જય ભોલે ગ્રુપ શ્રી યંત્રની પ્રતિકૃતિ લઈને અંબાજી મંદિર પહોંચ્યા

જય ભોલે ગ્રુપ શ્રી યંત્રની પ્રતિકૃતિ લઈને અંબાજી મંદિર પહોંચ્યા
   શક્તિ,ભક્તિ અને આસ્થાનો  ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલ છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે અંબાજી મંદિર ઉપર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા છે એટલે આ મંદિરને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારે તાજેતરમાં અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા વિશ્વનું સૌથી મોટું શ્રી યંત્ર બનાવવા જઈ રહ્યા છે ત્યારે તે અગાઉ તેઓ શ્રીયંત્રને લઈને પાલનપુર ખાતે યાત્રા પણ શરૂ કરી હતી અને આ યાત્રા 11,000 km સમગ્ર દેશમાં પરિભ્રમણ કરશે અને ત્યારબાદ તેઓ અંબાજી મંદિર ખાતે 2200 કિલો નું 4.5 બાય 4.5 ફુટ નુ શ્રીયંત્ર આવનારા સમયમાં અંબાજી મંદિરમાં સ્થાન પામશે આજે જય ભોલે ગ્રુપના દિપેશભાઈ પટેલ અને તેમના સભ્યો શ્રી યંત્રની પ્રતિકૃતિ 32 કિલો વજન સાથે લઈને પાલનપુર થી અંબાજી આવ્યા હતા અને અંબાજી મંદિરમાં ભડજે મહારાજના દર્શન કર્યા હતા અને મંદિરમાં દર્શન કર્યા હતા અને ત્યારબાદ તેઓ યાત્રા પર નીકળ્યા હતા.શ્રી યંત્રના ત્રણ પ્રકાર હોય છે.જેમા યંત્ર મેરુ, ભૂપૃષ્ઠ અને કુર્મપૃષ્ઠ કહેવાય છે.જેમાં સૌથી શ્રેષ્ઠ અને ઉચ્ચ મેરુશ્રી યંત્ર કહેવાય છે. જે પિરામિડ આકારનું હોય છે. જ્યારે ભૂપૃષ્ઠ યંત્ર જમીનને અડકેલું અને કુર્મપૃષ્ઠ શ્રીયંત્ર કાચબાની પીઠ જેવું ઉપસેલું હોય છે. શ્રી યંત્રની દેવી લલિતા ત્રિપુર સુંદરી કહેવાય છે. જેને માતા લક્ષ્મી અને સરસ્વતી ચામર ઢોળે છે. આથી એવું કહેવાય છે કે શ્રી યંત્રની પૂજા આરાધનાથી ધન, વૈભવ, યશ , કીર્તિ, એશ્વર્ય અને મોક્ષ સાથે સદબુદ્ધિ અને વિદ્યાની પ્રાપ્તિ થાય છે. લક્ષ્મી અને સરસ્વતીના સમન્વયથી લોકોના જીવનમાં સુખ શાંતિ આવે એવી ભાવનાથી શ્રી યંત્રની પૂજા કરવામાં આવે છે.હાલમાં વિશ્વનું સૌથી મોટું શ્રી યંત્ર ઉત્તરાખંડના ડોલાશ્રમમાં સ્થાપિત છે જે સાડા ત્રણ ફૂટનું છે.જય ભોલે ગ્રુપ અમદાવાદના દીપેશભાઈ પટેલ દ્વારા નિર્માણ થઈ રહેલું શ્રી યંત્ર વિશ્વનું સૌથી મોટું સાડા ચાર ફૂટનું શ્રી યંત્ર છે. જે તાંબુ, પિત્તળ, લોખંડ, સોનું અને ચાંદીએ પંચ ધાતુમાંથી બનાવવામાં આવશે. હાલમાં વિશ્વનું સૌથી મોટું શ્રી યંત્ર ઉત્તરાખંડના ડોલાશ્રમમાં સ્થાપિત છે જે સાડા ત્રણ ફૂટનું છે. જ્યારે દીપેશભાઈ પટેલ અને જય ભોલે ગ્રુપના સભ્યો દ્વારા અંદાજીત એક કરોડના ખર્ચે  ચાર ફૂટની લંબાઈ પહોળાઇ અને ઊંચાઈ ધરાવતું તેમજ 2200 કિલો વજન ધરાવતું શ્રી યંત્ર બની રહ્યું છે. આજે આ યાત્રા પાલનપુર થી પ્રસ્થાન થઈ હતી ત્યારબાદ તેઓ અંબાજી ખાતે આવ્યા હતા. દ્વારકા, બદ્રીનાથ, જગન્નાથ પુરી, રામેશ્વરમ, તિરુપતિ બાલાજી તથા કોલ્હાપુર મહાલક્ષ્મી માતાની ચારધામની આ યાત્રા દરમિયાન એકાદ મહિના જેટલો સમય લાગશે અને 11 હજાર કીમી ચાલશે.

*રિપોર્ટર જયોતિ ઠાકોર અંબાજી*

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો