બેરોજગારોને રોજગારી આપવા માટે રાજ્ય સરકારની નવી પહેલ--------------------------
બેરોજગારોને રોજગારી આપવા માટે રાજ્ય સરકારની નવી પહેલ
અનુબંધમ પોર્ટલથી તમામ ઉમેદવારોને મળશે રોજગાર
રાજ્ય સરકાર દ્વારા બેરોજગારોને રોજગારી આપી તેમને આત્મનિર્ભર બનાવવા અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે. રોજગારની પદ્ધતિને સરળ બનાવવા શરૂ કરાયું છે અનુંબંધમ પોર્ટલ. આ પોર્ટલની મદદથી અનેક યુવા- યુવતીઓને મનપસંદ ક્ષેત્રમાં રોજગારી મળી રહે અને નોકરીદાતાનોને પણ કૌશલ્ય ધરવાતા માણસો મળી રહે તે હેતુથી આ પોર્ટલ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.
આ પોર્ટલની મદદથી રોજગાર મેળવવા માટે ઉમેદવારોને પોર્ટલ પર પોતાનું રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. જેમાં તમારી બેઝીક જાણકારી અને લાયકાત દર્શાવવાની હોય છે. આ પોર્ટલ પર ઘણા ખાનગી અને સરકારી નોકરીદાતાઓ જોડાયેલા છે. જેની મદદથી ઉમેદવારો રાજ્યમાં તેમની લાયકાત અનુસારની નોકરી માટે નોંધણી કરાવી શકે છે.
અરવલ્લી જિલ્લામાંથી આ પોર્ટલમાં 18,148 ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાંથી 768 ઉમેદવારોને ખાનગી સંસ્થામાં નોકરી મળી છે. રાજ્ય સરકાર આયોજિત 26 ભરતી મેળામાં જીલ્લાના 1,204 બેરોજગાર યુવાનોને રોજગારી આપવામાં આવી છે.
અનુબંધમ પોર્ટલથી ભિલોડાના વાઘેશ્વરીગામની ખોખરીયા વેલેન્ટીનાકુમારીને માસિક પગાર રૂ.10,574 ની નોકરી મળી છે. જે નોકરીથી હાલ તેઓ પરિવારનું ગુજરાન ચલાવે છે અને સમાજમાં પોતાની આગવી રીતે ઓળખ પણ ઊભી કરી છે.વેલેન્ટીનાએ સરકારનો આભાર માનતાં જણાવ્યું કે મને આ પોર્ટલની મદદથી સારી નોકરીની તક મળી છે. એના માટે હું રાજ્ય સરકાર અને જિલ્લા વહિવટી તંત્રનો આભાર માનું છું. બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com