સાંસદશ્રી પરબતભાઇ પટેલની ઉપસ્થિતિમાં અંબાજી મંદિરના ચાચર ચોકમાં ૬૦૦ જેટલાં વ્યક્તિઓએ યોગમાં ભાગ લીધો*
*સાંસદશ્રી પરબતભાઇ પટેલની ઉપસ્થિતિમાં અંબાજી મંદિરના ચાચર ચોકમાં ૬૦૦ જેટલાં વ્યક્તિઓએ યોગમાં ભાગ લીધો*
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શક્તિપીઠ અંબાજી મંદિરના ચાચર ચોકમાં તા. ૨૧ જૂન-૨૦૨૨ના રોજ સાંસદશ્રી પરબતભાઇ પટેલની ઉપસ્થિતમાં "માનવતા માટે યોગા’’ (Yoga for Humanity) ના થીમ આધારિત યોજાયેલ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ૬૦૦ જેટલાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ પ્રસંગે સાંસદશ્રી પરબતભાઇ પટેલે જણાવ્યું કે, આપણા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રીભાઇ મોદીએ સમગ્ર દુનિયામાં સુખ- શાંતિ માટે સંયુકત રાષ્ટ્ર સમક્ષ ભારતની ભવ્ય યોગ પધ્ધ તિનો સ્વીકાર કરવા સુચન કર્યુ હતુ. જેને દુનિયાના દેશોએ સ્વીકાર કરતા આજે સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે તે આપણા માટે આનંદ અને ગૌરવની બાબત છે. તેમણે જણાવ્યું કે, નિયમિત યોગ અને પ્રાણાયામ કરવાથી શરીર અને મન પ્રસન્ન રહે છે તથા દિવ્યે ઊર્જા મળે છે. તેમણે કહ્યું કે, યોગ કરવાથી મુશ્કેશલીઓ અને ટેન્શન દૂર થાય છે અને આમ થવાથી દુનિયાભરમાં સુખ- શાંતિ આવી શકે છે.
આ પ્રસંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના વહીવટદાર અને નાયબ કલેકટરશ્રી આર.કે.પટેલ, અંબાજી મંદિર તથા ટ્રસ્ટ સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ, અંબાજી ગામના અગ્રણીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
*રિપોર્ટર જ્યોતિ ઠાકોર અંબાજી*
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com