અંબાજી મંદિર ખાતે અખાત્રીજ થી અષાઢી એકમ સુઘી બપોરની આરતી શરૂ થઇ*

અંબાજી મંદિર ખાતે અખાત્રીજ થી અષાઢી એકમ  સુઘી બપોરની આરતી શરૂ થઇ
 શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાતઅનેરાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજીમંદિર51શક્તિપીઠમાં આદ્યશક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર ઉપર નાના મોટા 358 સુવર્ણ કળશ લાગેલા હોઈ આ મંદિરને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અંબાજી મંદિરમાં માઈ ભક્તો વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે પણ ઓળખાય છે અંબાજી મંદિર માં સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ફેરફાર થવાથી દર્શન સમય પણ બદલાતો હોય છે ત્યારે અખાત્રીજ થી અષાઢી એકમ સુધી અંબાજી મંદિરમાં દર્શન સમય પણ બદલાયો છે અને હવે બપોરના સમયગાળામાં પણ કાચ વડે સૂર્ય નારાયણનુ પ્રતિબીંબ ગર્ભગૃહ પર પાડ્યા બાદ બપોરની આરતી પણ શરૂ થઈ છે. આજે રવિવારે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવ્યા હતા.
     વીઓ :- આજે બપોરે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિર ખાતે બપોરે 12:00 વાગે માતાજીને સોનાની થાળીમાં રાજભોગ ધરાવ્યા બાદ મંદિરના ચાચર ચોકમાં અરીસા વડે સૂર્યનારાયણના દર્શન માતાજી ના ગર્ભગૃહ પર કરાવ્યા બાદ બપોરની આરતી શરૂ હતી અને જ્યા પૂજારી બેસે છે ત્યાં કપડા નો પંખો પણ લગાવવામાં આવે છે અને માતાજીને ભક્તો દોરી વડે પંખો પણ ઝુલાવતા હોય છે. આ સમયગાળામાં અંબાજી મંદિર સવારે 10:45 વાગે બંધ થાય છે અને બપોરે 12:30 વાગે ફરી ખુલે છે અને ત્યારબાદ રાત્રે 9 સુધી ખુલ્લું રહે છે.અંબાજી મંદિર દર્શન સમય 22/4/2023 થી 19/6/2023 સુધી બપોરે અન્નકૂટ યોજાશે નહીં. હાલમા ગ્રીષ્મ ઋતુમાં માતાજીને ગરમી લાગતી હોઈ માતાજીને લીંબુ સરબત અને મધ પણ થાળ મા ધરાવવામાં આવે છે.

બાઈટ:- તન્મય ઠાકર, ભટ્ટજીઠાકર,અંબાજી મંદિર 

:- અંબાજી મંદિર દર્શન સમય :-

સવારે મંગળા આરતી 7 થી 7:30

સવારે દર્શન 7:30 થી 10:45

બપોરે આરતી 12:30  થી 1:00

બપોરે દર્શન 1:00 થી 4:30

સાંજે આરતી 7  થી 7:30

સાંજના દર્શન 7:30 થી 9

*રિપોર્ટર જયોતિ ઠાકોર અંબાજી*

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો