બનાસકાંઠાના પહાડી અંતરીયાળ કરમદી ગામના લોકો કુવાનું પાણી પીવા મજબુર, નવા કુવા બનાવે છે ગ્રામજનો*
*બનાસકાંઠાના પહાડી અંતરીયાળ કરમદી ગામના લોકો કુવાનું પાણી પીવા મજબુર, નવા કુવા બનાવે છે ગ્રામજનો*
પાણીની સમસ્યા ઉનાળાના પ્રારંભમાં જોવા મળી રહી છે ત્યારે ચોક્કસપણે કહી શકાય છે કે પાણી,રસ્તા અને લાઈટની સમસ્યાઓ ગામડાઓમાં અત્યારથી જ જોવા મળી રહી છે કેટલાક ગામોમાં પાણી પાણીના પોકારો સાંભળવા મળી રહ્યા છે તો કેટલાક ગામોમાં રસ્તાની સમસ્યા પણ જોવા મળી રહી છે તો કેટલાક વિસ્તારોમાં લાઈટ એ સમસ્યાના પ્રશ્નો સામે આવી રહ્યા છે.બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકાઓ આવેલા છે,જેમા દાંતા તાલુકો ગુજરાતનો સૌથી પછાત અને અંતરિયાળ તાલુકો તરીકે ઓળખ ધરાવે છે. અંબાજી ગબ્બર પાછળ આવેલા અંતરિયાળ પહાડી ગામો ગુડા કરમદી ગામોમા લોકોને ભારે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે અને આ ગામોમાં રહેતા લોકો બે કિલોમીટર દૂર ચાલીને કુવાનું પાણી ભરવા મજબૂર છે. આ ગામની ઓળખ ની વાત કરવામાં આવે તો આ ગામ મુખ્યમંત્રીનું દત્તક લીધેલ ગામ છે. કરમદી ગામમાં પાણીને લઈને પોતાની વીડંબના જણાવી હતી.
બનાસકાંઠા જિલ્લામાં ઘણા ગામો પહાડી અંતરિયાળ વિસ્તારોમાં આવેલા છે. આવા ગામોમાં રહેતા ગરીબ પ્રજાતિના લોકોને પીવાના પાણીની ગંભીર સમસ્યા સહિત વિવિધ સમસ્યાઓનો સામનો કર્યો પડી રહ્યો છે ત્યારે સરકારની વિવિધ યોજનાઓ આવા ગામો સુધી પહોંચી નથી ત્યારે કરમદી ગામના લોકોએ જણાવ્યું હતું કે અમે કુવાનું પાણી લેવા બે કિલોમીટર દૂર ચાલીને જવું પડે છે અને અમારા ગામમાં ઘણા હેડ પંપ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે અને ઘણા લોકો નવા કુવા ખોદતા પણ જોવા મળ્યા હતા. આવા ગામોમાં આદિવાસી સમાજ વસવાટ કરે છે અને આવા ગામોમાં હજુ સુધી ઘણા વિસ્તારોમાં પાક્કા રોડ જોવા મળતા નથી.
રિપોર્ટ જયોતિ ઠાકોર, અંબાજી
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com