ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.
ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયો
રક્ષાબંધનના પવિત્ર તહેવાર આવી રહેલ છે. ત્યારે ગાયત્રી પરિવારની બહેનો દ્વારા મોડાસામાં શ્રમજીવી પરિવારોના રહેણાંક વિસ્તારોમાં ઘેર ઘેર સંપર્ક કરવામાં આવ્યો. આ વિસ્તારોના બાળકોના કૌશલ્યને બહાર લાવવા 17 ઑગસ્ટ, મંગળવારે મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે બાળ કૌશલ્ય પ્રશિક્ષણનું આયોજન કરવામાં આવ્યું. જેમાં આવી રહેલ રક્ષાબંધન પૂર્વે આ બાળકોને અલગ અલગ પ્રકારની રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું. જેમાં પ્રોજેક્ટર તેમજ બહેનોની મદદથી આ બાળકોના હાથે જ રાખડીઓ બનાવવામાં આવી. જે આ આયોજન દ્વારા આવા બાળકો માટે અને તેઓના પરિવાર માટે ખૂબ જ જરૂરી કાર્યક્રમ યોજાયો. જે આ બાળકો પોતાના ઘેર જઈ પરિવારના સૌ આવી રાખડીઓ બનાવી આર્થિક સંપન્નતા માટે ઉપયોગી બની રહેશે.
આ આયોજનમાં ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે પ્રોજેક્ટરની મોટી સ્ક્રિન પર વડોદરાથી લક્ષ્મીબેન લીંબડ તથા ગાંધીનગરથી બંસરીબેન સોની એ ઑનલાઇન સંપર્કમાં રહી રાખડીઓ બનાવવા ઝીણવટ ભરી સમજ આપી. અલગ અલગ શ્રમજીવી પરિવારના 35 બાળકો આ પ્રશિક્ષણ લેવા જોડાયા. મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમિતાબેન પ્રજાપતિ, રોહીણીબેન શર્મા, પ્રિતીબેન ભટ્ટ, જશોદાબેન પટેલ, રેખાબેન સુથાર, કલ્પનાબેન પટેલ, ચંદ્રિકાબેન પટેલ, હસુમતીબેન પટેલ, મંજુલાબેન ગુર્જર, રમીલાબેન પટેલ સહિત અનેક બહેનો આ બાળકો સાથે બેસી શિખવવામાં સહયોગી બન્યા તેમજ વિશેષમાં ધર્માભાઈ પટેલ તથા અરવિંદભાઈ કંસારા ઉપસ્થિત રહ્યા હતા.
બ્યુરો રીપોર્ટ અરવલ્લી PHN NEWS CHANNEL
દરિદ્રનારાયણ
જવાબ આપોકાઢી નાખો