાં નારી વંદન ઉત્સવ અને મહિલા સુરક્ષા દિવસની ઉજવણી અંતર્ગત ઘરેલું હિંસા અધિનિયમ અંગે જાગૃતિ સેમીનાર યોજાયો.જેમાં જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાતના અધ્યક્ષ સ્થાને કોલેજના વિદ્યાર્થીઓ સહિત મહિલાઓને ઘરેલું હિંસા સામે લડવા માટે માહિતી આપવામાં આવી. દુનિયામાં દરેક ક્ષેત્રમાં મહિલાઓ પોતાનું યોગદાન આપી રહી છે. કોઈ પણ મહાપુરુષના ઘડતરમાં પણ તેમની માટેનો જ મુખ્ય ફાળો રહેલો છે. પરંતુ આજની 21મી સદીમાં પણ આપની નજર સામે કેટલાય ઘરેલું હિંસાના કેસ જોવા મળે છે અને આપણે તેને સામાન્ય ગણી અવગણી નાખીએ છીએ. આ અવગણના હિંસા કરનારને પ્રોત્સાહન આપે છે. પરંતુ આજે મહિલા સુરક્ષા દિનની ઉજવણી કરતા લોકોને સમજાવવામાં આવ્યું કે આ ઘરેલું હિંસા યોગ્ય નથી. તેની સામે અવાજ ઉઠાવી તેનો વિરોધ કરવો જોઈએ.  સરકાર અને કાયદા દ્વારા મહિલાઓ માટે અભયમ, દહેજ વિરોધી કાયદા, ત્રિપલ તલાક વિરોધી કાયદા, સખી વન સ્ટોપ સેન્ટર, સુરક્ષા સેતુ , સેલ્ફ ડિફે

અરવલ્લી જિલ્લામાં આયોજિત રાજ્યકક્ષાના સ્વતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણીની તૈયારીઓ શરૂ.

છબી
અરવલ્લી જિલ્લામાં આયોજિત રાજ્યકક્ષાના સ્વતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણીની તૈયારીઓ શરૂ. -------------------------- 15 મી ઓગસ્ટ 2022 ના રોજ એન્જિનિરિંગ કોલેજ પાછળ (પી.એમ. ગ્રાઉન્ડ), મોડાસા ખાતે યોજાશે રાજ્યકક્ષાનો સ્વાતંત્ર પર્વ. અરવલ્લીની ગિરિમાળામાં વસેલા જિલ્લા અરવલ્લીમાં ગુજરાત ઉજવશે સ્વતંત્ર્ય પર્વ. અરવલ્લી જિલ્લો સતત વિકાસની નવી ક્ષિતિજો સર કરી રહ્યો છે. સતત વિકાસ કરતું રાજ્ય ગુજરાત આ વર્ષે ખુબજ ઉત્સાહ પૂર્વક આઝાદીનો જશ્ન મનાવશે.આ ઉજવણી નિમિત્તે એટ હોમ કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમ અને મુખ્ય ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે. આઝાદી પર્વ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવશે.  ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત સહિત રાજ્યકક્ષાના ઉચ્ચ અધિકારીઓ કાર્યક્રમમાં હાજરી આપશે. રાજ્યમાં ઉત્તમ કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા આ પ્રસંગને યાદગાર બનાવશે. શૌર્ય ગીત અને ત્રિરંગી રોશનીથી અરવલ્લી ઝળહળી ઉઠશે. જિલ્લા કક્ષાએ તમામ વ્યવસ્થા જાળવવા કલેકટર શ્રી ડો.નરેન્દ્રકુમાર મીનાની અઘ્યક્ષતામાં બેઠક મળી. બેઠકમાં કાર્યક્રમની તમામ

આઝાદીના ના “અમૃત મહોત્સવ” ના ભાગરૂપે ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી કરવા માટે, ઊર્જા મંત્રાલયે ગુજરાત ના અરવલ્લી જિલ્લા ના ડેમઈ શહેરમા 'વીજળી મહોત્સવ'નું આયોજન કર્યું. વીજળી મહોત્સવનો રાજ્ય અને કેન્દ્ર સરકારો વચ્ચેના સહયોગની ઉજવણી કરવા અને પાવર સેક્ટરની મુખ્ય સિદ્ધિઓને પ્રકાશિત કરવા માટે એક પ્લેટફોર્મ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો .

છબી
આઝાદીના ના “અમૃત મહોત્સવ” ના ભાગરૂપે ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી કરવા માટે, ઊર્જા મંત્રાલયે ગુજરાત ના અરવલ્લી જિલ્લા ના ડેમઈ શહેરમા 'વીજળી મહોત્સવ'નું આયોજન કર્યું. વીજળી મહોત્સવનો રાજ્ય અને કેન્દ્ર સરકારો વચ્ચેના સહયોગની ઉજવણી કરવા અને પાવર સેક્ટરની મુખ્ય સિદ્ધિઓને પ્રકાશિત કરવા માટે એક પ્લેટફોર્મ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો . કેટલાક મુખ્ય ઉપલબ્ધિઓ આ મુજબની છે વીજ ઉત્પાદનની ક્ષમતા 2014 માં 2,48,554 મેગાવોટથી હતી તે આજે વધીને 4,00,000 મેગાવોટ થઈ છે જે આપણી માંગ કરતાં 1,85,000 મેગાવોટ વધુ છે. ભારત હવે તેના પાડોશી દેશોમાં વીજળીની નિકાસ કરી રહ્યું છે. 1,63,000 સર્કીટ કિલોમીટર ટ્રાન્સમિશન લાઇન ઉમેરવામાં આવી છે, જેથી કરી સમગ્ર દેશને એક જ ફ્રીક્વન્સી પર ચાલતી એક જ ગ્રીડમાં જોડે છે. લદ્દાખથી કન્યાકુમારી અને કચ્છથી મ્યાનમાર સરહદ સુધી તે વિશ્વની સૌથી મોટી સંકલિત ગ્રીડ તરીકે ઉભરી આવી છે. આ ગ્રીડનો ઉપયોગ કરીને આપણે દેશના એક ખૂણેથી બીજા ખૂણે 1,12,000 મેગાવોટ વીજળી ટ્રાન્સમિટ કરી શકીએ છીએ. અમે પેરીસમાં યોજાયેલ કલાયમેટ ચેન્જ કોન્ફરન્સ(COP21)માં વચન આપ

ભાદરવી પૂનમના મહામેળા સંદર્ભે અંબાજી ખાતે કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને અગત્યની સમિતિઓની બેઠક યોજાઇ*

છબી
*ભાદરવી પૂનમના મહામેળા સંદર્ભે અંબાજી ખાતે કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને અગત્યની સમિતિઓની બેઠક યોજાઇ* *કલેકટરશ્રી સહિત ઉચ્ચ અધિકારીઓએ પાર્કિગ, એસ.ટી. બસ સેવા અને સુરક્ષા વ્યવસ્થાઓ અંગે અંબાજી આસપાસના સ્થળોનું નિરીક્ષણ કર્યુ* આગામી ભાદરવા મહિનામાં અરવલ્લીના ડુંગરાઓમાં અખંડ શ્રધ્ધા, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો તા. ૫ થી ૧૦ સપ્ટેમ્બર-૨૦૨૨ દરમિયાન યોજાનાર છે. આ મહામેળાના સુચારૂ આયોજન માટે શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શનમાં અત્યારથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ હાથ ધરીને કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ભાદરવી પૂનમના મેળાની વ્યવસ્થા જાળવવા માટે કલેક્ટરશ્રી આનંદ પટેલ દ્વારા સ્વચ્છતા, કાયદો અને વ્યવસ્થા સહિત જુદી જુદી ૨૮ જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે. આ સમિતિઓ પૈકી અગત્યની સમિતિઓની બેઠક અંબાજી ખાતે યોજાઇ હતી જેમાં મેળા સંદર્ભે કરવાની કામગીરીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કલેકટરશ્રી સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ અંબાજીમાં મેળ

યાત્રિકોની સુરક્ષાને સલામતીના ભાગરૂપે અંબાજી ગબ્બર રોપ વે ખાતે મોક ડ્રિલ યોજાઈ*

છબી
*યાત્રિકોની સુરક્ષાને સલામતીના ભાગરૂપે અંબાજી ગબ્બર રોપ વે ખાતે મોક ડ્રિલ યોજાઈ* *ઊંચે ટોચ પર રોપ વેમાં ફસાયેલા યાત્રિકોને બચાવવા માટેના લાઈવ રેસ્ક્યુ ઓપરેશનનું દિલધડક ડેમોસ્ટ્રેશન કરાયું* *રોપ વે ઓથોરિટીની સુરક્ષા અંગેની સતર્કતા અને સલામતીની કામગીરીથી સંતોષ વ્યક્ત કરતા વહીવટદારશ્રી આર કે પટેલ* આગામી ભાદરવી પૂનમના મેળાને અનુલક્ષીને યાત્રિકોની સુરક્ષા અને સલામતીને અનુલક્ષીને અંબાજી ગબ્બર રોપ વે ઓથોરિટી અને વહીવટીતંત્રના સંકલન દ્વારા ગબ્બર તળેટી ખાતે  મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે આવનારા સમયમાં દેશનો સૌથી મોટો ભાદરવી પૂનમનો મેળો યોજાવા જઈ રહ્યો છે.કોરોના મહામારીને કારણે છેલ્લા બે વર્ષથી આ મેળો યોજાઈ શક્યો નથી ત્યારે ચાલુ વર્ષે કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાના પ્રતીક સમા આ મેળાની આતુરતાથી રાહ જોવાઇ રહી છે. આ વખતે કરોડોની સંખ્યામાં યાત્રિકો-શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટવાની સંભાવના છે ત્યારે યાત્રિકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખી અંબાજી ગબ્બર રોપ વે નું સંચાલન કરતી ઉષા બ્રેકો કંપની દ્વારા મોકડ્રિલ ક

અરવલ્લી જિલ્લામાં ઊર્જા મંત્રાલય દ્વારા ગુજરાત સરકારશ્રી ના સહયોગથી ' વીજળી મહોત્સવ'કાર્યક્રમ યોજાયો.

છબી
અરવલ્લી જિલ્લામાં ઊર્જા મંત્રાલય દ્વારા  ગુજરાત સરકારશ્રી ના સહયોગથી ' વીજળી મહોત્સવ'કાર્યક્રમ યોજાયો. આઝાદીના ના અમૃત મહોત્સવ ના ભાગરૂપે ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી કરવા માટે, ઊર્જા મંત્રાલયે ગુજરાત સરકારશ્રી ના સહયોગથી ' વીજળી મહોત્સવ' કાર્યક્રમ યોજાયો. વીજળી મહોત્સવ રાજ્ય અને કેન્દ્ર સરકારો વચ્ચેના સહયોગની ઉજવણી કરવા અને પાવર સેક્ટરની મુખ્ય સિદ્ધિઓને પ્રકાશિત કરવા માટે એક પ્લેટફોર્મ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો . આ કાર્યક્રમમાં કેટલીક  મુખ્ય ઉપલબ્ધિઓ લોકો સુધી પોહંચે તે હેતુથી માહિતગાર કરવામાં આવ્યા.વીજ ઉત્પાદનની ક્ષમતા 2014 માં 2,48,554 મેગાવોટથી હતી તે આજે વધીને 4,00,000 મેગાવોટ થઈ છે જે આપણી માંગ કરતાં 1,85,000 મેગાવોટ વધુ છે.ભારત હવે તેના પાડોશી દેશોમાં વીજળીની નિકાસ કરી રહ્યું છે.1,63,000 _ સર્કીટ કિલોમીટર ટ્રાન્સમિશન લાઇન ઉમેરવામાં આવી છે, જેથી કરી સમગ્ર દેશને એક જ ફ્રીક્વન્સી પર ચાલતી એક જ ગ્રીડમાં જોડે છે. લદ્દાખથી કન્યાકુમારી અને કચ્છથી મ્યાનમાર સરહદ સુધી તે વિશ્વની સૌથી મોટી સંકલિત ગ્રીડ તરીકે ઉભરી આવી છે.આ ગ્રીડનો ઉપયોગ કરીને આપ

૩.૮૫ લાખ દૂધ ઉત્પાદકોની અથાગ મહેનત અને અડગ નિશ્વયથી સાબર ડેરીએ ઉત્તર ગુજરાતમાં સર્જયો ‘શ્વેત વિકાસ’નો પ્રકાશ પુંજ.

છબી
૩.૮૫ લાખ દૂધ ઉત્પાદકોની અથાગ મહેનત અને અડગ નિશ્વયથી સાબર ડેરીએ ઉત્તર ગુજરાતમાં સર્જયો ‘શ્વેત વિકાસ’નો પ્રકાશ પુંજ. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે રૂ. ૩૦૫ કરોડના ખર્ચે નવનિર્મિત પાવડર પ્લાન્ટનું લોકાપર્ણ કરાશે • રૂ. ૧૨૫ કરોડના ખર્ચે નિર્મિત ટેટ્રાપેકનું વરર્ચયુલ લોકાપર્ણ - ઉપરાંતરૂ. ૬૦૦ કરોડના ખર્ચે તૈયાર થનાર ચીઝ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. • વર્ષ ૧૯૬૪-૬૫માં માત્ર ૧૯ દૂધ મંડળીથી શરૂ થયેલી ડેરીમાં આજે ૧૭૯૮ કાર્યરત દૂધ મંડળીઓ • માત્ર ૨૯ સભાસદો સાથે શરૂ થયેલી ડેરીને આજે ૩,૮૪,૯૮૬ સભાસદોનું સુદ્રઢ પીઠબળ • વર્ષ ૧૯૬૪-૬૫માં માત્ર ૦.૦૫ લાખ લિટર દૂધ સંપાદનથી શરૂઆત કરી આજે દૈનિક સરેરાશ ૩૩.૨૭ લાખ લીટર પ્રતિદિન દૂધનું સંપાદનકરવામાં આવી રહ્યું છે  પ્રક્રિયા કરવાની ક્ષમતા કોઠાસૂઝ અને અડગ નિશ્વય હોય તો કોઈ કઠિનમાં કઠિન કામ પણ પાર પડી શકે તેની પ્રતીતિસાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદકોએ કરાવી છે. ઠંડી, ગરમી અને વર્ષા એમત્રણેય ઋતુની પરાકાષ્ઠાનો સતત સામનો કરતા આ બંને જિલ્લા આજે દૂધ ઉત્પાદનથકી ‘શ્વેત વિકાસ’ની પરાકાષ્ઠા તરફ ડગ માંડવા સજ્જ બન્યો છે

विकसित राष्ट्र बनाने के लिए नशा मुक्ति युवा..कौशल किशोरअमृत महोत्सव वर्ष की शान नशा मुक्त हिंदुस्तान... ज्योति बाबा

છબી
नशा,मोबाइल व जंक फूड का कॉकटेल युवाओं को बना रहा पंगु..कौशल किशोर  हर 10 में से 7 युवा नशे के कारण हो रहा बीमार...कौशल किशोर  विकसित राष्ट्र बनाने के लिए नशा मुक्ति युवा..कौशल किशोर अमृत महोत्सव वर्ष की शान नशा मुक्त हिंदुस्तान... ज्योति बाबा लखनऊ l हर 10 में से 7 युवा नशे के कारण मानसिक बीमार बन रहा है क्योंकि मनोचिकित्सकों की मानें तो उनमें अवसाद गुस्सा व हिंसा के विकार प्रवृत्ति नशे के सेवन से बहुत ज्यादा बड़ी है उपरोक्त बात नशा मुक्त समाज आंदोलन अभियान कौशल का के तहत सोसाइटी योग ज्योति इंडिया के तत्वाधान में आयोजित एक दिवसीय प्रदेश स्तरीय नशा मुक्त स्वास्थ्य सम्मेलन में मुख्य अतिथि संबोधन में केंद्रीय राज्य मंत्री शहरी आवासन एवं विकास कौशल किशोर ने कहीं,उन्होंने आगे कहा कि नशा,मोबाइल व जंक फूड का कॉकटेल किशोर व युवा वर्ग की सकारात्मक शक्ति को खत्म कर दिशाहीन बना रहा है परिणामस्वरूप हम इसके घातक दुष्परिणाम अक्सर मीडिया के माध्यम से देखते हैं इसीलिए अभिभावकों को प्रारंभिक स्तर से ही बच्चों को पहले की अपेक्षा ज्यादा देखभाल की जरूरत है हम 9 अगस्त को