અંબાજીને શ્રેષ્ઠ યાત્રાધામ પ્રવાસન વિકાસનો એવોર્ડ એનાયત કરતા રાજ્યના મુખ્યમંત્રી*

*અંબાજીને શ્રેષ્ઠ યાત્રાધામ પ્રવાસન વિકાસનો એવોર્ડ એનાયત કરતા રાજ્યના મુખ્યમંત્રી
જીએનએ અમદાવાદ: સાયન્સ સિટી ખાતે યોજાયેલા એશિયા બિગેસ્ટ એવોર્ડ-૨૦૨૨ના  સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે  શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલને અંબાજીના વિકાસ માટે શ્રેષ્ઠ યાત્રાધામ પ્રવાસન વિકાસનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. 
 પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીને ટૂરીઝમ પ્લેસ તરીકે વિકસાવવા અંબાજી ગબ્બર પર્વત ખાતે શરૂ કરવામાં આવેલ શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન,  કોરોના કાળમાં આપેલ સેવાઓ અને યાત્રાધામ અંબાજીના વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપવા બદલ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેક્ટરશ્રી આનંદ પટેલને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે યાત્રાધામ અંબાજી ગુજરાતનુ સૌથી મોટું શક્તિપીઠ છે. જ્યાં વર્ષે કરોડો માઇભક્તો મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. શ્રેષ્ઠ યાત્રાધામ પ્રવાસન વિકાસનો એવોર્ડ મળવો એ શકિતપીઠ અંબાજી અને બનાસકાંઠા જિલ્લા માટે ગૌરવની વાત છે.

રિપોટર  જયોતિ ઠાકોર અંબાજી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.