આજે તારીખ-23/06/2022ને ગુરુવારે ગામ-મોડાસર સાણંદ-તાલુકા જિલ્લા-અમદાવાદમાં "સેવા સેતુ" શાળા પ્રવેશ ઉત્સવ" અને ડોક્ટર શ્યામાપ્રસાદ મુખરજીએ દેશ માટે આપેલા બલિદાનની માહિતી અને ગાથાને લગતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
આજે તારીખ-23/06/2022ને ગુરુવારે ગામ-મોડાસર સાણંદ-તાલુકા જિલ્લા-અમદાવાદમાં "સેવા સેતુ" શાળા પ્રવેશ ઉત્સવ" અને ડોક્ટર શ્યામાપ્રસાદ મુખરજીએ દેશ માટે આપેલા બલિદાનની માહિતી અને ગાથાને લગતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજે મોડાસરના આંગણે ત્રણ-ત્રણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સેવાસેતુનું આયોજન અત્રેશ્વર મહાદેવના પટાંગણમાં કરવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં મોડાસર ગ્રામજનોએ ઘર આંગણે રાશન કાર્ડ આધારકાર્ડ ચુંટણીકાર્ડ આવકના દાખલા વૃદ્ધા પેન્શન વિધવા પેન્શન આવી અનેક યોજનાઓનો લાભ લીધો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સાણંદ તાલુકાના મામલતદાર સાહેબ ગ્રામ પંચાયતના સરપંચ વિપુલસિંહ સોલંકી તથા તલાટી કમ મંત્રી મિનલબેન તથા મોડાસર ગામના આગેવાનો હાજર રહ્યા હતા અને જ્યારે મોડાસર પ્રાથમિક શાળામાં બે વર્ષના કોરોનાવાયરસની મહામારીને કારણે આયોજન કે ફંકશન થયા નહોતા પરંતુ આ વર્ષે 'પ્રવેશ ઉત્સવ' નિમિત્તે જબરજસ્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રાથમિક શાળાના તમામ વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષક ગણ તેમજ મોડાસર ગામના જાગૃત આગેવાનોના 'બેટી બચાવો બેટી પઢાવો'ના નારાઓથી ખુશીનું અનેરૂ વાતાવરણ જોવા મળ્યું હતું જેમાં ગાંધીનગરથી શિક્ષણ વિભાગમાંથી અધિકારીઓએ હાજરી આપીને શિક્ષણને લગતી માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને શિક્ષણથી કઈ કઈ સિદ્ધિઓ હાંસલ કરીને સુખમય અને નિરોગી જીવન જીવી શકાય તેની સચોટ માહિતી આપવામાં આવી હતી અને ભારત દેશને અંગ્રેજોની ચુંગાલમાંથી છોડાવવા માટે અનેક મહાપુરુષોએ યોગદાન અને બલિદાન આપ્યા છે જેમાં ડોક્ટર શ્યામાપ્રસાદ મુખરજીએ આપેલા બલીદાન અને યોગદાનની ગાથાઓથી વાકેફ કરતો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને તેમના દેશ માટેના વિચારોને બિરદાવ્યા હતા જેમાં બીજેપીના સાંસદ(ડેલીગેટ) બાબુભાઈ પરમાર મોડાસર ગામના માજી સરપંચ ગંભીરસિંહ સોલંકી બીજેપીના સદસ્ય કો-પટેલ અરવિંદભાઈ બીજેપીના બક્ષીપંચ મોરચાના કારોબારી સભ્ય રૂપાલીયા પ્રહલાદભાઈ તેમજ કિસાન મોરચાના વિક્રમભાઈ દંતાણી હાજર રહ્યા હતા
જે ગામમાં સર્વ જ્ઞાતિ મળી સંગઠિત થઈ એક વિચાર સાથે ગામ માટે કામગીરી કરવામાં આવે તો સો ટકા ગામનો વિકાસ કરી શકાય છે ઉદાહરણ રૂપે એક વખત અમારા ગામ મોડાસરની મુલાકાત જરૂરથી લેજો.રિપોર્ટ PHN NEWS
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com