અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મિનાની અધ્યક્ષતામાં મળી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક.

અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મિનાની અધ્યક્ષતામાં મળી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક.
અરવલ્લી જીલ્લાના હિત અને પ્રશ્નોના સમાધાન માટે મળી જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક .
આજે મોડાસા કલેકટર કચેરી ખાતે કલેકટર શ્રી ની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી. જેમાં ધારાસભ્ય શ્રી જશુભાઇ પટેલે ખેડૂતોના પ્રશ્નો, વિદ્યાર્થીઓ માટે રેગ્યુલર બસ,નગરપાલિકાના  પ્રશ્નો, જળસંચય, જમીન સંપાદન,માર્ગ વિકાસ, વિજળી, શિક્ષણ, રેવન્યુંને લગતા પ્રશ્નોને સાંભળવામાં આવ્યા. જવાબદાર અધિકારીઓ દ્રારા તેમના યોગ્ય જવાબ આપવામાં આવ્યા.લોકોની અરજીઓના યોગ્ય નિકાલની પણ ચર્ચા કરાઈ. વહીવટી કામગીરીને ઝડપી અને પરિણામ સભર બનાવવા પણ સૂચન કરાયા.
બેઠકમાં જિલ્લાની  વિકાસલક્ષી યોજનાઓ જેવીકે આદર્શ ગ્રામ યોજના,અન્ય  યોજનાઓ ને લઇને ચર્ચા કરવામાં આવી. જિલ્લા વિકાસને લઇને પણ બેઠકમાં ચર્ચાવિચારણા કરવામાં આવી.  15મી ઓગસ્ટ રાજ્યકક્ષાના કાર્યક્રમને  લઈને કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી. બેઠકમાં 'હર ઘર તિરંગા' કાર્યક્રમની ચર્ચા કરવામાં આવી.
આવનારા સમયમાં જિલ્લામાં વનમહોત્સવ યોજાશે જેની ચર્ચા કરવામાં આવી.
કલેક્ટરશ્રી નરેન્દ્રકુમાર મીના,
જિલ્લા વિકાસ અધિકારીશ્રી શ્વેતા તિવેટિયા , જિલ્લા પોલીસ વડા સંજય ખરાત, અધિક નિવાસી કલેક્ટરશ્રી એન. ડી. પરમાર સહિત જિલ્લા સંકલન સમિતિના અધિકારીઓ , ધારાસભ્ય શ્રી જશુભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતાં. બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો