યાત્રાધામ અંબાજીને રેલ્વે લાઇનથી જોડવાની મંજુરી મળતાં જમીન સંપાદન માટે પાલનપુર ખાતે કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ*

*યાત્રાધામ અંબાજીને રેલ્વે લાઇનથી જોડવાની મંજુરી મળતાં જમીન સંપાદન માટે પાલનપુર ખાતે કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ*

*જમીન સંપાદનની કામગીરી સમયસર પૂર્ણ કરી યાત્રાધામ અંબાજીને રેલ્વે સેવાથી જોડવામાં  આવશેઃકલેકટરશ્રી આનંદ પટેલ
તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીને રેલ્વે લાઇનથી જોડવા માટે તારંગા હિલ- અંબાજી- આબુરોડ નવી રેલ્વે પરિયોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ સુચિત ૧૧૬.૬૫ કિ.મી. લાંબી રેલ્વે પરિયોજનાથી તારંગા હિલ, અંબાજી શક્તિપીઠ અને આબુરોડ સુધી રેલ કનેક્ટિવિટી મળશે. અંદાજે રૂ. ૨૭૯૮.૧૬ કરોડના ખર્ચે સાકાર થનારી આ રેલ્વે પરિયોજના ૨૦૨૬ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. 
           યાત્રાધામ અંબાજીને રેલ્વે લાઇનથી જોડવાની મંજુરી મળ્યા બાદ જમીન સંપાદનની કામગીરી માટે પાલનપુર કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને રેલ્વે, વન વિભાગ, મહેસૂલ, માર્ગ અને મકાન, પંચાયત અને જી.એમ.ડી.સી.ના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. બેઠકમાં કલેકટરશ્રીએ જણાવ્યું કે, કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ મુજબ તમામ વિભાગો એકબીજાના સંકલનમાં રહી જમીન સંપાદનની કામગીરી સમયસર પૂર્ણ કરી અંબાજીને રેલ સેવાથી જોડવામાં આવશે. અત્રે ઉલ્લેખીનય છે કે, શ્રી ૫૧ શક્તિપીઠમાંના એક એવા અંબાજી તીર્થસ્થળના વિકાસ માટે ભારત સરકારની ‘પ્રસાદ’ યોજનામાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. તાજેતરમાં અંબાજી તીર્થ ખાતે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા અને લાઇટ એન્ડ સાઉન્ડ શૉ નો શુભારંભ કરાવ્યો છે. આ રેલ પરિયોજના પૂર્ણ થતા દેશભરના કરોડો શ્રદ્ધાળુઓ માટે આવનારા વર્ષોમાં આદ્યશક્તિ ધામ અંબાજી પહોચવું વધુ સરળ અને સુગમ બનશે તથા તીર્થયાત્રા પ્રવાસન પ્રવૃત્તિને વેગ મળશે. 
          આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી એ. ટી. પટેલ, પ્રાંત અધિકારીશ્રી સુશીલ પરમાર, વન વિભાગ, રેલ્વે, પંચાયત અને માર્ગ તથા મકાન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર જ્યોતિ ઠાકોર અંબાજી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો