પોસ્ટ્સ

ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા આજથી બે દિવસીય યોગ શિબીરનો મોડાસાના કે.એન શાહ. ગ્રાઉન્ડ ખાતે આરંભ*

છબી
*ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા આજથી બે દિવસીય યોગ શિબીરનો મોડાસાના કે.એન શાહ. ગ્રાઉન્ડ  ખાતે આરંભ      મોડાસા : બુધવાર અરવલ્લી જિલ્લામાં  ગુજરાત સરકારના ‘યોગમય ગુજરાત’ બનાવવાના સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાત રાજય યોગ બોર્ડ  અને વહીવટીતંત્ર મોડાસાના સંયુક્ત ઉપક્રમે આજથી બે દિવસીય યોગ શિબિર કાર્યક્રમનો આરંભ કે.એન.શાહ હાઇસ્કુલના  ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યો છે. આ શિબીર સવારના ૫.૩૦ થી ૭.૩૦ કલાક દરમ્યાન યોજાઇ હતી. આજથી આરંભ થયેલ યોગ શિબીરને ગુજરાત યોગ બોર્ડના ચેરમેન શ્રી યોગસેવક શીશપાલજી, રા.ક.ના આદિજાતિ મંત્રી અને અરવલ્લી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી કુબેરભાઈ  ડીન્ડોર,જિલ્લા કલેકટરશ્રી ડૉ,નરેન્દ્રકુમાર મીનાના નગરપાલિકા પ્રમુખ શ્રીમતી જલ્પા બેન ભાવસાર અને સંતશ્રી દેવગીરી મહારાજના   હસ્તે આ શિબીરનું દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લી મુકવામાં આવી હતી . આ યોગ શિબીરમાં સમગ્ર અરવલ્લી જિલ્લા અને મોડાસા શહેર, સરકારી અધિકારીઓ/કર્મચારીઓ અને આસપાસના વિસ્તારના મોટી સંખ્યામાં યોગ પ્રેમી નાગરિકો જોડાયા હતા. બ્યુરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી 

આગામી ખરીફ પાકોના વાવેતર સમયે બિયારણની ખરીદી કરતી વખતે ખેડૂતો દ્વારા રાખવાની થતી કાળજી

છબી
આગામી ખરીફ પાકોના વાવેતર સમયે બિયારણની ખરીદી કરતી વખતે ખેડૂતો દ્વારા રાખવાની થતી કાળજી  મોડાસા- સોમવાર   રાજ્યના તમામ ખેડૂતોને આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણ ખરીદી કરતી વખતે બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો.  બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર, પૂરું નામ સરનામું અને જે બિયારણ ખરીદેલ હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદત પૂરી થવાની વિગત દર્શાવતું બીલ સહી સાથે અવશ્ય લેવું. બિયારણની થેલી સીલ બંધ છે કે કેમ, તેમજ તેની મુદત પૂરી થઈ ગયેલ નથી તે બાબતે ખાસ ચકાસણી કરવી અને કોઈપણ સંજોગોમાં મુદત પૂરી થયેલ હોય તેવા બિયારણની ખરીદી કરવી નહીં. ખાસ કરીને કપાસ પાકના બિયારણની થેલી અથવા પેકેટ કે જેના પર ઉત્પાદકનું નામ, સરનામું અને બિયારણના ધારાધોરણો દર્શાવેલ ન હોય તેવા ૪જી અને ૫જી જેવા જુદા જુદા નામે વેચાતા અમાન્ય બિયારણની કોઈપણ સંજોગોમાં ખરીદી કરવી નહીં તેમજ આ પ્રકારના બિયારણ વેચાતા હોવાનું જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત એગ્રીકલ્ચર ઇન્સ્પેક્ટર અથવા જિલ્લાના નાયબ ખેતી

ગુજરાતમાં અત્ર, તત્ર, સર્વત્ર_* *_પત્રકારોના સંગઠનને_* *_મળ્યું નવું નામ..._*પત્રકાર એકતા સંગઠન હવે "પત્રકાર એકતા પરિષદ" ના રજી.નંબર સાથે...

છબી
✒️✒️✒️✒️✒️✒️✒️✒️✒️ ગુજરાતમાં અત્ર, તત્ર, સર્વત્ર_*      *_પત્રકારોના સંગઠનને_*         *_મળ્યું નવું નામ..._* પત્રકાર એકતા સંગઠન હવે "પત્રકાર એકતા પરિષદ" ના રજી.નંબર સાથે... ગુજરાતમાં જ નહિ સમગ્ર ભારત દેશનું કોઈ એવું રાજ્ય નથી કે જે રાજ્યમાં પત્રકારોનું સંગઠન તમામ જિલ્લા અને તમામ તાલુકામાં કારોબારી ધરાવતું હોય, એક માત્ર પત્રકાર એકતા સંગઠને આ ભગીરથ કાર્ય કરી બતાવ્યું છે. દરેક સંગઠન એક બે મિટિંગ કરે ને રજીસ્ટ્રેશન કરાવી નાખે છે, પરંતુ સાચા અર્થનું શિસ્તબદ્ધ સંગઠનનું નિર્માણ અને ઘડતર કરી ત્રણ વર્ષમાં જિલ્લા અને તાલુકાઓના પ્રવાસ કરી, જાહેર મિટિંગમાં કારોબારીના હોદ્દા પણ ઉપસ્થિત સ્થાનિક પત્રકારો નક્કી કરે, આટલી પારદર્શકતા સાથે, સમસ્યાઓ સામે લડતા લડતા, સંગઠન તો કર્યું, પણ સાથે સાથે સરકાર સમક્ષ પત્રકારોની સમસ્યાઓ રજૂ કરી..., દરેક જિલ્લામાંથી બીજા તબક્કા માં આવેદન સ્વરૂપે સમસ્યા રજૂ કરી..., ત્રીજા પ્રયત્નમાં ધારાસભ્યો અને સંસદ સભ્યોને પત્ર લખ્યા, તેના ભલામણ પત્રો લખાવ્યા....  છેવટે સમસ્યાઓના ઉકેલ માટે શાસક પક્ષના પ્રદેશ અધ્યક્ષ સાથે બે મિટિંગ હોદ્દ

ડીસાથી સરીપડા પગપાળા યાત્રાસંધની પૂણાર્હુતિ

છબી
ડીસાથી સરીપડા પગપાળા યાત્રા સંધની પૂણાર્હુતિ ડીસા શહેરના મોદી સમાજના યુવકો દ્વારા ડીસા થી સરીપડા પગપાળા યાત્રા સંધનુ તા: ૮/૦૫/૨૦૨૨ ને રવિવાર વૈશાખ સુદ-૭ ના દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ સવારે ૪:૦૦ કલાકે મોટા મહોલ્લામાં આવેલ શ્રી વિરદાદાના મંદિરથી પ્રસ્થાન કરી રીસાલા, એ.સી. ડબલ્યુ હાઈસ્કૂલ થઈને ડીસા પાલનપુર હાઈવે થઇને  મોદી સમાજના આગેવાનો તેમજ ભાઈ - બહેનો મોટી સંખ્યામાં લગભગ ૪૦૦ ઉપરોક્ત ભાવિક ભક્તો આ પગપાળા સંઘમાં જોડાયા હતા   સમાજના આગેવાનો શ્રી શાંતિલાલ હેરૂવાલા ( ચેરમેન પીપલ્સ બેંક ) શ્રી અશોકભાઈ પાવાલા ( વાઈસ ચેરમેન પીપલ્સ બેંક ) એમ.ડી શ્રી કાન્તીલાલ કાનુડાવાળા, શ્રી જયેશભાઈ નાસરીવાળા, શ્રી વિનોદ ચંદ્ર હેરૂવાલા, તેમજ સહયોગ મંડળીના ચેરમેન શ્રી મુકેશભાઈ પંચીવાળા, મોદી સમાજના પ્રમુખ શ્રી કનુભાઈ ભરતીયા,. કરીયાણા એસોસિએશન ના વાઈસ ચેરમેન શ્રી ઈશ્વરલાલ ચોખાવાળા, દિનેશભાઈ પંચીવાળા ( ભગત ) શ્રી જગદીશચંદ્ર પટણી, તેમજ સમાજના મોટી સંખ્યામાં ભાઈઓ- બહેનો લગભગ ૪૦૦ ઉપરોક્ત લોકો જોડાયા હતા આ સંધ નારસુગા વિરદાદાના મંદિરે બપોરે પહોચી ગયો હતો વિરદાદાના ચમત્કારી કે આ મંદિરમાં લો

અંબાજી મંદિરને પ્રસાદની ગુણવત્તા માટે ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા ‘‘BHOG’’ પ્રમાણપત્ર અપાયું

છબી
અંબાજી મંદિરને પ્રસાદની ગુણવત્તા માટે ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા ‘‘BHOG’’ પ્રમાણપત્ર અપાયું વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મંદિરના પ્રસાદની ગુણવત્તા માટે ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટને અંબાજી મંદિરમાં દર્શનાર્થે આવતા માઇભક્તોને આપવામાં આવતા પ્રસાદની ગુણવત્તા બાબતે “BHOG’’ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે.           તાજેતરમાં જ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેક્ટર શ્રી આનંદ પટેલને અંબાજીના વિકાસ માટે શ્રેષ્ઠ યાત્રાધામ પ્રવાસન વિકાસનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો અને હવે અંબાજી મંદિરના પ્રસાદની ગુણવત્તા માટે ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટને પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. જેનાથી યાત્રધામ અંબાજીની યશકલગીમાં ઉમેરો થયો છે. માતાજીના દર્શનાર્થે આવતા માઇભક્તોને સારી ગુણવત્તાવાળો પ્રસાદ આપવા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ કટીબધ્ધ છે.               તાજેતરમાં ગુજર

અરવલ્લી જિલ્લાનો પ્રિ-મોન્સૂન એકશન પ્લાન તૈયારતમામ તાલુકાના અને જીલ્લાનો કન્ટ્રોલ રૂમ રાઉન્ડ ધી કલોક શરૂ થશે

છબી
અરવલ્લી જિલ્લાનો પ્રિ-મોન્સૂન એકશન પ્લાન તૈયાર તમામ તાલુકાના અને જીલ્લાનો કન્ટ્રોલ રૂમ રાઉન્ડ ધી કલોક શરૂ થશે     મોડાસા, શુક્રવાર, વાવાઝેાડા તથા અન્ય જોખમો અંગેની પૂર્વ તૈયારીના ભાગરૂપે અરવલ્લી જિલ્લા ડિઝાસ્ટર વિભાગ દ્વારા પ્રિ-મોન્સૂનના આયોજન અંગેની બેઠક જિલ્લા સમાહર્તા શ્રીડૉ. નરેન્દ્રકુમાર મીના ની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી.  જેમાં દરેક તાલુકાના તાલુકા ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન મામલતદાર ધ્વારા ,શહેરી વિસ્તારના સીટી ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન ચીફ ઓફિસર ધ્વારા  અને વિલેજ ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન ટીડીઓ ધ્વારા ઓનલાઈન અપડેટ કરવાની કામગીરી હાથ ધરવા કલેકટર શ્રીડૉ. નરેન્દ્રકુમાર મીનાએ જણાવ્યું હતું. જેમાં જીલ્લા ના દરેક વિભાગોના ડીઝાસ્ટર પ્લાન તૈયાર કરવા ભાર આપ્યો હતો.  બેઠક દરમિયાન સિંચાઈ વિભાગ ધ્વારા વાયરલેસ થી દર બે કલાકે સ્થિતિ ની જાણકારી આપવા અને તાલુકાઓમાં માર્ગ અને મકાન વિભાગ તથા સિંચાઈ વિભાગ કોઝ વે પર ઊંડાઈ દર્શાવતા બોર્ડ મુકવા જણાવ્યું હતું          તેમણે મામલતદારોને દરેક ગામોની અગત્યના વ્યક્તિઓની સંપર્ક સૂચી તૈયાર કરવામાં અને જીલ્

અરવ્લ્લી જિલ્લામાં સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાઈજર માટે તા. ૮ મેં થી ૧૪ મંા સુધી ભરતી શિબિર યોજાશે

છબી
અરવ્લ્લી જિલ્લામાં સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાઈજર માટે તા. ૮ મેં થી ૧૪ મંા સુધી ભરતી શિબિર યોજાશે ભારતીય સુરક્ષા કાર્યદક્ષતા નવી દિલ્હી અને સિક્યોરીટી એન્ડ ઇટેલિજેન્સ સર્વિસ ઈન્ડિયા લી. ના સહયોગથી અરવલ્લી જીલ્લામાં સુરક્ષા જવાન અને સુર ક્ષા સુપરવાઇઝ્રરની ભરતીનુ આયોજન કરવામાં આવેલ છે, તારીખ:- ૦૮.૦૫.૨૦૨૨ – સેન્ટ ઝેવિયર્સ વિધાલય,ભિલોડા ૦૯.૦૫.૨૦૨૨ –પી.જી.મહેતા હાઇસ્કૂલ માલપુર ૧૦.૦૫.૨૦૨૨ – પી.સી.એન હાઇસ્કૂલ, મેઘરજ ૧૧.૦૫.૨૦૨૨ – એન.એચ. શાહ હાઇસ્કૂલ, બાયડ ૧૨.૦૫.૨૦૨૨- સી .જી બુટાલા હાઇસ્કૂલ , મોડાસા  ૧૩.૦૫.૨૦૨૨ – જે.એસ.મહેતા હાઇસ્કૂલ, ધનસુરા ૧૪.૦૫.૨૦૨૨ આર્ય જ્યોતિ વિધાલય, શામળાજીના રોજ શિબિર નુ આયોજન કરેલ છે. જેનો સમય સવારે ૧૦.૦૦ થી બપોરના ૧૬,૦૦ કલાક સુધી રાખેલ છે ઉમેદવારની ઉમર ૨૧ થી ૩૬વર્ષ, શૈક્ષણિક લાયકાત ૧૦પાસ/ નાપાસ, ઊચાઇ ૧૬૮ સે.મી, વજન ૫૬ કિ.લો, છાતી ૮૦ થી ૮૫ અને શારીરિક રીતે તંદુરસ્ત હોવું જરૂરી છે. જેને ઈચ્છા હોય તેવા ઉમેદવાર બધાજ ડોકયુમેંટની જેરોક્ષ અને બે પાસપોર્ટ સાઈજ ના ફોટા,આધારકાર્ડ, બૉલપેન સાથે રાખવાનું રહેશે,પાસ થનાર ઉમેદવાર ભરતી સથળે રજીસ્ટ્રેશન કરવાન

રાજપૂત કરની સેના સમાજ દ્વારા ગુજરાત એકતા યાત્રા નું આયોજન કરાયું......

છબી
રાજપૂત કરની સેના સમાજ દ્વારા ગુજરાત એકતા યાત્રા નું આયોજન કરાયું. ગુજરાત માં ૧૮૦૦ થી ૨૦૦૦ કી. મી.ની યાત્રા કરી સામાજિક કુરિવાજો ને દૂર કરી સમાજ ઉત્થાન માટે કરાયું યાત્રા નું આયોજન. ગુજરાત રાજપૂત કરણી સેના દ્વારા સમગ્ર ગુજરાત માં રાજપૂત સમાજ ના ઉત્થાન અર્થે યાત્રા નુ આયોજન કરવામાં આવ્યું છે જેમાં આ યાત્રા દ્વારા ગુજરાત ના વિવિધ ભાગો માં પરિભ્રમણ કરી રાજપૂત સમાજ ના કુરિવાજો ને દૂર કરવા અને આધુનિક યુગ અનુસાર સમાજ ના નવ નિર્માણ અને સમાજ ના સામાજીક, રાજકીય,શૈક્ષણિક જાગૃતિ આવે તેવા ઉદ્દેશ્ય થી ગુજરાત ભર માં ૧૮૦૦ થી ૨૦૦૦ કી.મી ની યાત્રા કાઢવામાં આવેલ હતી જેમાં જે.પી.જાડેજા અધ્યક્ષ શ્રી રાજપૂત કરણી સેના , કીર્તિ સિંહ વાઘેલા , તેમજ સાધુ - સંતો તથા સામાજિક અગ્રણીઓ જોડાયા હતા . યાત્રા ની શરૂઆત માતાના મઢ થી મોરાગઢ અને ત્યાં થી અંબાજી તા.૦૪ મે ના રોજ સાંજ ના સુમારે આવી પહોંચી હતી અને અંબાજી મંદિર માં માતાજી અને અખંડ જ્યોત ના દર્શન કર્યા હતા, અંબાજી આવી પહોંચેલ આ યાત્રા માં અંબાજી ના  રાજપૂત કરણી સમાજ ના લોકો ને પણ યાત્રા માં જોડાવા મટે આમંત્રણ અપાયુ હતુ .  અંબાજી

અરવલ્લીમાં ડીસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કો-ઓડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટીની (દિશા) ની બેઠક સાંસદશ્રીની અધ્યક્ષતામાં યોજાઈ

છબી
અરવલ્લીમાં ડીસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કો-ઓડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટીની (દિશા) ની બેઠક સાંસદશ્રીની અધ્યક્ષતામાં યોજાઈ મોડાસા-ગુરૂવાર, અરવલ્લી જિલ્લા ડ્રિસ્ટ્રિકટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ સમિતિ(દિશા)ની બેઠક સાસંદશ્રી દિપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં અને જિલ્લા કલેકટરશ્રી ડૉ.નરેન્દ્રકુમાર મીનાની ઉપસ્થિતિમાં મોડાસા કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાઇ હતી.  બેઠકમાં સાસંદ શ્રી દિપસિંહ રાઠોડે જણાવ્યું હતું કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ ગામડાના છેવાડાના લોકો સુધી મળી રહે તે દિશામાં આયોજન કરી પાયાની જરૂરીયાતોને પ્રાથમિકતા અપાય તે જરૂરી છે. વધુમાં તેમણે સરકાર દ્વારા વિકાસ માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટનો ઉપયોગ સબંધિત હેતુ માટે અને સમયમર્યાદામાં થાય તેવું અધિકારીઓને જણાવ્યું અને જૂના રહેલ બાકી  કામોને પૂર્ણ કરવા તેમજ બાકી રહેલી અરજીઓનો ઝડપથી નિકાલ કરવા. તેમજ અમલીકરણ અધિકારીશ્રીઓ પાસેથી પૂર્ણ થયેલ કામોની વિગતો મંગાવાઈ હતી.    આ બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, શ્યામાપ્રસાદ મુખર્જી રૂર્બન મિશન, જિલ્લા જળ સ્વચ્છતા એકમ

ગુજરાત સરકારશ્રીના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર તથા સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર, અરવલ્લી તથા જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, અરવલ્લી ના ઉપક્રમે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ખેલ મહાકુંભ ૨૦૨૧-૨૨ ની જિલ્લાકક્ષાની તમામ વયજુથની ચેસ ભાઇઓ/બહેનો ની સ્પર્ધા શ્રી કે.એન.શાહ હાઇસ્કુલ, મોડાસા ખાતે યોજાયેલ હતી. જેમાં મોડાસા કેળવણી મંડળના પ્રમુખ, બિપિનભાઇ શાહ, પ્રાંત યુવા વિકાસ અધિકારી, રાકેશભાઇ એસ. પટેલ, શાળા આચાર્યશ્રી, મનિષભાઇ જોષી તથા ભાગ લેનાર સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા

છબી
ગુજરાત સરકારશ્રીના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર તથા સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર, અરવલ્લી તથા જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, અરવલ્લી ના ઉપક્રમે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ખેલ મહાકુંભ ૨૦૨૧-૨૨ ની જિલ્લાકક્ષાની તમામ વયજુથની ચેસ ભાઇઓ/બહેનો ની સ્પર્ધા શ્રી કે.એન.શાહ હાઇસ્કુલ, મોડાસા ખાતે યોજાયેલ હતી. જેમાં મોડાસા કેળવણી મંડળના પ્રમુખ, બિપિનભાઇ શાહ, પ્રાંત યુવા વિકાસ અધિકારી, રાકેશભાઇ એસ. પટેલ, શાળા આચાર્યશ્રી, મનિષભાઇ જોષી તથા ભાગ લેનાર સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પર્ધામાં ૮૦ જેટલા ખેલાડીઓએ જિલ્લાકક્ષાની ચેસ સ્પર્ધામાં ભાગ લીધેલ હતો. વિજેતા થયેલ સ્પર્ધકો રાજ્યકક્ષાની સ્પર્ધા ભાગ લેવા માટે જશે. બ્યુરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી 

અરવલ્લી જિલ્લાના મોડાસાના માથાસુલીયા ગામે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત પ્રથમ તળાવનું નિર્માણ કાર્ય હાથ ધરાયું

છબી
અરવલ્લી જિલ્લાના મોડાસાના માથાસુલીયા ગામે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત  પ્રથમ તળાવનું નિર્માણ કાર્ય હાથ ધરાયું શ્રમિકોને સાંસદના હસ્તે છાશ વિતરણ  કરાયું અરવલ્લી  જિલ્લામાં  આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે  જળ સંચય અભિયાન અંતર્ગત વિવિધ કામો હાથ ધરાયા છે. જેમાં મનરેગા થકી રોજગારીનો નવો સ્તોત્ર ઉભો થયો છે. તેની સાથે પ્રધાન મંત્રીએ જિલ્લામાં ૭૫ નવીન તળાવો બનાવવાનો નેમ લીધે છે તે અન્વયે મોડાસા તાલુકાના માથાસુલીયા ગામે સાબરકાંઠા- અરવલ્લીના સાંસદશ્રી દિપસિંહ રાઠોડના હસ્તે અને જિલ્લા પંચાયતના પ્રમુખ અને જિલ્લા કલેકટરશ્રી ર્ડો. નરેન્દ્રકુમાર મીનાની ઉપસ્થિતિમાં નવીન તળાવનુ ખાતમૂર્હત કરવામાં આવ્યુ હતુ.          આ નવીનીકરણ તળાવનુ કામ ચાલી રહ્યુ છે. જેમાં મનરેગા અંતર્ગત કામ કરતા શ્રામિકોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કામ કરતા મજૂરોને અરવલ્લીના સાંસદશ્રી દિપસિંહ રાઠોડના હસ્તે છાશ વિતરણ કરવામાં આવ્યુ હતુ  જેમાં  ઉનાળાની કાળજાળ ગરમીમાં કામ કરતા શ્રમિકોને ગરમીથી બચવા બેસવા માટે છાંયડો,પાણી અને છાશ આપવાનું સૂચન કર્યું હતું. જેને લઇ સ્થાનિકોએ વહીવટી તંત્ર દ્વા

उत्तराखंडपौड़ी गढ़वाल उत्तराखंडअपने गांव में गुरु महंथ अवेद्यनाथ को याद कर भावुक हुए CM Yogi, कहा- वो 1940 के बाद से ही यहां आना चाहते थे.

