૧૬ મેં રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ અંતર્ગત કામગીરી કરવામાં આવી.
૧૬ મેં રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ અંતર્ગત કામગીરી કરવામાં આવી.
અરવલ્લી જિલ્લા મેલેરિયા અધિકારી સાહેબ શ્રી મોડાસા ના માર્ગદર્શન તથા તાલુકા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી ભિલોડા ની રાહબરી હેઠળ ભિલોડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ના વિસ્તાર માં "૧૬ મે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ " ઉજવણી અંતર્ગત તા.૦૮/૦૫/૨૦૨૩ ને સોમવાર થી આજદિન સુધી વિવિધ મુદ્દાઓ પર કામગીરી કરવામાં આવી રહેલી છે. જેના ભાગરૂપે આજરોજ જન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
@... FIGHT THE BITE ( મચ્છર ના ડંખ સામે લડાઈ ) બાબતે સમુદાય માં લોકોને અગાઉ મળેલી મચ્છરદાની નો યોગ્ય રીતે યોગ્ય સમયે ઉપયોગ , જાળવણી અંગે " જૂથ ચર્ચા " કરવામાં આવી હતી.
@... SMALL BITE, BIG THREAT. ( નાનો ડંખ મોટું જોખમ ) બાબતે જંતુનાશક દવા જે પ્રાઇવેટ દવા ના સ્ટોર પર મળે છે તેનો ઘરમાં ખૂણે-ખાંચે છંટકાવ કરવા તથા મેટ , ગુડ નાઈટ વગેરે નો ઉપયોગ કરવા અંગે " મહિલા જૂથ ચર્ચા " કરી જેમાં ખાસ સગર્ભા માતા અને ધાત્રી માતા અને તેના બાળક ને મેલેરિયા તથા ડેન્ગ્યુ ના રાક્ષસ થી બચવા માટે જણાવ્યું હતું. મચ્છર નો એક નાનો ડંખ મોટું જોખમ ઉભુ કરી શકે છે તે અંગે જાણકારી આપવામાં આવી હતી.
@... ગામડા ઓ માં હાથવગો લીમડો પણ એક મોટો આશીર્વાદ છે.જેનો ધુમાડો મચ્છરો
ને દૂર ભગાડે છે તો લીમડા નો ધુમાડો કરવા તથા સમુદાય માં ખૂબ પ્રચાર પ્રસાર કરવા બાબતે લોકો નો પણ સહકાર માંગવામાં આવ્યો હતો. ફળિયે ફળિયે લોકો નો રૂબરૂબ સંપર્ક કરી આ અંગે જાણકારી આપી હતી.
SBCC ના માધ્યમ થી સંદેશો આપવા માં આવ્યો હતો જે અંતર્ગત વ્યક્તિ વાહક જન્ય ગંભીર રોગોથી પોતે કેવી રીતે બચી શકે તથા પોતાના પરિવાર ને સુરક્ષિત રાખી શકે તે બાબતે જન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ પ્રકારની માહિતી SBCC ટીમ ભિલોડા દ્વારા આપવામાં આવી હતી. બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com