૨૪ સપ્ટેમ્બરના રોજ અંબાજી મંદિરની પ્રક્ષાલનવિધિ યોજાશેઃમાતાજીની આરતી અને દર્શનના સમયમાં થશે ફેરફારજીએનએ અંબાજી: શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની યાદી જણાવ્યું છે
તા.૨૪ સપ્ટેમ્બરના રોજ અંબાજી મંદિરની પ્રક્ષાલનવિધિ યોજાશેઃ
માતાજીની આરતી અને દર્શનના સમયમાં થશે ફેરફાર
જીએનએ અંબાજી: શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની યાદી જણાવ્યું છે કે, મંદિરની પ્રણાલિકા મુજબ તા.૨૪ સપ્ટેમ્બર-૨૦૨૧ ભાદરવા વદ-૪ (ચોથ)ને શુક્રવારના રોજ માતાજીના નિજમંદિરમાં પ્રક્ષાલનવિધિ બપોરે ૦૧:૩૦ કલાકે શરૂ થશે. જેથી દિવસ પુરતો માતાજીની આરતી તથા દર્શનનો સમય આ મુજબનો રહેશે. જેમાં દર્શન સવારે-૭:૩૦ થી ૧૧:૩૦, દર્શન બપોરે ૧૨:૩૦ થી ૦૧:૦૦ તેમજ માતાજીની સાંજની આરતીનો સમય આશરે રાત્રે ૦૯:૦૦ કલાકે રહેશે. તા.૨૫/૦૯/૨૦૨૧થી આરતી તેમજ દર્શનનો સમય રાબેતા મુજબ રહેશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા લેવા વિનંતી છે. તેમ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની અખબારી યાદીમાં જણાવ્યું છે.
રિપોર્ટર જ્યોતિ ઠાકોર અંબાજી
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com