આગામી ૩૧મી મે ના રોજ વડાપ્રધાનશ્રી દ્વારા “લાભાર્થી સાથે સીધો સંવાદ કાર્યક્ર્મ” અંગે અરવલ્લી જિલ્લા ખાતે સમીક્ષા બેઠક યોજાઈ

આગામી ૩૧મી મે ના રોજ વડાપ્રધાનશ્રી દ્વારા “લાભાર્થી સાથે સીધો સંવાદ કાર્યક્ર્મ” અંગે અરવલ્લી જિલ્લા ખાતે સમીક્ષા બેઠક યોજાઈ 
...............
અરવલ્લી જિલ્લાનો મુખ્ય કાર્યક્ર્મ ભામસા હૉલ, મોડાસા  ખાતે અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા બાબતોના મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમારના અધ્યક્ષ સ્થાને યોજાશે
આઝાદી કા  અમૃત મહોત્સવ અંતર્ગત આગામી તા. ૩૧/૦૫/૨૦૨૨ ના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા સિમલા, (હિમાચલ પ્રદેશ)થી “લાભાર્થીઓ સાથે સીધો સંવાદ” કાર્યક્ર્મ યોજાનાર છે. આ કાર્યક્રમ વર્ચ્યુઅલ માધ્યમથી તમામ જિલ્લાઓ ખાતે યોજાનાર છે. અરવલ્લી જિલ્લામાં આ કાર્યક્રમ અન્વયે આજરોજ જિલ્લા કલેક્ટરશ્રી ડૉ.નરેન્દ્રકુમાર મીનાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમની રૂપરેખા અંગે જરૂરી માર્ગદર્શન અને સમિક્ષા કરવામાં આવી હતી. 

આગામી ૩૧ મે નાં રોજ યોજાનાર લાભાર્થી સંવાદ કાર્યક્રમમા કેન્દ્ર સરકારની મુખ્ય ૧૩ યોજના દીઠ તાપી જિલ્લાના કુલ ૩૦૦૦ જેટલાં લાભાર્થીઓ આ કાર્યક્ર્મમા ભાગ લેશે. આ ઉપરાંત જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્ય,ચુંટાયેલા પ્રતિનિધિઓ, સરપંચો, કાર્યકારો આ કાર્યક્ર્મમા ભાગ લેનાર છે. તમામ બાબતો અંગેની આનુષંગિક વ્યવસ્થા કરવા જિલ્લા ક્લેક્ટરશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા ઉપસ્થિત અધિકારશ્રીઓને સુચારૂ માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ.

આ પ્રસંગે કલેકટરશ્રીએ યુ.જી.વી.સી.એલ વિભાગને વીજપુરવઠા અંગે, માર્ગ અને મકાન વિભાગને મંડપ થતા ટીવી સ્ક્રીન માટે, નગરપાલિકાને સફાઇ અંગે, પોલીસ વિભાગને ટ્રાફિક નિયમન અંગે, પાણી પુરવઠા વિભાગને ઠંડા પાણીની સુવિધા માટે, આરોગ્ય વિભાગને મેડિકલની ટીમ ગોઠવવા અંગે, એન.આઇ.સી ઓફિસરોને કાર્યક્રમના લાઇવ પ્રસારણ અંગે તથા માહિતી વિભાગને મિડીયા સાથે સંકલન અને પ્રેસનોટ અંગે સાથો સાથ  સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

અત્રે ઉલ્લેખનિય છે કે, અરવલ્લી જિલ્લાનો મુખ્ય કાર્યક્રમ મોડાસા સ્થિત ભામાશા હૉલ ખાતે સવારે ૦૯.૦૦ કલાકે યોજાશે. કાર્યક્રમમાં શિમલા ખાતેથી આયોજીત પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમને બાયસેગ તથા વંદે ગુજરાતના માધ્યમથી લાઇવ પ્રસારણ નિહાળવામાં આવશે. ત્યાર બાદ અરવલ્લી જિલ્લાના કાર્યક્રમમાં વિવિધ યોજનાના લાભાર્થીઓ પોતાના પ્રતિભાવો રજુ કરશે.  

આ બેઠકમાં જિલ્લા અધિક નિવાસી કલેકટર શ્રી એન. ડી. પરમાર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.ડી. ડાવેરા ઉપરાંત અન્ય પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો