અંબાજી ખાતે અસરગ્રસ્ત આદિવાસી પરીવારની મુલાકાત કરતાં જીલ્લા પોલીસ વડા, જીલ્લા વન અધિકારી અને ધારાસભ્ય, હજુ પણ આદિવાસી સમાજ લડતના મુડમા*

અંબાજી ખાતે અસરગ્રસ્ત આદિવાસી પરીવારની મુલાકાત કરતાં જીલ્લા પોલીસ વડા, જીલ્લા વન અધિકારી અને ધારાસભ્ય, હજુ પણ આદિવાસી સમાજ લડતના મુડમા
શકિતપીઠ અંબાજી આસપાસ મોટી સંખ્યામાં આદિવાસી સમાજ વસવાટ કરે છે. અંબાજી યાત્રાધામ દાંતા તાલુકામાં આવે છે. આ તાલુકો ગુજરાત નો સૌથી પછાત તાલુકા તરીકે ઓળખાય છે અને આ વિસ્તારમા છેલ્લા કેટલાય વર્ષોથી આદિવાસી સમાજ પહાડો અને જંગલ વિસ્તારમાં વસવાટ કરે છે, અંબાજી થી 3 કિલોમીટર દૂર ગબ્બર પર્વત પાછળ છેલ્લા 2 વર્ષથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો ગ્રીન અંબાજી પ્રોજેક્ટ બની રહ્યો છે આ પ્રોજેક્ટમાં પ્લાન્ટેશન કરવાનું કામ હાલમાં ચાલી રહ્યું છે આ સમગ્ર કામગીરી વન વિભાગ દ્વારા ચાલી રહી છે ,જેમાં બોડા ડુંગરને હરિયાળા બનાવવાનું કામ વન વિભાગ કરી રહ્યું છે અને હાલમાં 500 હેક્ટરમાં પ્લાન્ટેશન કરવાનું હોઈ આ વિસ્તારમાં ઘણા વર્ષોથી વસવાટ કરતા અને સનદ ન ધરાવતા આદિવાસી પરિવારના 19 જેટલા મકાનો વન વિભાગ તરફથી હટાવવામાં આવ્યા હતા અને તોડવામાં આવ્યા હતા 25 તારીખે દબાણ તોડતા આદિવાસી પરિવાર અને બહારના આદિવાસી લોકો 26 તારીખે અંબાજી પોલીસ મથકે એકઠા થયા હતા ત્યારથી અત્યાર સુધી તેઓ ધરણા ઉપર બેઠેલા જોવા મળી રહ્યા છે. તેમની મુખ્ય માંગે છે કે વન વિભાગ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે અને અમને ફરીથી અમારી જગ્યા પર મકાન બનાવી આપવામાં આવે, સોમવારે અસ રગ્રસ્ત 19 પરિવારો જિલ્લા કલેકટરની મુલાકાત લે તેવી શક્યતા દેખાઈ રહી છે. આજે પોલીસ કાફલો પણ મોટી સંખ્યામાં જોવા મળ્યો હતો અને વન વિભાગના અધિકારી પણ હાજર રહ્યા હતા. વન વિભાગના અધિકારી જણાવી રહ્યા છે કે અમે કાયદેસર રીતે આ લોકોના મકાન હટાવ્યા છે.
 - અંબાજી ઉત્તર રેન્જ બીટ નંબર 8 પૈકીના ગબ્બર આસપાસ અને પાછળના વિસ્તારમા નરેન્દ્ર મોદીનો ગ્રીન અંબાજી પ્રોજેક્ટ છેલ્લા 2 વર્ષથી ચાલી રહ્યો છે અને આ વર્ષે 500 હેક્ટર મા પ્લાન્ટેશન કરવાનું હોઇ આ વિસ્તારમાં ઘણા વર્ષોથી ગરીબ આદિવાસી પરિવારના મકાન આવેલ હતા.જે કાચા મકાનો 25 ઓગસ્ટના રોજ વન વિભાગ તરફથી તોડવામાં આવતા આદિવાસી સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો અને 26 તારીખે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો ,મહિલાઓ, નાના બાળકો સાથે પોલીસ સ્ટેશનમાં ધરણા કરવા આવ્યા હતા. 27 તારીખના રોજ બપોરે જિલ્લા પોલીસ વડા, જિલ્લા વન અધિકારી અને પ્રાંત અધિકારી આદિવાસી સમાજ સાથે મંત્રણા કરી હતી ત્યારબાદ પોલીસ સ્ટેશન સામે આવેલા જુના કોટેઝ હોસ્પિટલમાં આ લોકોને ખસેડવામાં આવ્યા હતા. દાંતા ધારાસભ્ય કાંતિ ખરાડી પણ રાજસ્થાનથી સીધા અંબાજી ખાતે આવ્યા હતા અને અસરગ્રસ્ત પરિવાર સાથે મુલાકાત કરી હતી અને તેમને સાંત્વના પાઠવી હતી હજુ પણ આદિવાસી સમાજ વન વિભાગ સામે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં આનો નિકાલ નહીં આવે તો આદિવાસી સમાજ રસ્તા રોકો આંદોલન અને સરકારી ઓફિસો ઘેરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. દાંતા ધારાસભ્ય કાંતિ ખરાડીએ જણાવ્યું હતું કે અસરગ્રસ્ત પરિવારો સોમવારે કલેકટર કચેરી ખાતે મુલાકાત કરવા જવાના છે અને હું આદિવાસી સમાજની સાથે છું. આદિવાસી આગેવાનોએ જણાવ્યું હતું કે સરકાર આદિવાસીને ન્યાય ના આપવા માંગતી હોય તો અમને વીઝા બનાવી આપે તો અમે  બીજા દેશમાં જવા તૈયાર છીએ અને ચંદ્ર ઉપર જેવા પણ તૈયાર છીએ. છેલ્લા બે દિવસથી ગરીબ આદિવાસી મહિલાઓ,નાના નાના બાળકો સાથે હાલમાં ખુલ્લા આકાશ નીચે પોતાના ઘર માટે લડત લડી રહી છે. અંબાજી નજીક ફાઇસટાર રિસોર્ટ દ્વારા વન વિભાગની જગ્યામાં દબાણ કરેલ છે તે દૂર કરવામાં આવતું નથી તે બાબતે સ્થાનિક આમ આદમી પાર્ટીના આગેવાને આદિવાસી સમાજ સાથે ચર્ચા કરી હતી.


*રિપોર્ટર જયોતિ ઠાકોર અંબાજી*

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો