બ્રિટિશ પાર્લામેન્ટમાં ડૉ. ચિન્મય પંડ્યાજીને મળ્યો ભારત ગૌરવ પુરસ્કાર મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર એ ડૉ. ચિન્મય પંડ્યાજીને પાઠવ્યા અભિનંદન

બ્રિટિશ પાર્લામેન્ટમાં ડૉ. ચિન્મય પંડ્યાજીને મળ્યો ભારત ગૌરવ પુરસ્કાર 
મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર એ ડૉ. ચિન્મય પંડ્યાજીને પાઠવ્યા અભિનંદન 
મોડાસા ખાતે પાંચ વર્ષ અગાઉ  નિર્માણ પામેલ ગાયત્રી ચેતના કેન્દ્ર. જેની પ્રાણ પ્રતિષ્ઠા માટે હરિદ્વારથી મોડાસા આવેલ ડૉ. ચિન્મય પંડ્યાજી કે જેઓ દેવ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલયના ઉપકુલપતિ તેમજ સમગ્ર ગાયત્રી પરિવારના યુવા આઈકોન છે. જેઓને બ્રિટિશ પાર્લામેન્ટમાં ભારત ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. 
     વિશ્વની સૌથી પુરાની માનવામાં આવતી પાર્લામેન્ટમાં એક બ્રિટિશ પાર્લામેન્ટ છે. આ બ્રિટિશ સંસદમાં મોટાભાગે અંગ્રેજી રીતી રિવાજ મુજબ કાર્યક્રમો, સમારંભોનો શુભારંભ થાય છે. પરંતુ પહેલો એવો અવસર છે કે જ્યારે ગાયત્રી પરિવારના યુવા પ્રતિનિધી તેમજ દેવ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલયના ઉપકુલપતિ ડૉ. ચિન્મય પંડ્યાજીના સન્માન સમારંભની શરૂઆત ગાયત્રી મંત્ર દ્વારા થઈ. આ અવસર પર  ગાયત્રી પરિવારના ભારતીય સંસ્કૃતિની સાથે આધ્યાત્મિકતાના વિશ્વભરમાં વિસ્તરણ માટે ડૉ. ચિન્મય પંડ્યાજીને ભારત ગૌરવ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા. આ સન્માન સમારંભનું બ્રિટિશ  પાર્લામેન્ટના હાઉસ ઓફ કામન્સ લંડનમાં આયોજન થયું. આ સન્માન સંસ્કૃતિ યુવા સંસ્થાન તરફથી ગાયત્રી પરિવારના યુવા પ્રતિનિધી ડૉ. ચિન્મય પંડ્યાજીને આપવામાં આવ્યું. જ્યારે આ સન્માન સમારંભ ચાલી રહેલ ત્યારે પુરી બ્રિટિશ પાર્લામેન્ટમાં સૌ તાળીઓની ગુંજ સાથે ભારતના આ યુવા આઇકોનને વધાઈ આપી રહ્યા હતા. દેવ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલયના ઉપકુલપતિ ડૉ. ચિન્મય પંડ્યાજી આ સન્માનની અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર સાથે જોડાયેલ પ્રત્યેક કાર્યકર્તાઓનું બતાવ્યું અને કહ્યું આ સન્માન મારા એકલાનું નથી, પરંતુ આ અભિયાનમાં જોડાયેલ સૌ યુવા, કાર્યકર્તા ભાઈ બહેનોનું છે. 
   આ અવસર પર અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પ્રમુખ શ્રદ્ધેય ડૉ. પ્રણવ પંડ્યાજી તેમજ શ્રદ્ધેયા શૈલજીજીના માર્ગદર્શનમાં ચાલી રહેલ સાંસ્કૃતિક ઉત્થાન તથા યુવાઓના રચનાત્મકતાના ક્ષેત્રે કરવામાં આવેલ કાર્યોની બ્રિટિશ પાર્લામેન્ટે ખૂબ પ્રશંસા કરી અને ગાયત્રી પરિવાર દ્વારા ચલાવવામાં આવી રહેલ ઉત્કૃષ્ટ કાર્યો માટે બ્રિટિશ પાર્લામેન્ટમાં ડૉ. ચિન્મય પંડ્યાજીને ભારત ગૌરવ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા. 
    ઉલ્લેખનીય છે કે દેશ વિદેશમાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વિભિન્ન રચનાત્મક તેમજ સુધારાત્મક કાર્યક્રમોનું સંચાલન કરે છે. આ સંદર્ભમાં નવિન યુવા પેઢીથી લઈને દરેક વય- વર્ગ માટે અનેક ગતિવિધિઓનું સંચાલન કરે છે.સાથે સાથે પર્યાવરણ સંરક્ષણથી લઈને ભારતીય સંસ્કૃતિના વિસ્તરણ તથા યુવાનોમાં સકારાત્મક પરિવર્તન માટે ચરણબદ્ધ રીતે વિભિન્ન આયોજનોનું સફળ સંચાલન કરે છે. આ કારણે જ આ સમયમાં દુનિયા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર તરફ આશાભરી દ્રષ્ટીએ જોઈ રહી છે. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર જે કાર્યોને પોતાના હાથમાં લે છે તેને પૂર્ણ તન, મન,ધનથી પુરું કરે છે. ગાયત્રી પરિવારના આ કાર્યોથી બ્રિટિશ પાર્લામેન્ટ ખૂબ પ્રભાવિત થઈ અને શાન્તિકુંજ પરિવારને સમ્માનિત કરવાનો નિર્ણય લીધો.
   ભારતના આ યુવક ડૉ. ચિન્મય પંડ્યાજીએ બનાવેલા રેકોર્ડ માટે અને વિશ્વભરમાં એક વિશેષ આઈકૉન યુવા તરીકેની ઓળખ માટે બધાએ અભિનંદન પાઠવ્યા. જેમાં ગાયત્રી ચેતના કેન્દ્રના પ્રમુખ ધર્માભાઈ પટેલ, મંત્રી કાન્તિભાઈ ચૌહાણ, અરવલ્લી જિલ્લા ગાયત્રી પરિવારના સંયોજક હરેશભાઈ કંસારા, ગાયત્રી પરિવાર યુવા પ્રકોષ્ઠ, ગુજરાતના સંયોજક કિરિટભાઈ સોની સહિત મોડાસા સહિત સમગ્ર અરવલ્લી જિલ્લાના પરિજનો તેમજ જીપીવાયજીના યુવાઓએ ડૉ. ચિન્મય પંડ્યાજીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી તેમના નેતૃત્વમાં તમામ કાર્યો માટે અવિરત સક્રિય પ્રયાસ માટે ઉત્સાહ વ્યક્ત કર્યો. બ્યુરો રિપોર્ટ PHN NEWS 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો