વિદેશમાં ફેલાઈ રહેલા રોઈ મંકીપોકસને પગલે અરવલ્લી જિલ્લા તંત્ર સચેત

વિદેશમાં ફેલાઈ રહેલા રોઈ મંકીપોકસને પગલે અરવલ્લી જિલ્લા તંત્ર સચેત
--------------------------
મંકીપોકના કેસોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગની વચગાળાની સલાહ
વિશ્વના કેટલાક દેશોમાં મંકીપોકસ નામનો એક રોગ પ્રસરી રહ્યો છે.જેમાં તાવ , ફોલ્લીઓ જેવા લક્ષણ જોવા મળે છે. આ રોગ પ્રાણીઓમાંથી માણસમાં આવી શકે છે અને માણસથી બીજા માણસમાં પણ પ્રસરી શકે છે. આ રોગના લક્ષણો 2થી 4 અઠવાડિયા સુધી ચાલે છે. કેસમાં મૃત્યુદર 1 થી 10 ટકા જેટલો છે. હાલ આ રોગ યુકે, યુએસએ, યુરોપ, ઓસ્ટ્રેલિયા, કેનેડામાં જોવા મળ્યો છે.

ભારતમાં હાલ આ રોગના કોઈ કેસ નોંધાયા નથી પરંતુ તેના સંક્રમણની શક્યતાને કારણે સરકાર દ્વારા રાજ્ય અને જિલ્લા તંત્ર માટે વચગાળાની સલાહ આપવામાં આવી છે. જો કોઈ વ્યકિતએ 21 દિવસમાં મંકીપોક્સ ગ્રસ્ત દેશનો પ્રવાસ કર્યો હોય, કોઈ મંકીપોકસગ્રસ્ત વ્યક્તિના સમપ્રક માં આવેલ હોય અને કોઈ પણ લક્ષણ દેખાય તો આરોગ્ય અધિકારીને તાત્કાલિક જાણ કરવી. યોગ્ય સારવાર સુધી વ્યક્તિને આઇસોલેશનમાં રાખવો. દર્દીની સારવાર દરમિયાન ચેપ નિયંત્રણ પધ્ધતિનું પાલન કરવું. શંકાસ્પદ દર્દીના લોહી, ગળફાના નમુના પૂણે ખાતે તપાસ માટે મોકલવા.બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.