રાજ્ય ના સામાન્ય વહીવટ વિભાગના આયોજન પ્રભાગના સચિવશ્રી રાકેશ શંકર દ્વારા મંજૂર કરવામાં આવેલ તમામ કામો નું જીઓ ટેગિંગ ફરજિયાત બનાવાયું

રાજ્ય ના સામાન્ય વહીવટ વિભાગના આયોજન પ્રભાગના સચિવશ્રી રાકેશ શંકર દ્વારા મંજૂર કરવામાં આવેલ તમામ કામો નું જીઓ ટેગિંગ ફરજિયાત બનાવાયું
--------------------------
કામોનું ડુપ્લીકેશન થાય નહિ અને ગુણવત્તાસભર કામો થાય અને પ્રજાને સમયસર યોજનાના લાભો મળી રહેશ.
રાજ્ય સરકારશ્રી દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓ મા વિકેન્દ્રિત જિલ્લા આયોજન મંડળ ની વિવિધ વિકાસલક્ષી યોજનાઓ હેઠળ ખૂટતા કડીરૂપ પાયાના કામો જેવાકે રસ્તાના કામો , ડીપ ગરનાળા , પ્રાથમિક શાળાઓ અને આંગણવાડીઓ ની કંપાઉન્ડ વોલ, પીવાના પાણી ની સુવિધા માટે બોર મોટર , હેન્ડ પંપ  વીજળીકરણ ને લગતા સ્ટ્રીટ લાઈટના કામો  ,સ્મશાનગૃહ સહિત અનેક પ્રકારના કામો માટે પ્રતિવર્ષ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવે છે.

 આ કામોનું ડુપ્લીકેસન થાય નહિ અને ગુણવત્તાસભર કામો થાય અને પ્રજાને સમયસર યોજનાના લાભો મળી રહે તે માટે રાજ્ય ના સામાન્ય વહીવટ વિભાગના આયોજન પ્રભાગના સચિવશ્રી રાકેશ શંકર દ્વારા મંજૂર કરવામાં આવેલ તમામ કામો ના ત્રણ સ્ટેજ ના ફોટા  જીઓ ટેગીંગ એપ્લિકેશન પર અપલોડ કરવાનું ફરજિયાત કરવામાં આવેલ છે.

 જેના પગલે અરવલ્લી જિલ્લા આયોજન અધિકારી દ્વારા જિલ્લાના તમામ અમલીકરણ અધિકારીશ્રીઓને રાજ્ય સરકાર શ્રી દ્વારા આપવામાં આવેલ સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવા અને જિલ્લામાં 100% કામોનું  જીઓ ટેગિંગ કરવા જણાવવામાં આવેલ છે જિલ્લા આયોજન અધિકારીશ્રી સુરેન્દ્રસિંહ ડાભી દ્વારા જિલ્લાના તમામ તાલુકાઓમા આ કામગીરી સત્વરે પૂર્ણ થાય તે માટે ગામે ગામ ફરીને જીઓ ટેગિંગ એપ્લિકેશન પર ફોટો અપલોડ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે જે પ્રશંશનીય છે બ્યુરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.