પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું
મહુવા મા આજરોજ તા :07/05/21 શુક્રવાર ના રોજ મહુવા ના મધ્ય એવા કૃષ્ણ કોમ્યુનિટી હોલ ખાતે પ્રેરક દાતા શ્રી પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી તેમજ કૃષ્ણા હોલ ટ્રસ્ટ ના સહયોગ થી ચેમ્બર ઓફ કૉમેર્સ  મહુવા સંચાલિત 20 બેડ સાથે નું ની:શુલ્ક (ફ્રી ) કોવીડ કેર સારવાર કેન્દ્ર શરુ કરવામાં આવેલ
જેમાં 10 બેડ પર ઓક્સિઝન  સગવડ પણ  રાખવામાં આવેલ છે
 શરુ થનાર કેન્દ્ર મા ખાસ કરી દાખલ થયેલ દર્દી ના મેડિકલ રિપોર્ટ તેમજ દવા અને સારવાર સંપૂર્ણ પણે ફ્રી રાખતા અને શહેર ની મધ્ય મા હોવાથી ગરીબ દર્દી માટે કેન્દ્ર  આશીર્વાદ રૂપ  બની રહેશે
અત્રે ઉલ્લેખનીય છે કે પૂજ્ય મોરારીબાપુ એ રાજુલા ની સપ્તાહ દરમ્યાન કોરોના મહામારી ચિંતા કર્યા બાદ મહુવા સાથે અન્ય તાલુકા મા  ખુબ જ મોટુ આર્થિક યોગદાન આપી ને કોરોના ના ના દર્દી ની યોગ્ય સારવાર શહેર મા જ મળી રહે બહાર જવુ ના પડે તેવી બાપુ એ ચિંતા વ્યક્ત કરતા અને આગેવાનો સાથે ચર્ચા વિચારણા બાદ 
તેના ભાગરૂપે ટૂંકા દિવસો મા જ મહુવા ખાતે આ કેન્દ્ર હનુમાનજી મહારાજ ની પ્રતિમા ની સમક્ષ દીપ પ્રાગટ્ય કરી  પૂજ્ય બાપુ ના આશીર્વાદ થી ખુલ્લું મુકવામા આવેલ 
અને અહીં દાખલ થતા દરેક દર્દી ને ઉત્તમ સારવાર સાથે સ્વસ્થ થઈ કોવીડ મુક્ત બને તેવી આશા  પણ સેવા ભાવિ સંચાલકો  દ્વારા વ્યક્ત કરવામાં આવી હતીઆ કોવીડ કેર ના દીપ પ્રાગટ્ય પ્રસંગે મહુવા પ્રાંત અધિકારી પંકજ વલવાઈ સાહેબ તથા ચેમ્બર ઓફ કૉમેર્સ ના પ્રમુખ શ્રી બચુભાઈ પટેલ, મહુવા  એજ્યુકેશન ટ્રસ્ટ ના મેનઝિંગ ટ્રસ્ટી પંકજભાઈ રૂપારેલ, આઈ એમ એ ના સેક્રેટરી ડો. જયેશભાઈ શેઠ, તેમજ એડવોકેટ શ્રી જે બી ચૌહાણ, ચેમ્બર અગ્રણી સુરેશભાઈ નાણાવટી, હસુભાઈ ગોરડીયા પરેશભાઈ શાહ અને મહેશભાઈ દવે ઉપસ્થિત રહી કોવીડ કેર સારવાર કેન્દ્ર ને ખુલ્લું મુકવાની સેવા મા સહભાગી થયાં હતા

રિપોર્ટિંગ :રૂપેશ ધોળકિયા મહુવા

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો