પોસ્ટ્સ

અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મિનાની અધ્યક્ષતામાં મળી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક.

છબી
અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મિનાની અધ્યક્ષતામાં મળી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક. અરવલ્લી જીલ્લાના હિત અને પ્રશ્નોના સમાધાન માટે મળી જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક . આજે મોડાસા કલેકટર કચેરી ખાતે કલેકટર શ્રી ની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી. જેમાં ધારાસભ્ય શ્રી જશુભાઇ પટેલે અને ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ઠાકોરનાં જળસંચય, માર્ગ વિકાસ, વિજળી, શિક્ષણ, રેવન્યુંને લગતા પ્રશ્નોને સાંભળવામાં આવ્યા. જવાબદાર અધિકારીઓ દ્રારા તેમના યોગ્ય જવાબ આપવામાં આવ્યા. બેઠકમાં જિલ્લાની વિકાસલક્ષી યોજનાઓ જેવીકે પ્રધાનમંત્રી આવાસ યોજના, પીએમ કિસાન સન્માન નિધિ યોજના,  સોઈલ હેલ્થ કાર્ડ, કિસાન ક્રેડિટ કાર્ડ, અટલ પેન્શન યોજનાઓ ને લઇને ચર્ચા કરવામાં આવી. જિલ્લા વિકાસને લઇને પણ બેઠકમાં ચર્ચાવિચારણા કરવામાં આવી. સેવાસેતું કાર્યક્રમ હેઠળ કરાયેલી કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી. બેઠકમાં નિવૃત્ત થતા કર્મચારીઓના પેન્શન અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. લોકોની અરજીઓના યોગ્ય નિકાલની પણ ચર્ચા કરાઈ. વહીવટી કામગીરીને ઝડપી અને પરિણામ

અરવલ્લી જિલ્લામાં મંત્રીશ્રી કુબેરભાઇ ડિંડોર ત્રિ-દિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૨ના કાર્યક્રમમાં હાજર રહયાં.

છબી
અરવલ્લી જિલ્લામાં મંત્રીશ્રી કુબેરભાઇ ડિંડોર ત્રિ-દિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૨ના કાર્યક્રમમાં  હાજર રહયાં.       મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરએ લીંભોઈ પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિતિ રહી બાળકોનું શાળામાં નામાંકન કરાવ્યું.  અરવલ્લી જિલ્લાની 1384 શાળાઓમાં પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ અંતર્ગત જીલ્લાના 6756 કુમાર અને 6345 કન્યાઓ એમ મળીને કુલ 13101 બાળકોને શાળામાં પ્રવેશ અપાવાશે. રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર મોડાસા તાલુકાના લિંભોઈ, રામપુર (ગઢડા) , વાંટા રામપુર, શામપુર 1 અને શામપુર 2 માં હાજર રહી બાળકોનો શાળામાં પ્રવેશોત્સવ કરાવ્યો. બાળકોને પ્રોત્સાહન આપતા તેમને જણાવ્યું કે આદિવાસી વિસ્તારમાં શિક્ષણ પ્રત્યે અને કન્યા કેળવણી માટે વડાપ્રધાનશ્રીની મુહિમ સફળ થઈ રહી છે. કોરોનામાં શિક્ષણમાં નુકશાન થયું પણ હવે  પુરા ઉત્સાહ અને ઉત્સવથી શિક્ષણને આગળ ધપાવી રહ્યા છે એવા શિક્ષકોને ધન્યવાદ છે.બાળકોનું 100% નામાંકન થાય તેવા પ્રયાસ સાથે સરકાર કામગીરી કરી રહી છે. શાળામાં ડ્રોપ આઉટ રેસીયો હતો એમાં સુધારો આવ્યો છે. 1000 દ

આજે તારીખ-23/06/2022ને ગુરુવારે ગામ-મોડાસર સાણંદ-તાલુકા જિલ્લા-અમદાવાદમાં "સેવા સેતુ" શાળા પ્રવેશ ઉત્સવ" અને ડોક્ટર શ્યામાપ્રસાદ મુખરજીએ દેશ માટે આપેલા બલિદાનની માહિતી અને ગાથાને લગતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

છબી
આજે તારીખ-23/06/2022ને ગુરુવારે ગામ-મોડાસર સાણંદ-તાલુકા જિલ્લા-અમદાવાદમાં "સેવા સેતુ" શાળા પ્રવેશ ઉત્સવ" અને ડોક્ટર શ્યામાપ્રસાદ મુખરજીએ દેશ માટે આપેલા બલિદાનની માહિતી અને ગાથાને લગતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજે મોડાસરના આંગણે ત્રણ-ત્રણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સેવાસેતુનું આયોજન અત્રેશ્વર મહાદેવના પટાંગણમાં કરવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં મોડાસર ગ્રામજનોએ ઘર આંગણે રાશન કાર્ડ આધારકાર્ડ ચુંટણીકાર્ડ આવકના દાખલા વૃદ્ધા પેન્શન વિધવા પેન્શન આવી અનેક યોજનાઓનો લાભ લીધો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સાણંદ તાલુકાના મામલતદાર સાહેબ ગ્રામ પંચાયતના સરપંચ વિપુલસિંહ સોલંકી તથા તલાટી કમ મંત્રી મિનલબેન તથા મોડાસર ગામના આગેવાનો હાજર રહ્યા હતા અને જ્યારે મોડાસર પ્રાથમિક શાળામાં બે વર્ષના કોરોનાવાયરસની મહામારીને કારણે આયોજન કે ફંકશન થયા નહોતા પરંતુ આ વર્ષે 'પ્રવેશ ઉત્સવ' નિમિત્તે જબરજસ્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રાથમિક શાળાના તમામ વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષક ગણ તેમજ મોડાસર ગામના જાગૃત આગેવા

અરવલ્લી જિલ્લામાં આજથી ત્રિ-દિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૨નો શુભારંભ થયો.

છબી
અરવલ્લી જિલ્લામાં આજથી ત્રિ-દિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૨નો શુભારંભ થયો.          જેમાં રાજ્ય અને જિલ્લા કક્ષાના અધિકારીઓ પ્રાથમિક શાળાઓ ખાતે ઉપસ્થિતિ રહી બાળકોનું શાળામાં નામાંકન કરાવ્યું.  અરવલ્લી જિલ્લાની 1384 શાળાઓમાં પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ અંતર્ગત જીલ્લાના 6756 કુમાર અને 6345 કન્યાઓ એમ મળીને કુલ 13101 બાળકોને શાળામાં પ્રવેશ અપાવાશે. રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર મોડાસા તાલુકાના લિંભોઈ, રામપુર (ગઢડા) , વાંટા રામપુર, શામપુર 1 અને શામપુર 2 માં હાજર રહી પ્રવેશોત્સવમાં ભાગ લેશે. સાંસદશ્રી દિપસિંહ રાઠોડ બાયડ તાલુકાની ગાબટ, ગોટપુર અને પ્રાંતવેલ ખાતે બાળકોને પ્રોત્સાહીત કરવા ઉપસ્થિત રહેશે.જિલ્લા કલેકટર શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મિના મેઘરજ તાલુકાની મેડી, લાખાપુર, કલિયાકુવા 1 ની શાળાઓમાં પ્રવેશોત્સવમાં ભાગ લેશે. તો તેઓ માલપુર તાલુકાની રાસાપુર , લાલાવાડા, ઢુંઢરવાવડી ખાતે પણ હાજરી આપશે. આ ઉપરાંત કલેકટર શ્રી ભિલોડા તાલુકાના વજાપુર, સિલાદ્રી, ટાકાટુકા ખાતે પણ ઉપસ્થિત રહેશે. આ સાથે જિલ્લા અ

અરવલ્લી જિલ્લામાં સરકારનો સહકાર-જનતાનો સાથ- સખી મેળા અને વંદે ગુજરાતને મળ્યો અભૂતપૂર્વ પ્રતિસાદ.ગ્રામીણ મહિલાઓ દ્વારા ઉત્પાદિત થયેલી રૂા. 4.25 લાખની ચીજવસ્તુઓની સાત દિવસમાં

છબી
અરવલ્લી જિલ્લામાં સરકારનો સહકાર-જનતાનો સાથ- સખી મેળા અને વંદે ગુજરાતને મળ્યો અભૂતપૂર્વ પ્રતિસાદ. ગ્રામીણ મહિલાઓ દ્વારા ઉત્પાદિત થયેલી રૂા. 4.25  લાખની ચીજવસ્તુઓની સાત દિવસમાં ખરીદી કરીને વોકલ ફોર લોકલના મંત્રને સાર્થક કરતાં મોડાસા શહેર સહિત જિલ્લાના નાગરિકો મોડાસાના ઉમિયા માતજીના મંદિર ખાતે આયોજીત ‘સખી મેળો’ તથા વંદે ગુજરાત ‘વંદે ગુજરાત પ્રદર્શન’ને મળી રહેલ અભૂતપૂર્વ આવકાર-જનસમર્થન. કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય અને ગ્રામ વિકાસ વિભાગ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કલેકટર શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મિના, જિલ્લા વિકાસ અધિકારી શ્રી શ્વેતા તિવેતિયા , DRDO ના ડિરેક્ટર શ્રી બી.ડી. દાવેરાના માર્ગદર્શન હેઠળ અરવલ્લી જિલ્લામાંથી માટી બનાવટ, મોરપીંછની બનાવટ, પગરખાં, વાંસની વસ્તુઓ,જવેલરી, હેન્ડીક્રાફટ, અથાણાં, નમકીન, ઓર્ગેનિક વસ્તુઓ જેવી અનેકવિધ કલાત્મક ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતા ગ્રામીણ મહિલા સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓના વેચાણ માટે મોડાસામાં આયોજિત “સખી મેળો તેમજ વંદે ગુજરાત પ્રદર્શન”ને મોડાસા શહેર સહિત જિલ્લાના નાગરિકો તરફથી અપાર સ્નેહ અને અભૂતતૂર્વ

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના મોટીપંડુલી ગામની યુવતીના હત્યારા ને ફાંસીની સજા માટે જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપવામાં આવ્યું.

છબી
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના મોટીપંડુલી ગામની યુવતીના હત્યારા ને ફાંસીની સજા  માટે જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપવામાં આવ્યું.     મેઘરજ તાલુકાના મોટીપંડુલી ગામની યુવતી જેની હત્યા કરવામાં આવી છે. અને મનુષ્યને ન શોભે તેવો અપરાધ કરેલો છે.અને જે વ્યક્તિઓ આ કેસમાં સંડોવાયેલા છે. તેમને જેમ બને તેમ વહેલી તકે ફાંસી આપવામાં આવે તેવી નમ્ર વિનંતી કરવામાં આવી. સમાજ માં આવા અસામાજિક તત્વોને પકડીને તાત્કાલિક સજા કરવામાં નહીં આવે તો દિવસેને દિવસે વધુ બનાવો બનશે અને ગુનેગારોને કોઈનો ડર રહશે નહીં. તેથી જિલ્લા પોલીસ વડાને વિનંતી છે કે આ કેસના જે પણ અપરાધીઓ છે તૈમને તાત્કાલિક પકડી યોગ્ય કાયઁવાહી કરવામાં આવે તેવી જાગૃતિ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ ના ઉપપ્રમુખ અટીબેન વરસાત,કમળાબેન,શારદા બેન સવિતાબેન પાંડોર તથા ગ્રામજનો દ્વારા સત્વ રે પગલાં લેવામાં આવે તેવી માંગણી અને લાગણી છે.      બ્યૂરો રિપોર્ટ અરવલ્લી.

સાંસદશ્રી પરબતભાઇ પટેલની ઉપસ્થિતિમાં અંબાજી મંદિરના ચાચર ચોકમાં ૬૦૦ જેટલાં વ્યક્તિઓએ યોગમાં ભાગ લીધો*

છબી
*સાંસદશ્રી પરબતભાઇ પટેલની ઉપસ્થિતિમાં અંબાજી મંદિરના ચાચર ચોકમાં ૬૦૦ જેટલાં વ્યક્તિઓએ યોગમાં ભાગ લીધો* આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શક્તિપીઠ અંબાજી મંદિરના ચાચર ચોકમાં તા. ૨૧ જૂન-૨૦૨૨ના રોજ સાંસદશ્રી પરબતભાઇ પટેલની ઉપસ્થિતમાં "માનવતા માટે યોગા’’ (Yoga for Humanity) ના થીમ આધારિત યોજાયેલ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ૬૦૦ જેટલાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.  આ પ્રસંગે સાંસદશ્રી પરબતભાઇ પટેલે જણાવ્યું કે, આપણા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રીભાઇ મોદીએ સમગ્ર દુનિયામાં સુખ- શાંતિ માટે સંયુકત રાષ્ટ્ર સમક્ષ ભારતની ભવ્ય યોગ પધ્ધ તિનો સ્વીકાર કરવા સુચન કર્યુ હતુ. જેને દુનિયાના દેશોએ સ્વીકાર કરતા આજે સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે તે આપણા માટે આનંદ અને ગૌરવની બાબત છે. તેમણે જણાવ્યું કે, નિયમિત યોગ અને પ્રાણાયામ કરવાથી શરીર અને મન પ્રસન્ન રહે છે તથા દિવ્યે ઊર્જા મળે છે. તેમણે કહ્યું કે, યોગ કરવાથી મુશ્કેશલીઓ અને ટેન્શન દૂર થાય છે અને આમ થવાથી દુનિયાભરમાં સુખ- શાંતિ આવી શકે છે.     આ પ્

અરવલ્લી જિલ્લા ખાતે ૮માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી. 'માનવતા માટે યોગા'.... થીમ ઉપર યોગ દિવસ ઉજવાયો.આજે ૮માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી અરવલ્લી જિલ્લા ખાતે પણ કરવામાં આવી રહી છે.“આઝાદીકા અમૃત મહોત્સવ” અંતર્ગત ૨૧મી જૂન

છબી
અરવલ્લી જિલ્લા ખાતે  ૮માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી.   'માનવતા માટે યોગા'.... થીમ ઉપર યોગ દિવસ ઉજવાયો. આજે ૮માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી અરવલ્લી જિલ્લા ખાતે પણ  કરવામાં આવી રહી છે.“આઝાદીકા અમૃત મહોત્સવ” અંતર્ગત ૨૧મી જૂન ૨૦૨૨ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર રાજ્યમાં થઈ રહી છે. દર વર્ષે અલગ અલગ થીમ ઉપર યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે.જયારે આ વખતની  થીમ છે.... "માનવતા માટે યોગા"...પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી યોગ વિદ્યાને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય,સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી  દ્વારા સંયુક્ત  રાષ્ટ્રસંઘની સમક્ષ ૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા કરેલ  પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા મંજુર કરવામાં આવ્યો.જેના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં તારીખ ૨૧મી જૂનના દિવસને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. અરવલ્લી જિલ્લા ખાતે  માન. રા. ક. મંત્રીશ્રી શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગુજરાત રાજ્ય.શ્રી વિ

અરવલ્લી જિલ્લા ખાતે વર્ચ્યુલી સીએમની અધ્યક્ષ સ્થાને કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૨ અંતર્ગત બ્રીફીંઞ મિટિંગ યોજાઈ.

છબી
અરવલ્લી જિલ્લા ખાતે વર્ચ્યુલી સીએમની અધ્યક્ષ સ્થાને  કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૨ અંતર્ગત બ્રીફીંઞ મિટિંગ યોજાઈ. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2022,  શિક્ષણ વિભાગના સંદર્ભે વર્ષ ૨૦૨૨-૨૩ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ તા.૨૩, ૨૪ અને ૨૫ જૂન ૨૦૨૨(ગુરૂવાર થી શનિવાર) દરમ્યાન શહેરી વિસ્તારનો અને ગ્રામ્ય વિસ્તારનો સંયુકત કાર્યક્રમ યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.પ્રવેશોત્સવ-૨૦૨૨ના આયોજન સંદર્ભ માન.મુખ્યમંત્રીશ્રીના અઘ્યક્ષ સ્થાને તા.૨૦/ ૦૬/ ૨૦૨૨ નાં રોજ ગાંધીનગર ખાતેથી  બ્રીંકીંગ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેનું બાયસેગ મારફતે જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતુ.આ કાર્યક્રમનું સુચારૂ આયોજન થાય તે હેતુથી વર્ચ્યુઅલી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં  સૂચનાઓનું અનુસરણ થાય તે સુનિશ્ચિત કરવામા આવ્યું હતુ. જેમાં માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે,નરેન્દ્રભાઈ દ્વારા શિક્ષણ ક્ષેત્રે પાયો મજબૂત કરવાનું કામ કર્યું. કોરોના દરમ્યાન  પડેલી મુશ્કેલીઓથી આગળ આવીને  શિક્ષણને વધુ મજબૂત બનાવવાનું કાર્ય આપણે તમામ સાથે મળી

યુ.જી.વી.સી.એલ ugvcl ઓફિસ મહેસાણા દ્વારા ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ હેલ્પર ની ભરતી ન થતા બેરોજગારો મા રોષ.

છબી
યુ.જી.વી.સી.એલ ugvcl ઓફિસ મહેસાણા દ્વારા ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ હેલ્પર ની ભરતી ન થતા બેરોજગારો મા રોષ. આજ તારીખ .20.6.22 અરવલ્લી જિલ્લા કલેકટર સાહેબ શ્રી ને અરવલ્લી જિલ્લાના બેરોજગારો લેખિત રજૂઆત કરી જાણ કરવામાં આવી છે કે અમોએ બે વર્ષ આઈ.ટી.આઈ કરી બે વર્ષ UGVCL.જેટકો માં સખત મહેનત કરી એપ્રેન્ટીસ પૂર્ણ કરી પરીક્ષા આપી પાસ થઈ ત્યાર પછી ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ હેલ્પર ની પરીક્ષા  માટે પોલ ટેસ્ટ આપી લેખિત એક્ઝામ આપી પાસ કરી  અમો ઊંચી ટકાવારી પ્રાપ્ત કરેલ છે તેમ છતાં અમારી ભરતી કરવામાં આવતી નથી  હાલમાં ગુજરાતમાં જી.ઇ.બી.ની 5 અલગ-અલગ  કંપની નો વિભાજન કરવામાં આવેલ છે તેમાં અલગ-અલગ ઝોન વાઇઝ અલગ-અલગ કંપનીમાં ugvcl.mgvcl.dgvcl.pgvcl માં વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવે છે જેમાં એમ.જી.વી.સી.એલ ડી.જી.વી.સી.એલ પી.જી.વી.સી.એલ ત્યાં મેરીટ નો દસ ૫૦ ટકાથી નીચે નો રેશિયો હોય છે છેલ્લા આઠ વરસની અંદર અમારા ત્યાં ugvcl ની અંદર ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ પરીક્ષા દર બે વર્ષે લેવામાં આવે છે  આમ અમારી  પરીક્ષા દર વર્ષે લેવામાં આવે તેવી વ્યવસ્થા કરવી તેમજ બિજી  અન્ય કંપનીમાં દર વર્ષે પરીક્ષા લે

લ્યો દાંતામાં બુટલેગર કહે છે કે હું ઉપર સુધી હપ્તો આપું છું ઉપર વાળા કોણ છે તે પણ ચર્ચા નો વિષય બન્યો છે

છબી
લ્યો દાંતામાં બુટલેગર કહે છે કે હું ઉપર સુધી હપ્તો આપું છું ઉપર વાળા કોણ છે તે પણ ચર્ચા નો વિષય બન્યો છે દાંતાના ઓડવાસમા કયા સાહેબ ના આશીર્વાદ થી ચાલે છે દેશી દારૂ સ્ટેન્ડ કોણ કહે છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી  છે ચાલો દાંતા ના ઓડવાસ માં દેશી દારુનું ધુમ વેચાણ થઈ રહ્યું છે અને નાની છોકરી દારુની થેલી લઈને ને જાય છે ત્યારે આ ના બાળકીના ભવિષ્ય નું થશે અને દારૂના  બુટલેગર ને પુછતા કહે છે કે હું છેક ઉપર સુધી હપ્તો આપું છું દાંતા પોલીસ કે બનાસકાંઠા એલસીબી મારું કશું નહીં બગાડી શકે તમારે જે પણ છાપવું હોય તે છાપી લેજો દાંતા પોલીસ અને એલસીબી દર મહિને મારી જોડે પંદર હજાર રૂપિયા હપ્તો લઈને જાય છે અને કોઈ ઉપરના અધિકારીઓ આવવાનાં હોય તો અમને જાણ કરે છે એટલે અમે એ દિવસે દારૂ વેચવાનું બંધ રાખીએ છીએ પોલીસ અમને જાણ કરે તો ઓડવાસ ના જમાદાર ના રાજમાં બુટલેગરો બેફામ બન્યા છે તો કાયદાનું પાલન કોણ કરાવશે શું દારુના બુટલેગર કરેલાં આક્ષેપો સાચા કે ખોટા તે પણ ચર્ચા નો વિષય બન્યો શું બુટલેગરે કરેલાં આક્ષેપો ખોટા હોય તો દાંતા પોલીસ વરસોથી ચાલતા બુટલેગર ને તત્કાલીક પાસાં હેઠળ ધકેલે અને દાંતા માં ચાલત

સરકારી શ્રમ અધિકારી કચેરી દ્વારા બાળ અને તરુણ શ્રમયોગી કાયદા અન્વયે મે -2022 અને જૂન -2022મા કરવામાં આવેલી કામગીરી એહવાલ.

સરકારી શ્રમ અધિકારી કચેરી દ્વારા બાળ અને તરુણ શ્રમયોગી કાયદા અન્વયે મે -2022 અને જૂન -2022મા કરવામાં આવેલી કામગીરી એહવાલ. સરકારી શ્રમ અધિકારી અરવલ્લી દ્વારા માહે મે - જૂન 2022 માં જિલ્લાના અલગ અલગ તાલુકા ખાતે બાળમજૂરી નાબૂદી અંગે જિલ્લા સમિતિ દ્વારા રેડનું  આયોજન કરવામાં આવ્યું હતું.જિલ્લા સમિતિ દ્વારા સઘન તપાસ હાથ ધરી મે -2022 માસ દરમિયાન મોડાસા  (ગ્રામ્ય), ધનસુરા મેઘરજ (ગ્રામ્ય), ભિલોડા ખાતે એમ કુલ ચાર રેઇડનું આયોજન કરવામાં આવ્યું હતું.  તપાસ દરમિયાન મોડાસા તાલુકાના ટીંટોઈ ખાતે આવેલી સંસ્થા બોમ્બે એવન તેમજ દમ બિરયાની, ટીંટોઈ ગામ પુલ નીચે,તા- મોડાસા જિ-અરવલ્લી અને ભિલોડા તાલુકાના સંસ્થા શિવ શક્તિ આઇસ્ક્રીમ, અને ફાસ્ટ ફૂડ ભરકાદેવી આઈસ્ક્રીમ, તા -ભિલોડા, જિ - અરવલ્લી એમ કુલ બે સ્થળેથી તરુણ  મળી આવ્યા હતા. માસ જૂન-2022 તા-16-6-22 ના રોજ જિલ્લાના ભિલોડા તાલુકાના શામળાજી વિસ્તારમાં મોડાસા (શહેરી) વિસ્તારમાં બાળમજૂરી નાબૂદી અંગે જિલ્લા ટાસ્ક ફોર્સ  સમિતિ દ્વારા આયોજન કરવામાં આવેલ. જિલ્લા ટાસ્ક ફોર્સ સમિતિ દ્વારા સઘન તપાસ હાથ ધરી ચાલુ માસ દરમિયાન મોડાસા (શહેરી) અને તાલુકાના શામળાજી વિસ્તાર ખ

:: વડાપ્રધાન શ્રી ::*માં કાલિકાના મંદિર પર ધ્વજારોહણનો આ અવસર આપણે સૌને આધ્યાત્મની આપણી મહાન પરંપરાને સમર્પિત ભાવથી જીવવા પ્રેરિત કરે છે. શક્તિ સુપ્ત અને લૂપ્ત થતી નથી, જ્યારે શ્રદ્ધા સાધના અને તપસ્યા ફળીભૂત થાય છે, તો શક્તિ પૂર્ણ વૈભવ સાથે પ્રકટે છે.

છબી
:: વડાપ્રધાન શ્રી ::* માં કાલિકાના મંદિર પર ધ્વજારોહણનો આ અવસર આપણે સૌને આધ્યાત્મની આપણી મહાન પરંપરાને સમર્પિત ભાવથી જીવવા પ્રેરિત કરે છે.  શક્તિ સુપ્ત અને લૂપ્ત થતી નથી, જ્યારે શ્રદ્ધા સાધના અને તપસ્યા ફળીભૂત થાય છે, તો શક્તિ પૂર્ણ વૈભવ સાથે પ્રકટે છે.  અયોધ્યા, કાશી કે  કેદારનાથ હોય, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ધરોહર ફરીથી જીવંત થઈ રહ્યાં છે. પાવાગઢના મંદિરનુ પુનનિર્માણ આ ગૌરવ યાત્રાનો હિસ્સો છે. ***** *શક્તિપીઠ પાવાગઢમા કાલીકા માતાના ચરણોમાં ઉર્જા, ત્યાગ, સમર્પણ સાથે દેશના જનજનના સેવક બની તેમની સેવા કરવાની પ્રાર્થના કરતાં વડાપ્રધાનશ્રી મોદી* ***** *વડાપ્રધાનશ્રીના દિશા-નિર્દેશમાં રાજ્ય સરકારે યાત્રાધામોનો સુઆયોજિત વિકાસ કર્યો છે* *- મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ* *શક્તિપીઠ પાવાગઢમા કાલિકા માતાના નવનિર્મિત મંદિરના સુવર્ણ શિખર ઉપર  ધ્વજારોહણ કરતાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી* વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, આજે સદીઓ પછી માં કાલિકાના મંદિર પર ધ્વજારોહણનો આ અવસર આપણે સૌને નવી પ્રેરણા અને ઉર્જા તો આપે છે પરંતુ સાથે સ