અરવલ્લી જિલ્લા કલેકટરશ્રી ડૉ.નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં મળી આરોગ્ય વિભાગની વિવિધ સમિતિની બેઠક

અરવલ્લી જિલ્લા કલેકટરશ્રી ડૉ.નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં મળી આરોગ્ય વિભાગની વિવિધ સમિતિની બેઠક
--------------------------
કલેકટરશ્રી એ જીલ્લાના આરોગ્ય તંત્રની વિવિધ કામગીરીની સમીક્ષા કરી
આજરોજ મોડાસા ખાતે કલેકટર શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મીનાની અઘ્યક્ષતામાં જીલ્લાના આરોગ્ય વિભાગની વિવિધ સમિતિની બેઠક મળી. જેમાં આરોગ્ય વિભાગ દ્વારા કરાતી વિવિધ કામગીરીની સમિક્ષા કરવામાં આવી.

બેઠકમાં માતા મૃત્યુ, બાળ મૃત્યુના કેસમાં ઝીણવટપૂર્વક માહિતી મેળવવામાં આવી.જીલ્લામાં ચાલતી આયુષ્માન ભારત યોજના અંગે પણ માહિતિ મેળવવામાં આવી. જીલ્લામાં ચાલતી સરકારી યોજનાઓ જેવીકે મિશન ઇન્દ્રધનુષ,જનની સુરક્ષા યોજના, પોલિયો નાબૂદી, કોવીડ વેક્સીનેશન કામગીરીની પણ સમિક્ષા કરવામાં આવી. જીલ્લામાં ચાલતી ક્ષય (ટી.બી.)વિરોધી કામગીરીની પણ ચર્ચા કરવામાં આવી.બેઠકમાં આરોગ્ય અધિકારીઓની સમસ્યાઓના નિવારણ અંગે પણ ચર્ચા કરવામાં આવી. બેઠકમાં હાજર મૃતકોના પરિવારજનો સાથે પણ કલેકટર શ્રીએ વાતચીત કરી હતી.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારશ્રી બી ડી. ડાવેરા, જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી આર.જી.શ્રીમાળી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
બયુરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.