અરવલ્લી જિલ્લાના મોડાસાના માથાસુલીયા ગામે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત પ્રથમ તળાવનું નિર્માણ કાર્ય હાથ ધરાયું
અરવલ્લી જિલ્લાના મોડાસાના માથાસુલીયા ગામે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત પ્રથમ તળાવનું નિર્માણ કાર્ય હાથ ધરાયું
અરવલ્લી જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે જળ સંચય અભિયાન અંતર્ગત વિવિધ કામો હાથ ધરાયા છે. જેમાં મનરેગા થકી રોજગારીનો નવો સ્તોત્ર ઉભો થયો છે. તેની સાથે પ્રધાન મંત્રીએ જિલ્લામાં ૭૫ નવીન તળાવો બનાવવાનો નેમ લીધે છે તે અન્વયે મોડાસા તાલુકાના માથાસુલીયા ગામે સાબરકાંઠા- અરવલ્લીના સાંસદશ્રી દિપસિંહ રાઠોડના હસ્તે અને જિલ્લા પંચાયતના પ્રમુખ અને જિલ્લા કલેકટરશ્રી ર્ડો. નરેન્દ્રકુમાર મીનાની ઉપસ્થિતિમાં નવીન તળાવનુ ખાતમૂર્હત કરવામાં આવ્યુ હતુ.
આ નવીનીકરણ તળાવનુ કામ ચાલી રહ્યુ છે. જેમાં મનરેગા અંતર્ગત કામ કરતા શ્રામિકોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કામ કરતા મજૂરોને અરવલ્લીના સાંસદશ્રી દિપસિંહ રાઠોડના હસ્તે છાશ વિતરણ કરવામાં આવ્યુ હતુ જેમાં ઉનાળાની કાળજાળ ગરમીમાં કામ કરતા શ્રમિકોને ગરમીથી બચવા બેસવા માટે છાંયડો,પાણી અને છાશ આપવાનું સૂચન કર્યું હતું. જેને લઇ સ્થાનિકોએ વહીવટી તંત્ર દ્વારા છાશ વિતરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ છાશ વિતરણ વેળાએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી દાવેરા, મોડાસા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી પટેલ તાલુકા વિકાસ અધિકારીશ્રી, તાલુકા/જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, સરપંચશ્રી તથા ગામના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા રહ્યા હતા.બ્યુરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com