અરવલ્લી જિલ્લામાં આજથી ત્રિ-દિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૨નો શુભારંભ થયો.

અરવલ્લી જિલ્લામાં આજથી ત્રિ-દિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૨નો શુભારંભ થયો.          જેમાં રાજ્ય અને જિલ્લા કક્ષાના અધિકારીઓ પ્રાથમિક શાળાઓ ખાતે ઉપસ્થિતિ રહી બાળકોનું શાળામાં નામાંકન કરાવ્યું. 
અરવલ્લી જિલ્લાની 1384 શાળાઓમાં પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ અંતર્ગત જીલ્લાના 6756 કુમાર અને 6345 કન્યાઓ એમ મળીને કુલ 13101 બાળકોને શાળામાં પ્રવેશ અપાવાશે.
રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર મોડાસા તાલુકાના લિંભોઈ, રામપુર (ગઢડા) , વાંટા રામપુર, શામપુર 1 અને શામપુર 2 માં હાજર રહી પ્રવેશોત્સવમાં ભાગ લેશે.
સાંસદશ્રી દિપસિંહ રાઠોડ બાયડ તાલુકાની ગાબટ, ગોટપુર અને પ્રાંતવેલ ખાતે બાળકોને પ્રોત્સાહીત કરવા ઉપસ્થિત રહેશે.જિલ્લા કલેકટર શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મિના મેઘરજ તાલુકાની મેડી, લાખાપુર, કલિયાકુવા 1 ની શાળાઓમાં પ્રવેશોત્સવમાં ભાગ લેશે. તો તેઓ માલપુર તાલુકાની રાસાપુર , લાલાવાડા, ઢુંઢરવાવડી ખાતે પણ હાજરી આપશે. આ ઉપરાંત કલેકટર શ્રી ભિલોડા તાલુકાના વજાપુર, સિલાદ્રી, ટાકાટુકા ખાતે પણ ઉપસ્થિત રહેશે.
આ સાથે જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ વિવિધ ગામડાની શાળાઓમાં હાજરી આપી બાળકોની પ્રવેશોત્સવ કરાવશે. આ કાર્યક્રમથી બાળકોને શાળાએ આવવા ,ભણવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે.
બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો