સરકારી શ્રમ અધિકારી કચેરી દ્વારા બાળ અને તરુણ શ્રમયોગી કાયદા અન્વયે મે -2022 અને જૂન -2022મા કરવામાં આવેલી કામગીરી એહવાલ.
સરકારી શ્રમ અધિકારી કચેરી દ્વારા બાળ અને તરુણ શ્રમયોગી કાયદા અન્વયે મે -2022 અને જૂન -2022મા કરવામાં આવેલી કામગીરી એહવાલ.
સરકારી શ્રમ અધિકારી અરવલ્લી દ્વારા માહે મે - જૂન 2022 માં જિલ્લાના અલગ અલગ તાલુકા ખાતે બાળમજૂરી નાબૂદી અંગે જિલ્લા સમિતિ દ્વારા રેડનું આયોજન કરવામાં આવ્યું હતું.જિલ્લા સમિતિ દ્વારા સઘન તપાસ હાથ ધરી મે -2022 માસ દરમિયાન મોડાસા (ગ્રામ્ય), ધનસુરા મેઘરજ (ગ્રામ્ય), ભિલોડા ખાતે એમ કુલ ચાર રેઇડનું આયોજન કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન મોડાસા તાલુકાના ટીંટોઈ ખાતે આવેલી સંસ્થા બોમ્બે એવન તેમજ દમ બિરયાની, ટીંટોઈ ગામ પુલ નીચે,તા- મોડાસા જિ-અરવલ્લી અને ભિલોડા તાલુકાના સંસ્થા શિવ શક્તિ આઇસ્ક્રીમ, અને ફાસ્ટ ફૂડ ભરકાદેવી આઈસ્ક્રીમ, તા -ભિલોડા, જિ - અરવલ્લી એમ કુલ બે સ્થળેથી તરુણ મળી આવ્યા હતા.
માસ જૂન-2022 તા-16-6-22 ના રોજ જિલ્લાના ભિલોડા તાલુકાના શામળાજી વિસ્તારમાં મોડાસા (શહેરી) વિસ્તારમાં બાળમજૂરી નાબૂદી અંગે જિલ્લા ટાસ્ક ફોર્સ સમિતિ દ્વારા આયોજન કરવામાં આવેલ. જિલ્લા ટાસ્ક ફોર્સ સમિતિ દ્વારા સઘન તપાસ હાથ ધરી ચાલુ માસ દરમિયાન મોડાસા (શહેરી) અને તાલુકાના શામળાજી વિસ્તાર ખાતે એમ કુલ બે રેઇડનું આયોજન કરવામાં આવ્યું હતું. તપાસ દરમ્યાન કોઇ બાળ/તરુણ શ્રમિક મળી આવેલ નથી. સદર બાબતે બંને સંસ્થાઓને બાળ અને શ્રમયોગી (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ 2016 અન્વયે તપાસ નોંધ આપેલી છે. તેમજ અન્ય સંસ્થાઓ જેવી કે ચાની લારી ગલ્લા અને દુકાનો માં બાળક રાખવા અંગેની કાયદાકીય જાણકારી આપવામાં આવી હતી.બ્યુરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com