જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી અરવલ્લી સંચાલિત યુવા-ઉત્સવ ૨૦૨૨-૨૩ યોજાશે .
રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી અરવલ્લી સંચાલિત યુવા-ઉત્સવ ૨૦૨૨-૨૩ યોજાનાર છે. ૧૫ થી ૨૯ વર્ષની વયજૂથમાં ત્રણ વિભાગ રહેશે. (૧) ૧૫ થી ૨૦ વર્ષ “અ” વિભાગ (૨) ૨૦ થી ૨૯ વર્ષ “બ” વિભાગ (૩) ૧૫ થી ૨૯ વર્ષ ખુલ્લો વિભાગ યોજાશે. સાહિત્ય વિભાગ (૧)વકતૃત્વ, (૨) નિબંધ, (૩) પાદપૂર્તિ, (૪) ગઝલ-શાયરી લેખન, (૫) કાવ્ય લેખન (૬) દોહા છંદ ચોપાઇ, (૭) લોકવાર્તા., કળા વિભાગ (૧) સર્જનાત્મક કારીગરી (૨) ચિત્રકલા, સાંસ્કૃતિક વિભાગ, (૧) લગ્ન ગીત (૨) હળવું કંઠ્ય સંગીત (૩) લોકવાઘ (૪) ભજન (૫) સમૂહગીત (૬) એકા પાત્રીય અભિનય, આ તમામ સ્પર્ધા ઓનલાઇન થવાની હોય જેથી એન્ટ્રી DVD/Pen Drive થી મોકલવાની રહેશે. (૧) લોકા નૃત્ય (૨) લોક ગીત (૩) એકાંકી(હિન્દી/અંગ્રેજી) (૪) શાસ્ત્રીય કંઠ્ય સંગીત (૫) કર્ણાટકી સંગીત (૬) સિતાર (૭) વાંસળી (૮) તબલાં (૯) વીણાં (૧૦) મૃદંગમ (૧૧) હાર્મોનીયમ (હળવું) (૧૨) ગીટાર (૧૩) શાસ્ત્રીય નૃત્ય-ભરતનાટ્યમ (૧૪) શાસ્ત્રીય-મણીપુરી (૧૫) શાસ્ત્રીય નૃત્ય-ઓડીસી (૧૬) શાસ્ત્રીય નૃત્ય (૧૭) શાસ્ત્રીય નૃત્ય-કુચીપુડી (૧૮) શીઘ્ર વકૃત્વ-(હિન્દી-અંગ્રેજી)
તાલુકાકક્ષા, જિલ્લાકક્ષા, પ્રદેશકક્ષા, રાજ્યકક્ષા, સ્પર્ધાના સ્તર રહેશે. ઇચ્છુક ઉમેદવારોએ પોતાના નામ. સરનામું, મોબાઇલ નંબર, જન્મ તારીખા અને ઉંમર, સ્પર્ધાનું નામ તથા ઇ-મેઇલ આઇ-ડી લખી તથા આધારકાર્ડની નકલ સાથે રાખી તા.૦૫/૦૮/૨૦૨૨ સુધીમાં જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, બ્લોક નં.એ.એસ.૧૪ બીજો માળ, જિલ્લા સેવા સદન, શામળાજી રોડ, મોડાસા. અરવલ્લી પીન. ૩૮૩૩૧૧૫ ખાતે જમાં કરવાના રહેશે. તા.૦૫/૦૮/૨૦૨૨ પછી આવનાર એન્ટ્રી સ્વીકાર્ય રહેશે નહી. આથી જિલ્લા રમતગમત અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે. બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com