સરકારના પ્રયત્નોથી તમને ફ્રીમાં મળશે LPG કનેક્શન: ઘરે બેઠા કરી શકો છો અરજી--------------------------
સરકારના પ્રયત્નોથી તમને ફ્રીમાં મળશે LPG કનેક્શન: ઘરે બેઠા કરી શકો છો અરજી
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાથી રંજનબેનને મળ્યો ચૂલાથી છુટકારો.
ઉજ્જવલા યોજનાથી મેસરીયા પરિવારને મળ્યું ગેસ કનેક્શન, શ્વાસના રોગમાં થઈ રાહત
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી હર હમેંશ મહિલાઓની ચિંતા કરતા આવ્યા છે. મહિલાઓને કેવી રીતે સારું જીવન પૂરું પાડી શકાય તેના માટે ભારત અને ગુજરાત સરકાર કટિબદ્ધ છે. સરકારે સ્વચ્છ રસોઈ ઇંધણની ઉપલબ્ધતા અને જોગવાઈ 2016 માં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના રજૂ કરી.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ)ના એક રિપોર્ટ અનુસાર, મહિલાઓ દ્વારા અશુદ્ધ ઈંધણમાંથી શ્વાસમાં લેવામાં આવતો ધુમાડો પ્રતિ કલાક 400 સિગારેટ સળગાવવા જેટલો છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો ઉદ્દેશ્ય BPL સ્થિતિમાં રહેતા લોકોને સ્વચ્છ ઈંધણ ઉપલબ્ધ કરાવવાનો છે. ગરીબો સામાન્ય રીતે અશુદ્ધ રસોઈ ઇંધણનો ઉપયોગ કરે છે જેમાં હાનિકારક તત્વો હોય છે. આ યોજનાનો હેતુ તેને એલપીજી સાથે બદલવાનો છે.
આ યોજના હેઠળ ધનસુરા આમોદરા ગામમાં રહેતા રંજનબેન મેસરિયાને મળ્યું ગેસ કનેક્શન. હવે તેમને ચૂલાના ધુમાડામાં બેસી કલાકો સુધી રસોઈ બનાવવાની જરૂર નથી પડતી. રંજનબેન પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની આભાર માનતા જણાવ્યુકે પીએમ મોદીના કારણે મને આ ધુમાડા ભ્રી જિંદગીમાંથી છુટકારો મળ્યો છે.હવે રસોઈમાં બગડતા કલાકોનો સમય હું મારા પરિવાર સાથે ખુશીથી વિતાવી શકું છું.
આ યોજનાના ત્રીજા ફેઝ હેઠળ અરવલ્લી જિલ્લામાં 30 હજારથી વધુ પરિવારને ગેસ કનેક્શન પૂરા પાડવામાં આવ્યા છે. જેમાં HP ગેસ, ભારત ગેસ અને ઇન્ડિયન ગેસ હેઠળ ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે.
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના માટે કેવી રીતે અરજી કરવી યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા એકદમ સરળ છે. અરજદારોએ ચોક્કસ દસ્તાવેજો આપવા જરૂરી છે જેથી કરીને તેઓ તેમની આગામી જોગવાઈ માટે સરળતાથી સૂચિબદ્ધ થઈ શકે.અરજદારે આ કેટેગરી માટેનું ફોર્મ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની વેબસાઈટ પર અથવા દેશના કોઈપણ એલપીજી આઉટલેટ્સ પર ઉપલબ્ધ કરાવવાનું રહેશે. અરજદારે નામ, ઉંમર, જેવી વિગતો ભરવાની રહેશે.બેંક ખાતાની વિગતો, આધાર કાર્ડ નંબર વગેરે. અરજદારે જરૂરિયાતોના આધારે તેમને કયા પ્રકારના સિલિન્ડરની જરૂર છે તેનો ઉલ્લેખ કરવો જરૂરી છે. યોગ્ય રીતે ભરેલું ફોર્મ નજીકના એલપીજી આઉટલેટ પર સબમિટ કરવાનું રહેશે.
બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com