અરવલ્લીના ભિલોડા અને મેઘરજ તાલુકામાં દૂધ સંજીવની યોજના બાળકો માટે આશીર્વાદરૂપ બની.

અરવલ્લીના ભિલોડા અને મેઘરજ તાલુકામાં દૂધ સંજીવની યોજના બાળકો માટે આશીર્વાદરૂપ બની.
આદિવાસી વિસ્તારના બાળકોને પોષણયુક્ત ખોરાક આપી કુપોષણ દૂર કરવામાં હેતુથી શરૂ થયેલી દૂધ સંજીવની યોજના ભિલોડા અને મેઘરજ તાલુકાના બાળકો માટે અમૃત સમાન બની છે. બાળકો આ યોજના હેઠળ મળતા દૂધને મજાથી પીવે છે અને પોતાનું સ્વાસ્થ્ય ઉજ્જવળ બનાવે છે. આ યોજનાથી બાળકોના શારીરિક અને માનસિક વિકાસમાં વૃદ્ધિ જોવા મળી છે. બાળકોની સાથે સગર્ભા અને ધાત્રી માતાઓને પણ આ યોજના અંતર્ગત દૂધ આપવામાં આવે છે.
અરવલ્લી જીલ્લામાં ICDS શાખાના ભિલોડા અને મેઘરજ તાલુકાના ૬ માસથી ૩ વર્ષ અને ૩ થી ૬ વર્ષના બાળકો,સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. લાભાર્થીઓને દર અઠવાડિયે અલગ અલગ ૨ ફ્લેવરમાં જેવી કે ઈલાયચી અને બટરસ્કોચ યુક્ત દૂધ આપવામાં આવે છે. બાળક દીઠ ૧૦૦ ml દૂધ સોમ થી શુક્ર આપવામાં આવે છે. સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓને દર બુધવાર અને શુક્રવારે ૨૦૦ ml દૂધ આપી આ યોજનાનો લાભ આપવામાં આવે છે.
આમ, અમૃતસમા દૂધની મઝા માણીને બાળકો પોતાના તંદુરસ્ત ભવિષ્ય માટે આગળ વધે છે.
બ્યૂરો  રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.