છબી
 उत्तराखंड पौड़ी गढ़वाल उत्तराखंड अपने गांव में गुरु महंथ अवेद्यनाथ को याद कर भावुक हुए CM Yogi, कहा- वो 1940 के बाद से ही यहां आना चाहते थे. मंगलवार को मुख्यमत्री योगी आदित्यनाथ अपने तीन दिवसीय उत्तराखंड दौरे पर पहुंचे. यहां उन्होंने पौड़ी गढ़वाल के यमकेश्वर में महंथ अवेद्यनाथ महाराज की प्रतिमा का अनावरण किया. इस दौरान सीएम योगी अपने गुरु महंथ अवैद्यनाथ को याद करते हुए भावुक हो गए. उन्होंने कहा, “महाराज अवेद्यनाथ जी का जन्म यहीं हुआ था. आज अक्षय तृतीया की पावन तिथि है, मैं देवभूमि की धरती को नमन करता हूं.” सीएम योगी ने कहा कि उनके गुरु महंथ अवेद्यनाथ साल 1940 के बाद से ही यहां आना चाहते थे, लेकिन परिस्थितियां कुछ ऐसी रहीं जिसके कारण वो यहां ना आ सके. उन्होंने आगे कहा कि महंथ अवेद्यनाथ को यहां की शिक्षा के बारे में चिंता रखते थे, उनका पूरा जीवन प्रेरणाश्रोत रहा है. यह कहते हुए सीएम योगी भावुक हो गए.आगे उन्होंने उत्तराखंड से जुड़े अपने बचपन के दिनों को याद करते हुए है गांव के एक तालाब का भी जिक्र किया. उन्होंने कहा कि वो कक्षा 9 तक की पढ़ाई पौड़ी गढ़वाल से ही किये थ

અંબાજીને શ્રેષ્ઠ યાત્રાધામ પ્રવાસન વિકાસનો એવોર્ડ એનાયત કરતા રાજ્યના મુખ્યમંત્રી*

છબી
*અંબાજીને શ્રેષ્ઠ યાત્રાધામ પ્રવાસન વિકાસનો એવોર્ડ એનાયત કરતા રાજ્યના મુખ્યમંત્રી જીએનએ અમદાવાદ: સાયન્સ સિટી ખાતે યોજાયેલા એશિયા બિગેસ્ટ એવોર્ડ-૨૦૨૨ના  સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે  શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલને અંબાજીના વિકાસ માટે શ્રેષ્ઠ યાત્રાધામ પ્રવાસન વિકાસનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.   પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીને ટૂરીઝમ પ્લેસ તરીકે વિકસાવવા અંબાજી ગબ્બર પર્વત ખાતે શરૂ કરવામાં આવેલ શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન,  કોરોના કાળમાં આપેલ સેવાઓ અને યાત્રાધામ અંબાજીના વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપવા બદલ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેક્ટરશ્રી આનંદ પટેલને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે યાત્રાધામ અંબાજી ગુજરાતનુ સૌથી મોટું શક્તિપીઠ છે. જ્યાં વર્ષે કરોડો માઇભક્તો મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. શ્રેષ્ઠ યાત્રાધામ પ્રવાસન વિકાસનો એવોર્ડ મળવો એ શકિતપીઠ અંબાજી અને બનાસકાંઠા જિલ્લા માટે ગૌરવની વાત છે. રિપોટર  જયોતિ ઠાક

ધી બનાસકાંઠા ડીસ્ટ્રીકટ ટેક્ષ પ્રેકિટશનસૅ એસોસિયેશનની ડીસા ખાતે તા.૦ *પ્રેસનોટ* ધી બનાસકાંઠા ડીસ્ટ્રીકટ ટેક્ષ પ્રેકિટશનસૅ એસોસિયેશનની ડીસા ખાતે તા.૨૯-૦૪-૨૦૨૨ શુક્રવારે હોટેલ સ્પાર્ક લીંગ, કલ્યાણપુરા પાટીયા પાસે, ડીસા-પાલનપુર હાઈવે- ડીસા ખાતે જનરલ સાધારણ સભાની મીટીંગ મળેલ હતી.

છબી
ધી બનાસકાંઠા ડીસ્ટ્રીકટ ટેક્ષ પ્રેકિટશનસૅ એસોસિયેશનની ડીસા ખાતે  ધી બનાસકાંઠા ડીસ્ટ્રીકટ ટેક્ષ પ્રેકિટશનસૅ એસોસિયેશનની ડીસા ખાતે તા.૨૯-૦૪-૨૦૨૨ શુક્રવારે હોટેલ સ્પાર્ક લીંગ, કલ્યાણપુરા પાટીયા પાસે, ડીસા-પાલનપુર હાઈવે- ડીસા ખાતે જનરલ સાધારણ સભાની મીટીંગ મળેલ હતી . જેમાં સર્વાનુમતે ડીસાના સતીષ કુમાર નટવરલાલ બનાવાલાની વર્ષ: ૨૦૨૨-૨૩ ના પ્રમુખ તરીકે તથા રાજેન્દ્ર એસ.ઠકકરની માનદૃ મંત્રી તરીકે વરણી કરવામાં આવેલ તેમજ નીચે મુજબ હોદેદારોની નિમણૂક કરવામાં આવેલ.  *૦** પ્રમુખ *:* શ્રી સતીષકુમાર એન.બનાવાલા   *૦* માનદૃ મંત્રી *:* શ્રી રાજેશભાઈ એસ. ઠક્કર    *૦* ટ્રેઝરર  *:*  શ્રી જયેશકુમાર એસ.કાનુડાવાલા     *૦* તત્કાલીન પૂર્વ-પમુખ *:* શ્રી દિનેશભાઈ ડી. કચ્છવા. સી.એ.     *૦* ઉપ પ્રમુખ *:* શ્રી પ્રધાનજી એસ.પરમાર ( ડીસા )     *૦*                 *:* સી.એ.પરાગભાઈ બી. માલવી ( પાલનપુર )       *૦* જોઈન્ટ સેક્રેટરી *:* શ્રી દીપકભાઈ આઈ.શાહ        *૦* જોઈન્ટ ટ્રેઝરર  *:*શ્રી નયનભાઈ કે.રાવલ        *૦* ઓડીટર  *:*સી.એ.કેયુરભાઈ એસ.ઠકકર     *૦* *કમીટી મેમ્બર્સ* *:*     શ્રી શાંતિલાલ સી.ઠકકર  

મોડાસામાં ઘેર ઘેર પહોંચશે પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીની ચરણ કમલ પાદૂકામોડાસામાં ઘેર ઘેર ગુરૂ ચરણ કમલ પાદૂકા પૂજન કાર્યક્રમ

છબી
મોડાસામાં ઘેર ઘેર પહોંચશે પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીની ચરણ કમલ પાદૂકા મોડાસામાં ઘેર ઘેર ગુરૂ ચરણ કમલ  પાદૂકા પૂજન કાર્યક્રમ  મોડાસા, 3 મે:  અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના સ્થાપક, માનવીને સાચા માર્ગ ઉપર ચાલવા શ્રેષ્ઠ માર્ગદર્શન આપતાં ૩૨૦૦ થી વધુ  પુસ્તકોના લેખક, રાષ્ટ્રની સ્વતંત્રતા માટે સ્વયંને સમર્પિત કરનાર સ્વાતંત્ર્ય સેનાની, માનવ માત્રને માટે સદબુદ્ધિનો ગાયત્રી મહામંત્રને વિશ્વમાં પહોંચાડનાર પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના ચરણ કમલ- પાદુકા હરિદ્વાર થી મોડાસા આવેલ છે.      ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા મોડાસા શહેર તેમજ ક્ષેત્રમાં ગામેગામ જન જન માટે શ્રેષ્ઠ જીવન માટે અથાગ પ્રયત્નો ચાલી રહેલ છે. ત્યારે ગાયત્રી પરિવારના અગ્રણી હરેશભાઈ કંસારાએ જણાવ્યાનુસાર હરિદ્વારથી મોડાસા આવેલ આ પવિત્ર ગુરુ ચરણ કમલ-પાદુકા એ આ ક્ષેત્ર માટે અનમોલ- અદ્ભુત લાભ ગણાય. જે સંદર્ભમાં આજ અખાત્રીજના દિવસથી મોડાસામાં ઘેર ઘેર આ ગુરુ ચરણ કમલ- પાદુકા પૂજન કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો. આજ આ ચરણ કમલ પાદૂકા યાત્રા ગાયત્રી ચેતના કેન્દ્રથી સવારમાં નીકળી ગીતાંજલિ સોસાયટી પહોંચી હતી.