અરવલ્લી જિલ્લામાં અંદાજિત - રૂ. 11 કરોડના કુલ 77 ખાતમુહુર્ત અને 15 લોકાર્પણ કરવામાં આવ્યું. વિશ્વાસથી વિકાસ યાત્રા' અંતર્ગત અરવલ્લીના મોડાસા ખાતે કેબિનેટ મંત્રીશ્રી પ્રદીપભાઈ પરમારની હાજરીમા યોજાયો કાર્યક્રમ.

અરવલ્લી જિલ્લામાં અંદાજિત - રૂ. 11 કરોડના કુલ 77 ખાતમુહુર્ત અને  15 લોકાર્પણ કરવામાં આવ્યું. 
વિશ્વાસથી વિકાસ યાત્રા' અંતર્ગત અરવલ્લીના મોડાસા ખાતે કેબિનેટ મંત્રીશ્રી પ્રદીપભાઈ પરમારની હાજરીમા યોજાયો કાર્યક્રમ.
રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા અરવલ્લી જિલ્લામાં વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમ અંતર્ગત હોસ્પિટલનું વર્ચ્યુઅલ ખાતમુહુર્ત કરવામાં આવ્યું.
'વિશ્વાસથી વિકાસ યાત્રા' અંતર્ગત અરવલ્લીના મોડાસા ખાતે કેબિનેટ મંત્રીશ્રી પ્રદીપભાઈ પરમારની હાજરીમાં કાર્યક્રમ યોજાયો.વિવિધ યોજનાકિય કામગીરીની જાણકારી સાથે, પ્રજાજનોની સામાજિક અને આર્થિક પ્રગતિને ઉજાગર કરવાના હેતુ સાથે આયોજિત, આ વિશ્વાસની  વિકાસ યાત્રા દરમિયાન વિકાસ કાર્યોનું લોકોર્પણ અને ખાતમુહૂર્ત જેવા લોકભિમુખ કાર્યક્રમો હાથ ધરાયા.
આ કાર્યક્રમમાં  માનનીયશ્રી પ્રદીપભાઈ પરમાર સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રીશ્રી ઉપસ્થિત રહ્યા તેમને જણાવ્યું કે,
ગુજરાતમાં વિકાસ અદ્ભૂત થયો છે. પહેલાના સમયમાં વીજળીનો વિકટ પ્રશ્ન તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાનશ્રીએ આજે ઘર ઘર વીજળી પોહચાડી છે. આજે શિક્ષણ ક્ષેત્રે આજે મેડિકલ કોલેજ અને દરેક યુનિવર્સિટી માટે નામના પણ મેળવી છે.
આરોગ્ય ક્ષેત્રે આજે આયુષ્માન કાર્ડ વિતરણ કરીને દેશના લોકો માટે કોઈપણ બીમારીનો ઈલાજ મફત મળી રહે તેના માટે સરળ બનાવાયું.  જેવી કે કોરોના  મહામારીમાં વડાપ્રધાનશ્રીના અથાગ મેહનતથી સામનો કરવામાં સફળ થયાં.પાણીની સમસ્યા ખુબજ મોટી હતી,અને આજે દેશમાં દરેક ગામે ગામ પાણી પોહચાડ્યું છે. અને આજે વિદેશ ભણતર માટે સરકાર સહાય કરે છે. શિક્ષણ માટે સકોલરશિપ અને લોનથી ઉચ્ચ અભ્યાસના સપનાઓ સાકાર કરવા માટે હંમેશા સરકાર તત્પર છે.આજે ગુજરાતમાં વિકાસ થયો છે તેની વિકાસ ગાથા આજે જન જન સુધી પોહચી છે.અને જનતાનો વિશ્વાસ મળી રહ્યો છે. જેના પરિણામ રૂપે આ વિકાસ યાત્રા સફળ બની.
રાજ્યકક્ષાના કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા અરવલ્લી જિલ્લામાં વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમ અંતર્ગત હોસ્પિટલનું વર્ચ્યુઅલ ખાતમુહુર્ત કરવામાં આવ્યું.અરવલ્લી જિલ્લાને મળશે સિવિલ હોસ્પિટલ અને ૫૦ બેડની આયુર્વેદ હોસ્પિટલની સુવિધા.અરવલ્લી જિલ્લામાં રૂ. 100.85 કરોડના ખર્ચે બનનારી નવીન સિવિલ હોસ્પિટલ અને આયુર્વેદ હોસ્પિટલ જીલ્લાના આરોગ્ય ક્ષેત્રના વિકાસને અલગ જ સ્તર પર લઈ જશે. આ   સિવિલ હોસ્પિટલથી જીલ્લાની જનતા સહિત સાબરકાંઠા, પંચમહાલ, મહીસાગર અને રાજસ્થાનના લોકોને પણ લાભ મળશે. આ હોસ્પિટલથી લોકોને ઓપીડીથી લઇને ડાયાલીસિસ વોર્ડ અને બ્લડબેંકની સુવિધા પણ લોકોને ઘર આંગણે મોડાસામાં જ મળી રહેશે.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરશ્રી નરેન્દ્રકુમાર મીના, DRDA ડાયરેક્ટરશ્રી આર. એન. કુચારા, જિલ્લા પ્રમુખશ્રી લાલસિંહ ચૌહાણ, સામાજિક કાર્યકર્તા કૌશલ્યા કુંવરબા, નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન ભાવસાર, પાર્ટીપ્રમુખશ્રી રાજુભાઈ પટેલ તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ અન્ય પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં અરવલ્લી જિલ્લાની જનતા ઉપસ્થિત રહી હતી. 
બ્યુરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો