Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું.
ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે તેના ભાગરૂપે આજે પાથાવાડા સિએસચી માં રસીકરણ કેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નુ આયોજન કરાયું હતું.પાથાવાડા સિએસચી ના કેમ્પસમાં રસીકરણ કેન્દ્ર બનાવી જુદા જુદા ચાર ભાગ પાડવામાં આવ્યા હતાં. તેમાં પ્રથમ દર્દીઓને સોશિયલ ડિસ્ટન્સ માં ઉભા રાખી આઈડી કાર્ડ સાથે તેમણી નોધણી કરવામાં આવી હતી. ત્યારબાદ વેઈટિગ રૂમમાં દર્દીઓને બેસાડી વારાફરતી વેક્સીનેશન રૂમમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.વેક્સીનેશન રૂમમાં વેક્સીન ની તાલીમ લીધેલ નર્સિંગ સ્ટાફ દ્વારા વેક્સીનેશન આપવામાં આવી હતી. ત્યારબાદ દર્દી ને ઓબર્ઝવેશન રૂમમાં અડધો કલાક સુધી  રાખવા આવ્યા હતાં. ત્યારબાદ તેમણે કોઈપણ જાતની તકલીફ ન થાય ત્યારે રજા આપવામાં આવી હતી. તેમજ વેક્સીનેશન આપ્યા બાદ કોઇ આડ અસર થાય તો આગળ રિફર  માટે એમ્બુલેન્સની વ્યવસ્થા  રાખવામાં આવી હતી. 
કોરોના વેક્સીનેશન ના ડ્રાયરનમા સિએસચી 25 સ્ટાફ ને કોરોના ની પ્રતિકાત્મક રસી આપવામાં આવી હતી.કોરોના ની ડ્રાયરન માં પાથાવાડા સિએસચી ના તબીબ,નર્સિંગ સ્ટાફ સહીત તમામ કર્મચારીઓ હાજર રહ્યા હતા કોરોના ની પ્રતિકાત્મક રસી માં સ્ટાફ ને હિપેટાઇટિસ બી ની રસી આપવામાં આવી હતી.

અહેવાલ... 
 સોમાજી વાઘેલા. દાંતીવાડા

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો